________________
અધ્યાય-૫: સૂત્ર-૨૫
૨૦૯ એટલે પૂર્વ સૂત્રમાં આપણે જે કહી ગયા કે સ્પર્ધાદિ અને શબ્દાદિ પરિણામને ભજનારાં (પ્રાપ્ત કરનારાં) પુદ્ગલો છે. તે સંક્ષેપથી બે પ્રકારનાં હોય છે. આ બે પ્રકાર બતાવવા માટે ભાષ્યમાં “તથા'.... કહ્યું છે તે આ પ્રમાણે–
સાવઃ ન્યાશ ક-૨, I
સૂત્રાર્થ - પુદ્ગલોના બે પ્રકાર છે : (૧) અણુ, (૨) સ્કન્ધ (ક્યણુક આદિ)
ટીકા :- ક્રમથી આવતા પુદ્ગલના પહેલા પ્રકાર “અણુ'ની વિચારણા કરતાં પહેલાં અણુ' શબ્દની વ્યુત્પત્તિ બતાવાય છે “ગષ્યન્ત તિ મળવ:' આપણા બધાની ઇન્દ્રિયોના વિષયને જે ઓળંગી ગયેલા છે, આપણી ઇન્દ્રિયોથી જે ગમ્ય નથી પણ કેવલ “અણુ” એ પ્રમાણેના શબ્દથી જ જ્ઞાન કરાય છે કેમ કે તે સૂક્ષ્મ છે. અર્થાત્ સૂક્ષ્મ હોવાથી માત્ર શબ્દથી જ જેવું જ્ઞાન થાય છે, ઇન્દ્રિયોનો વિષય નથી તે અણુ છે.
ચણકાદિથી લઈને આગળ અનંતાણુક સ્કંધો એ સ્થૂલ છે. તેથી તેઓમાં પ્રાયગ્રહણઆદાન આદિનો વ્યાપાર સમર્થ બને છે. અર્થાત્ પુદ્ગલનો બીજો પ્રકાર જે સ્કન્ધો છે તે સ્કૂલ હોવાથી લેવા અને આપવાની પ્રવૃત્તિમાં સમર્થ બને છે અને આવા ગ્રહણ, આદાનમાં સમર્થ પુદ્ગલો પ્રાયઃ સ્કંધ કહેવાય છે.
સૂત્રમાં શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી આવો અર્થ થાય કે બધાં પુદ્ગલો જ બે પ્રકારનાં છે - (૧) પરમાણુઓ (૨) સ્કંધો.
તેમાં પરમાણુનું લક્ષણ પૂર્વાચાર્યોએ જ બતાવ્યું છે તે પ્રમાણ બતાવવા માટે હવે ભાષ્યકાર મ. ૩ ૨ કહીને કારિકા લખે છે.
ભાષ્ય - કહ્યું છે...
“આ પરમાણુ બધાં કાર્યોનું અંત્ય કારણ છે, સૂક્ષ્મ છે, (દ્રવ્યની અપેક્ષાએ) નિત્ય છે, જેમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ હોય છે, કાર્ય જેનું લિંગ છે અર્થાત કાર્યથી (યણકાદિ સ્કંધરૂપ જે કાર્ય છે તેનાથી) પરમાણુનું અનુમાન કરી શકાય છે.”
૧. પ્રાયઃ શબ્દ એટલા માટે છે કે એના કેટલાયે સ્કંધો છે જે સૂક્ષ્મ છે એટલે આદાન આદિ વ્યવહારમાં
આવતા નથી. ૨. સૂક: સર્વતપુરતીન્દ્રિયઃ | 3. स चैकरसस्तिक्तरसाद्यपेक्षया एकगन्धः सुरभिगन्धाद्यपेक्षया एकवर्णः कृष्णादिवर्णापेक्षया द्विस्पर्शः शीत
कठिनताद्यविरुद्धस्पर्शापेक्षया... अन्ये तु करणमेवेति पठन्ति, तत्त्वसाम्प्रपतिकमिति गुरवः, भेदस्य कार्यतयाऽपि तदन्यत्वावधारणानुपपत्तेः, पाठेऽपि कारणं अन्त्यमेवेति केचिद् व्याचक्षते, एतदपि यत्किचिद, भेदस्य कार्यस्यापि तदन्यत्वादिति,....हारिभ० तत्त्वा० पृ० २३२.