________________
૨૧૦
તત્ત્વાર્થ સૂત્ર હવે આપણે આ કારિકામાં બતાવેલા પરમાણુના લક્ષણને વિસ્તારની વિચારીએ છીએ. (૧) સઘળાંય કાર્યોનું અંત્ય કારણ છે...
પૂર્વાચાર્યોએ પરમાણુનો પરિચય આપતાં લક્ષણ બતાવ્યું છે કે “અંત્ય કારણ છે. કારણ કોને કહેવાય? જે કરે તે કારણ... અર્થાત્ કરનાર અહીં કર્તરિમાં સનસ્ પ્રત્યય લગાડ્યો છે
અંત્ય એટલે છેલ્લામાં છેલ્લું. અંત્ય કારણ એટલે છેલ્લામાં છેલ્લું જ કારણ છે તે પરમાણું છે.
પુદ્ગલના જેટલા ભેદ પ્રકાર થાય છે તે બધામાં છેલ્લામાં છેલ્લો ભેદ પરમાણુ છે. અર્થાત્ પુલના ભેદ પાડતા જ જઈએ, પાડતા જ જઈએ તો છેવટનો ભેદ પરમાણુ થાય છે. એટલે સઘળાય ભેદોને છેડે રહેલો હોવાથી, છેલ્લો ભેદ હોવાથી અંત્ય કહેવાય છે.
યણુક અંધથી લઈને ઠેઠ અચિત્ત મહાત્કંધ સુધી સ્થૂલ અને સૂક્ષ્મ ભેદવાળું કાર્ય છે જેમાં, અર્થાત્ ચણક સ્કંધ વગેરે સ્થૂલ (પુદ્ગલ) અને સૂક્ષ્મ ભેદ છે જેના એવા પુદ્ગલરૂપ કાર્યથી લઈને અચિત્ત મહાત્કંધરૂપ પુદ્ગલ સુધી બધાં કાર્ય છે અને પરમાણુ આ બધાનું અંત્ય કારણ છે. અનંત પરમાણુના સ્કંધથી લઈ છેવટે ચણક સુધી બનતા સ્કંધો રૂપ જે કાર્ય થાય છે બધામાં અંત્ય કારણ પરમાણુ છે. બે પરમાણુ ભેગા થતાં કચણુક બને. ત્રણ પરમાણુ ભેગા થતા ચણુક બને ઈત્યાદિ.
આ રીતે અણુ સઘળાંય કાર્યોનું અંત્ય કારણ છે. આમ કારિકાના વારાં અત્યં પદ દ્વારા કાર્ય-કારણનો વિભાગ બતાવ્યો.
હવે આ અંત્યકારણ પરમાણુ કેવો છે? શું એકાંતે નિત્ય જ છે કે અનિત્ય જ છે? જો એકાંત સ્વીકારાય તો તો કારણ બની શકે નહિ. તે કેવી રીતે એ વાત વિકલ્પો દ્વારા સમજી લઈએ.
કાર્યકારણનો વિભાગ આ રીતે છેયણુક આદિ મૂર્ત વસ્તુનું કારણ પરમાણુઓ છે અને અમૂર્ત જ્ઞાનાદિનું કારણ આત્મા છે. પરમાણુ અને આત્મા આ બંને કારણે સર્વથા નષ્ટ માનવામાં ન આવે તો જ કારણ બની
જો સર્વથા પરમાણુ અને આત્મા આદિને નષ્ટ માનવામાં આવે તો એ બંને અસતુ થઈ જશે. અસત્ એ કોઈનું કારણ ન બને. દા. ત. વ્યોમપુષ્પ. આકાશકુસુમ અસત્ હોવાથી જેમ કોઈનું જનક બનતું નથી તેમ પરમાણુ, આત્માદિ પણ સર્વથા નષ્ટ મનાય તો અસત્ થશે ને, અસત્ થશે તેથી કોઈના કારણ નહીં બને.
આમ એકાંતે નષ્ટ (અનિત્ય) કારણ મનાય તો દોષ આવે છે અને એ કારણ, કારણ બની શકતું નથી.
હવે જો આ કારણ એકાંતે (સર્વથા) અનષ્ટ (નિત્ય) માનવામાં આવે તો જેવી પૂર્વ