________________
૨૩૪
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિવાળાં બધાં દ્રવ્યો છે. આવા નિરૂપણથી મૌનીન્દ્ર દર્શન નિરવઘ છે, નિર્દોષ છે. ઉત્પાદ-વિનાશ-સ્થિતિ સમજવા માટે દષ્ટાંત....
આ વસ્તુને સમજવા માટે આપણે અહીં એક દાખલો લઈએ.
જેમ સોનું એ દ્રવ્ય છે. એ કડાના આકારે હતું ત્યારે તેમાં કડાનો પર્યાય હતો. હવે એ કડાનો કંદોરો બનાવ્યો ત્યારે વિદ્યમાન જે સોનામાં કડાનો પર્યાય હતો તે નાશ પામ્યો અને સોનાનો કંદોરો થયો. આ કંદોરો એ નવો પર્યાય પેદા થયો.
વળી સોનામાં જે રૂપાદિ અન્વયિ પર્યાયો છે કે જે સોનાના ગમે તેવા આકારો-પર્યાયો પેદા થાય કે નાશ પામે પણ તે રૂપાદિ અન્વયિ પર્યાયો કાયમના કાયમ રહે છે.
આમ સોનારૂપ દ્રવ્ય જૂના પર્યાયોથી રહિત બન્યું અને નવા પર્યાયથી યુક્ત થયું અને રૂપાદિ પર્યાયથી નાશ પામ્યું નથી. આ રીતે સોનામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ઘટી ગયું. આ રીતે બધાં દ્રવ્યોમાં ઘટના કરીને સમજી લેવું.
હવે આપણે સ્કંધનું પ્રસ્તુત નિરૂપણ ચલાવીએ. ચણુક આદિ સ્કન્ધો કેવી રીતે બને છે તેનું નિરૂપણ...
બે પ્રદેશવાળો સ્કંધ છે. તેમાં કોઈ એક પરમાણુનો યોગ-સંબંધ થાય ત્યારે ત્રણ પ્રદેશવાળા સ્કંધનો ઉત્પાદ થાય છે.
‘વ’ શબ્દથી ત્રણ પરમાણુઓનો એટલે છૂટા છૂટા એક એક પરમાણુઓ ત્રણ ભેગા થાય અને તેમાં સ્કંધ પરિણામ થાય તો ચણક સ્કંધ બને.
એવી રીતે સંખ્યાતા પરમાણુઓના સંઘાતથી સંખ્યાત પ્રદેશવાળો, અસંખ્યાત પરમાણુઓના સંઘાતથી અસંખ્યાત પ્રદેશવાળો અને અનંતા પરમાણુઓના સંઘાતથી અનંત પ્રદેશવાળો સ્કંધ બને છે.
ભાષ્યમાં પ્રયોગ કરાયેલ વિકારથી ભલામણ કરે છે કે બે સંખ્યાથી શરૂ થયેલ ગણિત શીર્ષપ્રહેલિકા સુધી છે. તેમાં પણ આગળ જે રીતે કહ્યું તેવી રીતે વિચારણા કરી લેવી. અર્થાત એક ને એક મળવાથી બેની સંખ્યા થાય. આ સંખ્યા સંઘાતથી થઈ તેવી રીતે ઠેક શીર્ષપ્રહેલિકા સુધી જે સંખ્યાઓ થાય છે તે બધી સંઘાતથી થાય છે. આ શીર્ષપ્રહેલિકાથી આગળ ગણિત નથી તેથી એની આગળ અસંખ્યાતનો રાશિ આવે. આ પણ સંઘાતથી છે. અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધથી ઉપર બહુ બહુતર, બહુતમ પરમાણુના સમુદાયવાળો અનંતક રાશિ કહેવાય. તે અનંત પ્રદેશવાળો સ્કંધ પણ સંઘાતથી થાય છે.
ભાષ્યમાં રહેલ અનંતાનંત શબ્દ છે તે “અનંતાનંત રાશિના અનંતા સ્થાન-ભેદો થાય છે? તે બતાવે છે.