________________
૨ ૨૦
તત્ત્વાર્થ સૂત્ર સંબંધવાળો છે? આવો પ્રશ્ન કરતાં તને વિચાર ન આવ્યો કે તું સર્વશબ્દનો પ્રયોગ કરે છે તે અનેક વસ્તુનો વિષય કરનાર સર્વશબ્દ “સંપૂર્ણ” અર્થને કહે છે. આ વાત લોકમાં વિવાદ વગર રૂઢ છે તે સર્વશબ્દ અસંબંધ અર્થવાળો ન થાય? અર્થાત્ સર્વશબ્દ સંપૂર્ણવાચી છે એક પરમાણુને કહેનાર કેવી રીતે થાય? માટે સર્વાત્મના પરમાણુનો પરમાણુ સાથે સંબંધ કેવી રીતે? આવો વિકલ્પ જ થઈ શકતો નથી.
વાદી ! તારા બે વિકલ્પોમાંથી “સર્વાત્મના પરમાણુ બીજા પરમાણુની સાથે સંબંધવાળો બને છે? આ વિકલ્પ તો હવામાં ઊડી ગયો. પરમાણુનો એક દેશથી સંબંધ છે? આ પ્રશ્ન પણ બેહૂદો છે.
અનેક અધ્યવસાય અભિપ્રાયવાળી વસ્તુના કોઈ એક અભિપ્રાયને કથન કરનાર એક શબ્દ છે. જ્યારે જેમાં કોઈ વિશેષ નથી. વિભાગ નથી એવા પરમાણુના વિષયમાં સાધ્યમાનું પ્રસંગ એકદેશથી સંબંધ છે ! આ કેવી રીતે સ્વીકારી શકાય? અર્થાત્ અનેક દેશવાળી વસ્તુ હોય તો તેના કોઈ એક દેશને કહેનાર એક દેશ શબ્દ છે પણ જેમાં કોઈ ભેદ નથી, દેશ નથી તેવા પરમાણુના વિષયમાં એક દેશથી સંબંધ છે. આવો પ્રસંગ કેવી રીતે સાધી શકાય? ન જ સાધી શકાય.
આ રીતે બીજો વિકલ્પ પણ બની શકતો નથી. ઉપસંહાર..
આપણો કહેવાનો મતલબ એ જ છે કે એક જ વસ્તુને અનેક દૃષ્ટિઓ હોય છે. તેમાંથી કોઈ એક દૃષ્ટિને જણાવનાર તારો એકદેશથી સંબંધ છે આવો શબ્દ પ્રયોગ પરમાણુ માટે યોગ્ય નથી. કેમ કે પરમાણુ એ સર્વ ભેદ-પ્રભેદોથી મુક્ત છે. માટે પરમાણુનો બીજા પરમાણુ સાથે એકદેશથી સંબંધ છે? આ તારો પ્રશ્ન અયોગ્ય છે. કેમ કે પરમાણુમાં દ્રવ્યથી દેશ જ નથી, તો તું પરમાણુમાં એકદેશ સિદ્ધ કરી શકે ક્યાંથી? કેમ કે પરમાણુ નિરવયવ છે.
માટે સર્વ અને દેશથી આ બંને વિકલ્પોને કહેનારું તારું વચન શબ્દ અને અર્થના નહીં જાણનારા અને સારી રીતે પ્રસિદ્ધ એવા લોકવ્યવહારથી દૂર રહેલાં શુદ્ર જંતુઓની જડતા-મૂર્ખતા વધારે છે.
આ રીતના વિકલ્પો કાતર પુરુષ એકાંતવાદી જ કરે પણ સકલવાદના પરમેશ્વર એવા સ્યાદ્વાદના આશ્રયથી પ્રાપ્ત કરેલ અતુલ બલવાળા સ્યાદ્વાદી ન કરે.
વળી કોઈ શંકા કરતાં પૂછે છે કે શું એક પરમાણુ બીજા પરમાણુ સાથે સંયુક્ત થતાં તે પરમાણુ દેશથી તેમાં પ્રવેશી જાય છે ? પરમાણુમાં પરમાણુ પ્રવેશી જતો નથી....
તેનું સમાધાન એ છે કે પરમાણુ પરમાણુની સાથે સંબંધ કરતો કોઈ એકદેશથી જોડાતો નથી–સંબદ્ધ થતો નથી, કેમ કે પરમાણુ નિરવયવ છે, એનો કોઈ અવયવ નથી. પરમાણુ પોતે જ અવયવ છે, બીજા દ્રવ્યરૂપ અવયવ દ્રવ્યથી રહિત છે. એટલે સ્વયં અવયવરૂપ પરમાણુ બીજા