________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૬
૨૧૭
અંતે પહેલા ભેદ અને બીજા ભેદમાં તફાવત છે તે સમજાવ્યો. હવે આ તફાવત શા માટે ? આવો પ્રશ્ન ઉઠાવી પૂ. ભાષ્યકાર મ. તેના સમાધાનરૂપે નવા સૂત્રનો આરંભ છે જે જણાવતાં કહે છે કે –
ભાષ્ય :- આ વૈવિધ્યતા શા માટે છે ? આ પ્રશ્નનો જવાબ છે–સ્કન્ધો તો
ટીકા - પૂર્વ સૂત્રના અંતે પરમાણુ અને સ્કંધમાં ભેદ છે એમ જણાવ્યું. આ વિષયને નહીં જાણનાર કોઈ પ્રશ્ન કરે છે કે પરમાણુ અને સ્કન્ધ આ બંને પુદ્ગલ દ્રવ્ય છે છતાં આટલો ફરક કેમ? એક બદ્ધ અને બીજો અબદ્ધ આ તફાવત શા માટે?
ત્યારે પૂ. આચાર્ય મહારાજ જવાબ આપે છે કે “જાતાવત' આ વાક્યથી સ્કન્ધનું નિરૂપણ શરૂ કરે છે તેથી કોઈ પૂછે છે કે –
પ્રશ્ન :- તમે પુગલના બે ભેદ પાડ્યા. તેમાં પહેલા અણુ અને પછી સ્કન્ધો કહ્યા છે તો ક્રમથી પ્રાપ્ત થયેલા પરમાણુનું વક્તવ્ય પહેલા કરવું જોઈએ, સ્કંધોનું પછી કરવું જોઈએ ને ?
જવાબ :- સ્કંધોનું બહુ વક્તવ્ય હોવાથી અર્થાત્ સ્કંધો માટે ઘણું કહેવાનું હોવાથી પહેલા સ્કંધની વાત શરૂ કરાય છે.
ભાષ્યમાં “તા' શબ્દ ક્રમભેદ-ક્રમનો ફરક બતાવવા માટે છે. હવે તે સ્કંધો જેવી રીતે થાય છે તેવી રીતે આ સૂત્રથી બતાવે છે. અર્થાત્ સ્કંધો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે બતાવવા પૂ. સૂત્રકાર મ કહે છે કે –
રક્તમેશ્ય સ્પંદને I -૨૬
સૂત્રાર્થ - સ્કંધો સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી ઉત્પન્ન થાય છે.
ભાષ્યઃ- બે પ્રદેશ આદિવાળા સ્કંધો સંઘાત, ભેદ અને સંઘાતભેદ આ ત્રણ કારણોથી ઉત્પન્ન થાય છે.
ટીકા - ભાષ્યનો ભાવાર્થ એ છે કે સંઘાત (સંહતત્વ), ભેદ (ભિન્નત્વ) અને સંઘાતભેદથી સ્કંધોની ઉત્પત્તિ થાય છે.
ભાષ્યમાં રહેલ તિ શબ્દ સ્કંધની ઉત્પત્તિમાં આ ત્રણ જ કારણ છે એમ કારણની ઇયત્તા બતાવે છે.
ભાષ્યમાં “દ્ધિપ્રદેશાદય કહ્યું છે તેનો અર્થ આ પ્રમાણે છે– १. स्कन्दन्ति-शुष्यन्ति पुद्गलविचटनेन, धीयन्ते च-पुष्यन्ते पुद्गलचटनेनेति स्कन्धाः द्रव्यलोकप्रकाश पृ० २०.