________________
૨૧૪
તત્ત્વાર્થ સૂત્ર (૪) ક્ષણિકવાદી બૌદ્ધના મતે તો ત્રાજવાના પલ્લાની જેમ એકસાથે બંને થાય છે તેનો કોઈ આધાર અન્વયિ દ્રવ્ય નથી તો કોના આધારે થાય ?
વળી પૂર્વની ક્ષણરૂપ કારણ, ઉત્તર ક્ષણરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે તે ક્ષણ અત્યંત ભિન્ન મનાય તો તેની ઘટ, ઘટ, ઘટ, આવી સભાગ સંતતિનો વ્યવહાર રહે નહિ. અત્યંત ભિન્ન હોવાથી તે ઉત્તરક્ષણરૂપ કાર્ય સંતતિને ઉત્પન્ન કરી શકે નહિ તેથી સ્વસંતતિમાં ફળનું આધાન ન કરી શકે માટે કોઈ કાર્ય થાય નહિ.
આ રીતે કાર્ય-કારણ ભાવના સ્વીકારમાં એકાંતવાદીઓની વિચારધારા અલિત થાય છે.
તેથી હવે આ વાતને અહીં જ ટૂંકાવીએ. આની ચર્ચાને હવે જવા દો. અને આપણે આપણો ચાલુ વિષય આગળ ચલાવીએ. કેમ કે પરમાણુનું લક્ષણ સમજવાનું છે. હજી તો “સર્વ કાર્યોનું અંત્ય કારણ એ જ વિચારી રહ્યા છીએ. હવે આ જ વિચારણાને સ્યાદ્વાદની આપણી શૈલીથી વિચારીએ.
પરમાણુ, આત્મા વગેરે પરિણામી કારણ છે. પરિણામી કારણ હોય તો ક્યણુકાદિ કાર્ય અને જ્ઞાનાદિ કાર્ય થાય જ છે, નહિ તો નથી જ થતા.
જો આત્માદિને અને પરમાણુને પરિણામી કારણ ન મનાય તો કયણુકાદિ, જ્ઞાનાદિ કાર્ય થઈ શકે નહિ. માટે જેના હોવાથી જ જેનો સદૂભાવ હોય છે અને જેના અભાવમાં જે ન જ હોય તે કારણ કહેવાય, બીજું કાર્ય કહેવાય છે.
દાત. તંતુ હોય તો જ પટ થાય છે, તંતુ ન હોય તો પટ થતો જ નથી માટે તંતુ એ કારણ છે અને પટ એ કાર્ય છે. આને અન્વય-વ્યતિરેક કહેવાય છે.
આ રીતે “અંત્ય કારણ” પરમાણુને પરિણામી કારણ તરીકે સ્વીકારાય તો જ તેની હાજરીમાં કાર્ય થાય. નહિ તો ન જ થાય. પરિણામી સ્વીકારવાથી તે સર્વથા નષ્ટ નથી થતું અને સર્વથા તેવું ને તેવું નથી રહેતું માટે તે કારણ કાર્ય કરવા સમર્થ બને છે.
આ રીતે “કારણ હોય તો જ કાર્ય થાય, કારણ ન હોય તો ન જ થાય'. આ નિરૂપણ દ્વારા યદચ્છાવાદી જે આકાશ, બગીચો, પહાડ આદિના કારણ તરીકે યદચ્છાને માને છે તેનું નિરાકરણ બીજા ગ્રંથોમાં કરેલું છે ત્યાંથી જાણી લેવું. કારણના પરિચયમાં “જનો ઉપયોગ અયુક્ત છે.
વાદી - આમ કહો તો પણ તમે જે “જે હોય તો જ થાય છે, ન હોય તો નથી જ થતું' આવું જે અવધારણ કરો છો તે અયુક્ત છે. કેમ કે (૧) કણેરનો જન્મ લાલ ઉત્પલના ફળથી, પોતાની શાખાથી અને સ્વબીજથી જોવાયેલ છે.
(૨) વળી ગાયના અને ઘેટાના રૂંવાટાથી દૂર્વા નામનું ઘાસ થાય છે. (૩) શીંગડાથી બાણ બને છે.
આમ જે હોય તો જ થાય છે. આ અવધારણ ખોટું થયું કેમ કે બીજાથી પણ ઉપરોક્ત વસ્તુઓ થાય છે.