________________
૨૧૨
તત્ત્વાર્થ સૂત્ર
અજ્ઞાન હોય તે વક્તવ્ય બનતું નથી.
જો આ રીતે તું અવક્તવ્ય કહે તો તારી આ વાત પણ બરાબર નથી. કેમ કે આપ્ત પુરુષને અજ્ઞાન હોતું નથી. માટે અજ્ઞાનથી અવક્તવ્ય છે એમ પણ કહી શકાય તેમ નથી.
(૩) વસ્તુનો અભાવ હોવાથી અવક્તવ્ય છે..?
શું કારણનો અભાવ છે? કારણ કે વસ્તુ જ ન હોય તેનો અભાવ હોય તો તે કેવી રીતે વક્તવ્ય બની શકે ?
જો આ રીતે તું અવક્તવ્ય કહે તો પણ તારી વાત બરાબર નથી. કારણ કે વસ્તુ તો તે પ્રમાણે દેખાય છે.
આ રીતે ત્રણ પ્રકારે કારણ અવક્તવ્ય નથી તે આપણે વિચાર્યું. કોઈ પણ રીતે અવક્તવ્યતાનો પક્ષ ઊભો રહી શકતો નથી.
ઉપર મુજબ અવક્તવ્ય પક્ષ પણ ઘટી શક્તો નથી તેથી એકાંતવાદી નવા પક્ષની જ વાત કરે છે કે – કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ બંને એક કાળે થાય છે આવું સ્વીકારવું અર્થાત્ જે સમયે કારણનો નાશ થાય છે તે જ સમયે કાર્ય ઉત્પન્ન થાય છે. આમ બંને એકસાથે થાય છે.
હવે જો તું આ નવો પક્ષ સ્વીકારે તો તે પણ બરાબર નથી. કારણ કે આ પક્ષ પણ પહેલા કરેલા બે વિકલ્પો (૧) એકાંત નષ્ટ (અનિત્ય) (૨) એકાંત અનષ્ટ(નિત્ય)ને ઓળંગી શકતો નથી. આ બંને વિકલ્પો આ પક્ષમાં પણ આવી જ જાય છે. કારણ કે તું કહે છે કે કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ સમકાલે થાય છે. હવે જો કારણ નાશ નથી પામ્યું તો તે શું એકાંતે અનન્ટ છે ?
જો (૧) એકાંતે કારણ અનન્ટ છે તો તે તેવું ને તેવું રહે છે, કશો ફેરફાર થતો નથી માટે કાર્ય ઉત્પન્ન થાય જ નહિ.
હવે જો તું કહે કે (૨) કારણ વિનાશ પામે છે અને કાર્ય ઉત્પન્ન થાય છે તો તે પણ વિચારવા લાયક નથી. કેમ કે “કારણ વિનાશ પામે છે. આમાં ‘વિનશ્યતિ' આ પદ વડે વિનાશ ક્રિયાવાળી એક વસ્તુ કહેવાય છે. જે વસ્તુ સ્વાભાવિક, નશ્વર, વર્તમાનકાળની અવધિવાળી અર્થાત્ વર્તમાનકાળમાં રહેલી, સંપૂર્ણ નાશ પામેલી નહીં અર્ધનષ્ટ છે. આવું ‘વિનશ્યતિ'થી ભાન થાય છે.
આથી આ બાહ્ય પદાર્થ કિંચિત નષ્ટ છે અને કિંચિત્ અનષ્ટ છે. એટલે “વિનશ્યતિથી નખાનદ બંને ધર્મથી યુક્ત વસ્તુ કહેવાય છે. આથી “વિનશ્યતિ' આ પ્રયોગ, પ્રાપ્ત થયેલી ક્રિયાના વિસર્જનના માર્ગવાળી વસ્તુની પ્રતીતિ કરાવે છે. અર્થાત “વિનશ્યતિ' “વિનાશ પામે છે'. આ ક્રિયાપદથી નાશ ક્રિયાવાળી વસ્તુ છે. આવું ભાન થાય છે.
આથી આ બીજો વિકલ્પ પણ તારા અન્ય પક્ષમાં ટકી શકતો નથી.