________________
૨૧૬
પરમાણુ ‘નિત્ય છે' તે આ પ્રમાણે—
દ્રવ્યાસ્તિક નયથી રૂપાદિવાળો પરમાણુ નિત્ય છે અને પર્યાયાસ્તિક નયથી નીલાદિ આકારરૂપ પર્યાયથી અનિત્ય જ છે.
તત્ત્વાર્થ સૂત્ર
(૪) પરમાણુ છે...
જે પરમ અનુરૂપ છે, જેનાથી કોઈ નાનો નથી. અર્થાત્ એવું કોઈ દ્રવ્ય જેનાથી નાનું નથી તે પરમાણુ છે.
(૫) એક રસ, ગંધ, વર્ણવાળો છે...
પરમાણુમાં પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણમાંથી કોઈ એક રસ, એક ગંધ અને એક વર્ણ
હોય છે.
(૬) પરમાણુ બે સ્પર્શવાળો છે...
ચાર સ્પર્શમાંથી અવિરુદ્ધ બે સ્પર્શવાળો હોય છે.
(૭) કાર્ય જેનું લિંગ છે...
પરમાણુને ઓળખવાનું ચિહ્ન કાર્ય છે અર્થાત્ કાર્ય દ્વારા અનુમાનથી જેનું જ્ઞાન કરાય છે. આપણને પ્રત્યક્ષ દેખાતા બાદર પરિણામને ભજનારા અનેક પ્રકારના કાર્ય દ્વારા તેનું જ્ઞાન કરાય છે. જેમ પ્રત્યક્ષ ધૂમથી અપ્રત્યક્ષ વિહ્નનું અનુમાન કરાય છે તેમ દેખાતા ઘટાદિ કાર્ય વડે પરમાણુનું અનુમાન કરાય છે.
આ રીતે પરમાણુનું લક્ષણ પૂર્વાચાર્યોએ કહેલું છે તે આપણે વિસ્તારથી વિચાર્યું.
હવે સૂત્રમાં બતાવેલ પુદ્ગલનો બીજો ભેદ ‘સ્કંધ’ અને આ પ્રથમ ભેદ પરમાણુ આ બેમાં શું તફાવત છે તે પહેલા વિચારી લઈએ ત્યાર બાદ બીજા ભેદ ‘સ્કંધ'ને સારી રીતે સમજીશું.
ભાષ્ય :- પરમાણુઓ અબદ્ધ હોય છે અને સ્કંધો બદ્ધ જ હોય છે. ટીકા :- અબદ્ધ એટલે પરસ્પર અસંયુક્ત, નહિ જોડાયેલા.
પરમાણુઓ પરસ્પર અબદ્ધ છે, એકબીજાને નહિ જોડાયેલાં એવાં પુદ્ગલો તે પરમાણુઓ છે.
બંધાયેલા પરમાણુઓનો સમુદાય અર્થાત્ પરસ્પર જોડાઈને રહેલા પરમાણુઓનો સમુદાય તે સ્કંધ કહેવાય છે. તેમાં બાદર પરિણામવાળા સ્કંધો આઠ સ્પર્શવાળા બંધાયેલા જ અણુના સમુદાયરૂપ હોય છે અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો ચાર સ્પર્શવાળા જ બંધાયેલા જ પરસ્પર જોડાઈને રહેલા પરમાણુઓના સમુદાયરૂપ હોય છે.
અણુઓ પરસ્પર અબદ્ધ હોય છે જ્યારે સ્કંધો પરસ્પર બદ્ધ હોય છે. આ બંને ભેદમાં આટલો તફાવત હોય છે.
પૂર્વ સૂત્રમાં સંક્ષેપથી પુદ્ગલના બે ભેદ બતાવી પહેલા ભેદનું સ્વરૂપ વિચાર્યું, અને