________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૫
અવધારણ નિર્દોષ છે...
સ્યાદ્વાદી :- પરમાણુ હોયે છતે જ કણેર આદિ થાય છે અને આત્મા હોય તો જ જ્ઞાનાદિ થાય છે. એટલે અમે જે સ્કંધનું કારણ પરમાણુ કહીએ છીએ તે છે જ. જ્ઞાનનું કારણ આત્મા કીએ છીએ તે પણ છે જ માટે અવધારણ કરવામાં કોઈ દોષ નથી.
પરિણામી કારણથી અપેક્ષાવાળાં પરિણામો છે...
સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે પરિણામી કારણની અપેક્ષાવાળાં પરિણામો પ્રત્યેક કાર્યપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પરિણામી કારણની અપેક્ષા રાખનારાં બધાં કાર્યો છે. આમ એ નિશ્ચિત થાય છે કે પરિણામી કારણની અપેક્ષા રાખનારાં પરિણામો છે. પરિણામો ત્યારે બની શકે એનું પરિણામી કારણ હોય. કારણ ન હોય તો પરિણામો પ્રગટિત થતાં નથી.
૨૧૫
દા. ત. જેમ મંત્રથી પ્રતિબદ્ધ-બાંધેલ ઝેરની મારણશક્તિ. મતલબ ઝે૨માં મા૨ણશક્તિ છે પણ મંત્રથી તે દૂર કરી છે તો ઝેર મારી શકતું નથી. મારણનું કારણ ઝેરમાં મારણશક્તિ છે તે તો મંત્રથી પ્રતિબદ્ધ છે. માટે ઝેર મારણરૂપ કાર્ય કરી શકતું નથી. તેમ પરિણામી કારણ માનવામાં ન આવે તો પદાર્થમાં પરિણમન શક્તિ હોવા છતાં પરિણામ પેદા થઈ શકે નહીં. આ રીતે પરિણામી કારણ હોય તો જ કાર્ય થાય છે.
પરિણામી કારણ ન હોય તો કાર્ય નથી જ થતું આવો જે કાર્યકારણભાવ બતાવ્યો છે તે બરાબર છે.
આ રીતે બીજાં પણ જે કારણો કુંભાર-નિર્વર્તક કારણ, દંડ-નિમિત્ત કારણ, આકાશાદિઅપેક્ષા કારણ આ બધાં કારણોની યોજના કરી લેવી. આ રીતે કરવાથી કોઈ વિરોધ આવતો નથી.
બીજાં કારણોની યોજના પણ પરિણામી કારણની જેમ કરવાની. તે ‘આ પ્રમાણે આ બધાં કારણો હોય. તો જ કાર્ય થાય.'
આ બધાં કારણો ન હોય તો કાર્ય ન જ થાય. આ રીતે કાર્ય-કારણભાવ સુવ્યવસ્થિત છે.
આ સાથે પરમાણુના લક્ષણનો વિચાર કરતાં (૧) સઘળાં કાર્યોનું અંત્ય કારણ છે, આ વિચાર સમાપ્ત થાય છે અને આપણે એટલું સમજ્યા કે સર્વ કાર્યોનું અંત્ય પરિણામી કારણ પરમાણુ છે.
હવે પરમાણુ ‘સૂક્ષ્મ' છે તે વિચારીએ છીએ.
(૨) સૂક્ષ્મ છે...
પરમાણુ સૂક્ષ્મ છે કેમ કે આપણા જેવાઓને (ચર્મચક્ષુવાળાઓને) આગમથી જાણવા યોગ્ય છે.
(૩) નિત્ય છે...