________________
૨ ૨૪
તત્વાર્થ સૂત્ર પ્રાપ્ત થવામાં કોઈ વાંધો નથી.
હવે આપણે ફરી પણ દળેલાને દળીએ તેની જેમ પરમાણુ નિરવયવ છે તે જ વાતને ફરી દોહરાવીએ છીએ. આપણે પહેલા પરમાણુની સિદ્ધિ કેવી રીતે કરી હતી યાદ છે? જુઓ સર્વ સ્થૂલ વસ્તુનો વિભાગ કરતા જઈએ, કરતા જ જઈએ એટલે છેવટના અવિભાજય વસ્તુ આવશે. અર્થાત્ છેવટે નિરવયવ દ્રવ્યમાં વિભાગનો અંત આવશે. છેલ્લે એવો એક ભાગ આવે છે કે જ્યાં ભાગ કરવાનું પૂરું થઈ જાય છે. માટે જ છેલ્લો જે ભાગ છે તેનો બીજો ભાગ કલ્પી શકાતો નથી. આવો જે ભાગ છે તે પરમાણુ છે....કેમ કે સ્કૂલ વસ્તુ સૂક્ષ્મ પૂર્વક હોય છે... કહ્યું છે કે - બધી વિભાગવાળી વસ્તુ નિર્વિભાગમાં અટકે છે તેથી પરમાણુ નિરવયવ છે. આવા નિરવયવ પરમાણુની બીજા પરમાણુને પ્રાપ્તિ થવામાં કશો વાંધો નથી. માટે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે યોગ બને છે અને તેથી બે પરમાણુનો સ્કંધ થઈ શકે છે. એક આકાશપ્રદેશમાં અનંતા સ્કંધો કેવી રીતે રહે?
હવે તમે એમ પૂછો કે એક આકાશપ્રદેશમાં એક પરમાણુ રહે એ તો સમજાય તેમ છે પણ અનંતા પરમાણુઓ (અનંતા પરમાણુનો સ્કંધ) એક આકાશપ્રદેશમાં કેવી રીતે રહે... ? અપ્રતિઘાત પરિણામથી..
ઉત્તર : - તેનો જવાબ એ છે કે – એ બધા પરમાણુઓમાં પ્રતિઘાત પરિણામ પેદા થયો નથી, પણ અપ્રતિઘાત પરિણામવાળા તે પરમાણુઓ છે. તેથી જે આકાશપ્રદેશમાં એક પરમાણુ છે ત્યાં બીજા પરમાણુઓ રહી શકે છે. તે પરમાણુઓ અપ્રતિઘાત પરિણામવાળા હોવાથી એકબીજાને અવરોધરૂપ થતા નથી.
દા. ત. જેમ એક ઓરડામાં એક દીપકની પ્રભા છે. તે જ ઓરડામાં બીજા અનેક દીપક પ્રગટાવીએ તો તે અનેક દીપકની પ્રભા પણ ત્યાં રહે છે. આમ એક દીપકની પ્રભા અનેક દીપકની પ્રજાને પ્રતિઘાત કરતી નથી તેમ અપ્રતિઘાત પરિણામથી પરિણત અર્થાત્ અપ્રતિઘાત પરિણામવાળો પરમાણુ બીજા પરમાણુને પ્રતિઘાત કરતો નથી. આથી જ એક આકાશપ્રદેશમાં જ્યાં એક પરમાણુ છે ત્યાં જ બીજા અનંતાનંત પરમાણુઓ પણ રહે છે.
વળી પણ અપ્રતિઘાત પરિણામવાળા પરમાણુઓ અન્ય સ્થળે પણ સાથે રહેલા અનુભવાય છે તે જોઈએ.
દા. ત. શિયાળાની રાત્રિમાં પડાતી બૂમ સંભળાય છે. અર્થાત્ જ્યાં શીતનાં પુગલો છે, ત્યાં જ અંધકારના પુદ્ગલો છે, ત્યાં જ શબ્દનાં પણ પુદ્ગલો છે. આમ શીત, અંધકાર અને શબ્દનાં અનેક પુગલો એક સ્થળે રહી શકે છે. કોઈ કોઈના પ્રતિઘાતક બનતા નથી.આમ તેઓમાં અપ્રતિઘાતિપણું જોવાયું છે. તેની જેમ એક આકાશપ્રદેશમાં રહેલો પરમાણુ અવગાહના લેતા બીજા ઘણા પરમાણુઓનો વિઘાત કરતો નથી. વિઘાત કરવા સમર્થ બનતો નથી.
પ્રશ્ન :- જો પરમાણુમાં પ્રતિઘાત પરિણામ નથી તો મહાન દ્રવ્યની–સ્કંધની ઉત્પત્તિ કેવી રીતે થાય? વળી સ્કંધ તો સંયોગ હોય તો થઈ શકે છે અને અપ્રાપ્ય એવા બે પરમાણુની