________________
૨૧૮
તત્ત્વાર્થ સૂત્ર ઢિપ્રદેશાદિમાં રહેલા “આદિ' શબ્દનું પ્રયોજન...
સંપૂર્ણ સ્કંધના પ્રકારોમાં પ્રથમ સ્કંધનો પ્રકાર યણુક અંધ છે. તે “દ્ધિપ્રદેશથી બતાવી યણુકથી લઈને ઠેઠ અનંતાનંત અણુ સુધીના સ્કંધો છે તે સારી રીતે સમજાઈ જાય માટે “આદિ શબ્દ મૂક્યો છે, અર્થાત “યણુકથી લઈને અનંતાનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું. આનાથી બે પ્રદેશથી લઈને બધા સ્કંધો સારી રીતે સમજાઈ જાય. માટે “આદિ શબ્દનું ગ્રહણ છે.
હવે “આદિ પદ દ્વારા બધા સ્કંધો સમજાય છે તે કેટલા પ્રદેશના સંઘાતથી કયો સ્કંધ બન્યો કહેવાય તે બતાવતાં સ્કંધની ઉત્પત્તિનું પહેલું કારણ બતાવે છે.
ભાષ્ય :- તે આ પ્રમાણે
બે પરમાણુઓના સમુદાયથી દ્ધિપ્રદેશી ઢંધ બને છે, જ્યણુક (બે પ્રદેશવાળો સ્કંધ) અને પરમાણુના સંઘાતથી ત્રણ પ્રદેશવાળો વ્યણુક અંધ બને છે. આ રીતે સંખ્યાતા પરમાણુના સંઘાતથી, અસંખ્યાત પરમાણુના સંઘાતથી, અનંતાનંત પરમાણુના સંઘાતથી તેટલા પ્રદેશવાળા સ્કંધો બને છે.
સ્કંધની ઉત્પત્તિમાં ચોથું કારણ નથી.. ટીકા - ભાષ્યમાં રહેલા તથા શબ્દથી ભાષ્યકાર સંઘાતાદિ ત્રણની વિચારણા કરે છે.
સ્કંધની ઉત્પત્તિનાં આ ત્રણ જ કારણ છે એવું આ મુનિ મહારાજનું વચન સ્કંધની ઉત્પત્તિમાં આ ત્રણ કારણ સિવાય ચોથું કોઈ કારણ નથી તે બતાવે છે.
હવે સ્કંધની ઉત્પત્તિનાં ત્રણ કારણો પૈકી પહેલા કારણનો વિચાર કરાય છે. (૧) સંઘાતથી સ્કંધ બને છે.
બે પરમાણુના સંઘાતથી અર્થાત્ પરસ્પર આશ્લેષ-સંયોગ પરિણામથી ચણક સ્કંધ બને છે. આ વાત આગળ “ધિક્ષાત્ વધુઃ '(/ ફૂડ રૂર)માં કહેવાશે. બૌદ્ધો તરફથી ઉઠાવાતો પ્રશ્ન..
પૂર્વપક્ષ ઃ નિરવયવ (નિષ્પદેશ) બે પરમાણુઓની સંહતિ થવાથી કયણુક અંધ કેવી રીતે બને ? કેમ કે બે પરમાણુઓનો સંબંધ તો કોઈ રીતે બની શકતો નથી.
છતાં પણ બે પરમાણુનો સંબંધ મનાય તો તે સર્વાત્મના માનશો કે એકદેશથી? અર્થાત્ એક પરમાણુનો બીજા પરમાણુ સાથે જે સંબંધ થાય છે તે સર્વથી થાય છે કે દેશથી? પરમાણુના પરમાણુ સાથે સર્વાત્મ સંબંધમાં એક જ પરમાણુની આપત્તિ.
જો સર્વાત્મના-સર્વથી પરસ્પર પરમાણુનો પરમાણુ સાથે સંબંધ થાય છે એમ કહો તો તો આખું જગત એક પરમાણુરૂપ બની જશે. કેમ કે જેટલા પરમાણુઓ છે તે બધા પરસ્પર સર્વાત્મના સંબંધ કરે તો એક જ પરમાણુ બની જાય. આમ આખું જગત એક પરમાણુમાત્ર જ થઈ જશે. માટે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સર્વાત્મના સંબંધ બની શકે નહિ.