________________
અધ્યાય-૫: સૂત્ર-૨૫
૨૧૩
ક્ષણિકવાદ સિદ્ધ થયો.
કોઈનું આવું નિરૂપણ થયું એટલે ક્ષણિકવાદી બૌદ્ધ વચ્ચે જ બોલી ઊઠે છે કે આ રીતે જો કારણ વિનાશ પામે છે અને કાર્ય ઉત્પન્ન થાય છે. આવી વાત કરે છે તેનાથી તો અમારો ક્ષણિકવાદ સિદ્ધ થયો. ક્ષણિકવાદ સંગત થઈ શકતો નથી.
બુદ્ધના અસંબદ્ધ વચનથી હણાઈ ગયેલા ચિત્તવાળા હે બૌદ્ધો ! એ પક્ષમાં તમે સંગત થઈ શકતા નથી. કેમ કે તમે જે બે એકસાથે માનો છો તે જુદી રીતે અને આ પક્ષ કહે છે તે જુદી રીતે.
તમે ત્રાજવાની સાથે અભિન્ન એવી જે ત્રાજવાની દાંડી છે તેની સાથે બંધાયેલા બે ખૂણાઓ-પલ્લાઓમાં નમન અને ઉન્નમન બે એકસાથે થાય છે તેમ વિનાશ અને ઉત્પત્તિ એક કાળમાં માનો છો.
જ્યારે “કારણ નાશ પામે છે અને કાર્ય ઉત્પન્ન થાય છે. આ બંને એકીસાથે થાય છે? આવું માનનાર અન્ય પક્ષ છે. આ પક્ષમાં ત્રાજવાની મોટી દાંડીના જેવું કોઈ અભિન્ન અન્વય કારણ છે જેને લઈને નાશ અને ઉત્પત્તિ એકસાથે થઈ શકે છે.
ત્યારે તારા મતમાં મોટી ત્રાજવાની દાંડી જેવું કોઈ અભિન્ન અવયિ કારણ નથી, એવું કોઈ અન્વયિ દ્રવ્ય નથી કે જેનાથી એક વસ્તુમાં નાશ અને ઉત્પત્તિ એકસાથે થઈ શકે. માટે કારણનો નાશ અને કાર્યનો ઉત્પાદ થાય છે. આવું માનવાવાળાના પક્ષમાં તું સંગત થઈ શકતો નથી. પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણને અત્યંત ભિન્ન માનવામાં દોષ...
હવે જો તું પૂર્વક્ષણ (કારણ) અને ઉત્તરક્ષણ(કાય)ને અત્યંત ભિન્ન માનીશ તો આ સંતતિ સભાગ છે અને આ સંતતિ વિભાગ છે આ પ્રમાણેનો વ્યવહાર બની શકશે નહિ. તેથી સ્વસંતતિમાં ફળનું આધાન અર્થાત્ કાર્ય બની શકશે નહિ.
બુદ્ધની સંતાન અમારી સંતાનમાં (બુદ્ધ સિવાયના બીજાઓમાં) ફળ-કાર્ય કેવી રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ.
આ રીતે પરમાણુ અને આત્માદિરૂપ કારણના સ્વીકારમાં એકાંતવાદીઓની વિચારધારા ટકી શકતી નથી.
(૧) એકાંત નષ્ટ માને કારણને તો અસત્ થવાથી તે કાર્ય ઉત્પન્ન કરી શકે નહિ,
(૨) એકાંત અનષ્ટ માને કારણને તો જેવું છે તેવું જ રહ્યું માટે પણ કાર્ય ઉત્પન્ન થાય નહિ.
(૩) કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ સમકાળે માનવામાં પણ ઉપરના બે વિકલ્પો કાયમ રહે છે.