________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૪
૨૦૭ તેને સમજાવવા માટે આ પ્રમાણે દષ્ટાંત છે—જેમ કઠણ પથ્થરમાંથી પાણી ઝરે છે તેવી રીતે દર્પણમાંથી પ્રતિબિંબનાં પુદ્ગલો બહાર નીકળે છે.
જેમ લોખંડના ગોળામાં અગ્નિનાં પુદ્ગલો પ્રવેશે છે તેમ મુખાદિમાંથી નીકળેલાં પુદ્ગલો કઠિન અરીસામાં પણ પ્રવેશ કરે છે.
તથા શરીરમાંથી જેમ પરસેવો બહાર નીકળે છે તેમ પુદ્ગલો દર્પણમાંથી બહાર નીકળે છે.
આ રીતે દર્પણતલ કઠિન હોવા છતાં પુદ્ગલો નીકળી શકે છે અને પ્રવેશી શકે છે.
પ્રતિબિંબોદય નિર્મળ પદાર્થમાં, દર્પણમાં કે બીજે ઠેકાણે થઈ શકે છે અર્થાત્ સ્વચ્છ પદાર્થમાં, દર્પણમાં કે એવા કોઈ સ્થળે પ્રતિબિંબ પડી શકે છે એમ સમજવું.
અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત પુદ્ગલના પરિણામવિશેષ છે. હવે ભાષ્યની બીજી પંક્તિ સર્વ પર્વે તે ઈત્યાદિ દ્વારા પૂ. ભાષ્યકાર મ. બંને સૂત્રમાં બતાવેલા (સૂ. ૨૩, ૨૪) અર્થનું નિગમન કરે છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ વગેરે પુદ્ગલોમાં જ થાય છે માટે પુદ્ગલો સ્પર્શદિવાળાં છે.
પરસધવવન્તઃ'માં રહેલો તુન્ પ્રત્યય નિત્ય સંબંધ માટે કરેલો પુદ્ગલ પરિણામ વિશેષને પ્રગટ કરનાર છે. અર્થાત્ “સ્પર્ધાદિ શબ્દાદિ પરિણામ જેમનો સ્વભાવ છે.”
અથવા સ્પર્શાદિ, શબ્દાદિ પરિણામ જેમાં છે તે સ્પર્શદિવાળા કહેવાય. આનાથી અનન્યત્વ બતાવ્યું અને પૂર્વના પરિણામની અપેક્ષાએ અન્યત્વ બતાવ્યું.
સ્પર્ધાદિ પરિણામ જેમાં પેદા થાય છે. આ અપેક્ષાએ સ્પર્શાદિ પુદ્ગલથી અન્ય છે અને “સ્પર્શદિવાળાં પુદગલો છે'. આનાથી સ્પર્ધાદિ અને પુગલનું અનન્યપણું બતાવ્યું છે. એટલે કે સ્પર્શાદિ, શબ્દાદિ પરિણામો પુદ્ગલથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે.
ભાષ્ય :- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સ્પર્ધાદિ અને શબ્દાદિનું સૂત્ર જુદું કેમ કર્યું ? તેનો જવાબ અપાય છે કે–
સ્પર્ધાદિ પરમાણુઓમાં અને સ્કંધોમાં પરિણામથી જ થનારા હોય છે, અને શબ્દાદિ સ્કંધોમાં જ થાય છે અને અનેક નિમિત્તવાળા છે. બંનેમાં આટલો તફાવત છે માટે જુદું સૂત્ર બનાવ્યું છે.
ટીકા :- અહીં પ્રશ્નકારે શા માટે પ્રશ્ન કર્યો તેનો આશય સમજીએ. જુદાં જુદાં સૂત્રોની રચના કરવી એ ગૌરવ છે. એકયોગ એટલે એક સૂત્ર રચનાથી કામ થતું હોય તો પૃથફ યોગ–
૧. અન્યયોગવ્યવચ્છેદનું ફળ આ છે - તેના વડે શબ્દાદિ સર્વ સ્કંધના વિષય નથી. તત્ત્વામુદ્રિત ટિકા
पृ० ३६१