________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૬
અવયવથી જુદો નથી.
આથી અવયવી પોતાના દેશોથી અર્થાત્ પોતાના અવયવોથી જલદીથી પ્રત્યક્ષ કે અનુમાનથી જુદો ગ્રહણ થઈ શકે નહીં. માટે અવયવી અવયવોથી ભિન્ન નથી. હવે આ સમજવા માટે અનુમાનનો આકાર આ પ્રમાણે બાંધીએ છીએ.
પક્ષ
સાધ્ય
દૃષ્ટાંત
देहादिरवयवी
શરીર આદિ અવયવી,
૨૨૯
स्वावयवकलापात् न अन्यः
પોતાના અવયવના સમૂહથી જુદો નથી.
હેતુ
अबद्धत्वे सक्रियत्वे च सति विभागेन अगृह्यमाणत्वात्
નહીં બંધાયેલ, ક્રિયાવાળો અને વિભાગથી ગ્રહણ નહીં થતો હોવાથી,
અવયવસ્વરૂપવત્ જેમ અવયવનું સ્વરૂપ અવયવથી જુદું ગ્રહણ થતું નથી.
અવયવી અવયવોના સમુદાયથી જુદો નથી. કેમ કે અબદ્ધ અને ક્રિયાવાળો એવો અવયવી જુદો ગ્રહણ થતો નથી. અર્થાત્ દેહ વગેરે અવયવીમાં ક્રિયા છે, અવયવોથી અબદ્ધ છે અને આ અવયવ અને આ અવયવી આ પ્રમાણે જુદો ગ્રહણ થતો નથી. જેમ અવયવનું સ્વરૂપ અવયવથી જુદું ગ્રહણ થતું નથી તેમ અવયવી અવયવોથી જુદો ગ્રહણ થતો નથી. માટે અવયવી સમુદાયથી જુદો નથી.
૧.
આ રીતે અનુમાનનો આકાર સમજ્યા પછી હવે પક્ષ, હેતુ આદિને બરાબર સ્પષ્ટ રીતે સમજી લઈએ.
પક્ષ જે શરીર છે, તેમાં સ્થાન (ઊભા રહેવું) આસન (બેસવું), શયન (સૂવું) આદિ ક્રિયા છે. આ બધી દેહની જ ક્રિયા છે એટલે દેહ ક્રિયાવાળો છે.
હેતુનું સક્રિયત્ને સત્તિ આ એક વિશેષણ શરીરરૂપ પક્ષમાં ઘટી ગયું. શરીરના અવયવો જે હાથ, પગ આદિ છે તે ગ્રહણ કરવું, ચાલવું આદિ ક્રિયાવાળા છે. આ હાથ પગ આદિ શરીરના અવયવો છે અને શરીરની જેમ તે અવયવો પણ ક્રિયાવાળા છે. આથી ગ્રહણાદિ ક્રિયાથી અવયવો પણ ચેષ્ટા' સહિત છે. અર્થાત્ ચેષ્ટાવાળા છે.
આ રીતે એક વિશેષણ સાર્થક છે સિદ્ધ થયું.
હવે એક દૃષ્ટાંત લઈએ. પરસ્પર બંધાયેલા બે પુરુષ છે. એમાં ક્રિયા છે, અને તે વિભાગથી અગૃહ્મમાણ છે.
આત્માધિષ્ઠિત શરીર અને તેના અવયવો છે. તેથી તેની જે ક્રિયા છે તે ચેષ્ટા કહેવાય. એટલે ચેષ્ટા એ પણ ક્રિયાવિશેષ છે.