________________
અધ્યાય-૫ સૂત્ર-૨૬
૨૧૯ દેશથી સંબંધ માનવામાં પરમાણુ સાવયવ થશે...
જો એક પરમાણુનો બીજા પરમાણુ સાથે એકદેશથી સંબંધ છે એમ કહેશો તો પરમાણુ પરમાણુ નહિ રહે. કેમ કે પરમાણુ તો નિરવયવ-નિપ્રદેશ છે અને દેશથી સંયોગ માનતા પરમાણુ સાવયવ થઈ જશે.
આમ કોઈ પણ રીતે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સંબંધ બની શકતો નથી. આ રીતે દેશ અને સર્વ ઉભયથી સંયોગ ઘટતો ન હોવાથી બંને બાજુથી પાશારજજુ-દોરડાનો ફાંસો આવી જાય છે. આ રીતે સ્કંધ ઘટી શકતો નથી. માટે પરસ્પર સંયુક્ત થયા વગર સંબંધવાળા પરમાણુઓ જ છે પણ સ્કંધ નથી.
દા. ત. જેમ આકાશમાં ભેગા થયેલા વાળ દેખાય છે એ બધા વાળ પરસ્પર બદ્ધ નથી. તેમ પરમાણુઓ પરસ્પર બદ્ધ નથી માત્ર પરસ્પર ભેગા થયેલા છે. વાળ જ્યારે દૂર હોય છે તો એનો પ્રત્યક્ષ થતો નથી તેમ પરમાણુઓ છૂટા હોય છે ત્યારે તેમનો પ્રત્યક્ષ થતો નથી પણ એનો સમુદાય હોય છે ત્યારે પ્રત્યક્ષ થાય છે.
આમ પરમાણુઓ ભેગા થયેલા સમુદાયરૂપ હોય છે પણ બદ્ધ એટલે પરસ્પર આશ્લિષ્ટ નથી. આથી અંધ બની શકતો નથી. આ વાત વિદ્વાનથી લઈને સ્ત્રી, બાળક સહુ જાણે છે અર્થાત્ આબાલગોપાલ પ્રસિદ્ધ છે.
આ રીતે પરમાણુઓમાં પરસ્પર સંયોગ છે. આ વાત ઘટતી ન હોવાથી સ્કંધની વાત ઉપેક્ષણીય છે. એક પરમાણુ બીજા પરમાણમાં પ્રવેશી શકતા નથી.
ઉત્તરપક્ષ :- હે વાદી ! તારી વાત યુક્તિ વિનાની છે. તે વસ્તુને યથાર્થ રીતે, વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવી રીતે વિચાર્યા વગર જ જેમ તેમ વિચાર ચલાવ્યો છે. કારણ કે રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ હોવાથી સપ્રતિઘ એટલે (સપ્રદેશા) પ્રદેશવાળા એવા પરમાણુઓ સંયોગ વખતે વ્યવધાનવાળા એકબીજામાં પ્રવેશી જતા નથી. કેમ કે રૂપાદિ પરમાણુઓના અવયવો છે. અર્થાત રૂપાદિની અપેક્ષાએ પરમાણુઓ સાવયવ છે અને સાવયવ હોવાથી એકબીજામાં પ્રવેશી જતા નથી. જેમ સ્તંભ અને કુંભ સાવવી છે તો તેમનો આશ્લેષ (સંયોગ) જરૂર થાય છે પણ એકબીજામાં પ્રવેશી જતા નથી તેમ પરમાણુઓ પણ સાવયવ હોવાથી એકબીજામાં પ્રવેશી જતા નથી.
વળી દ્રવ્ય અને ભાવના ભેદથી પરમાણુ સાવયવ પણ છે અને નિરવયવ પણ છે. આ વાત અમે પહેલા કહેલી છે. દ્રવ્ય પરમાણુની અપેક્ષાએ પરમાણુ નિરવયવ છે અને ભાવ પરમાણુની અપેક્ષાએ સાવયવી છે. પરમાણુનો સર્વાત્મના સંબંધ માનશો તો આ પ્રશ્ન જ બેહૂદો છે..
વળી કયણુક આદિ બધા ભેદોનો દૂર કરેલ એવો દ્રવ્યરૂપે પરમાણુ એક છે. એ એક પરમાણુમાં તું સર્વ શબ્દનો પ્રયોગ કરે છે તે કેવી રીતે સંભવે? પરમાણુ પરમાણુની સાથે સર્વથી