________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૪
૨૦૫
આ રીતે જળ પ્રકાશનો વિરોધી પણ
અને નવાં આવતાં પુદ્ગલોનો અવિરોધી પણ છે. માટે તમારી જે શંકા હતી કે વરસતા વરસાદમાં પણ ટોડલાના દીપકનો પ્રકાશ બહાર જાય છે માટે જળ વિરોધક નથી તેનું સમાધાન થઈ જાય છે. અને જળની જેમ અંધકારમાં પણ ‘પ્રકાશનો વિરોધી હોવાથી' આ હેતુ રહી જાય છે તેથી તે અંધકાર દ્રવ્યત્વ નથી તે સિદ્ધ કરી શકતો નથી.૧
વળી સ્યાદ્વાદીઓને તો કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની સાથે વિરોધી બને છે. દા. ત. દહીં તેલ આદિની સાથે વિરોધી છે પણ ગોળ સાથે વિરોધી નથી. પરંતુ તેલ દહીંની સાથે વિરોધી છે જ. પણ એ બંનેનો વિરોધ તેની દ્રવ્યતાનો નાશ કરવા સમર્થ નથી. આમ વિરોધ હોવા માત્રથી દ્રવ્ય નથી તેમ ન કહી શકાય.
આથી પરિણામના ક્રમવિશેષથી પુદ્ગલો તેવા પ્રકારના પરિણામને છોડીને બીજા પરિણામથી રહે છે. આ કથનથી પૃથ્વી આદિ પરમાણુની જાતિ એટલે કે આ પૃથ્વી પરમાણુ છે, આ જલ પરમાણુ છે, આ તેજ પરમાણુ છે, આ વાયુ પરમાણુ છે. આવી જે બીજાઓની માન્યતા છે તે અસિદ્ધ છે એમ સમજાય છે, કેમ કે પરમાણુઓ પૃથ્વીરૂપે, પાણીરૂપે, તેજરૂપે, વાયુરૂપે પરિણામ પામે છે. માટે આ પાર્થિવ પરમાણુ, આ જલીય, પરમાણુ, આ તૈજસ પરમાણુ, આવા વાણ્વીય પરમાણુ આદિ જે નિયમ છે તે અસિદ્ધ છે.
બધા પરમાણુઓ સ્પર્શવાળા હોવાથી રૂપાદિવાળા છે. અર્થાત્ દરેક પરમાણુઓ સ્પર્શવાળા જ હોય અને તે સ્પર્શવાળા છે તે રૂપાદિવાળા પણ છે જ.
આ કથન દ્વારા જ તમે જે અંધકાર દ્રવ્ય નથી તે સિદ્ધ કરતા ચોથો હેતુ ‘પરમાણુઅકૃતત્વ હોવાથી' તે પણ અસિદ્ધ સિદ્ધ થાય છે.
અંધકાર પણ તેવા પ્રકારનો પુદ્ગલનો પરિણામ છે. તે પણ પરમાણુથી જ થયેલો છે. આ રીતે અંધકાર એ દ્રવ્ય નથી તે સિદ્ધ કરતા તમારા આપેલા ચારે હેતુ અસિદ્ધ છે. વળી તમે ‘અંધકારનો કોઈ આધાર ઉપલબ્ધ થતો નથી'. આ હેતુ દ્વારા અંધકાર એ ગુણ નથી. અંધકાર એ કર્મક્રિયા નથી આવું સિદ્ધ કરેલ તે પણ અસિદ્ધ છે.
કારણ કે ગુણ અને ક્રિયા એ દ્રવ્યનો પરિણામ માત્ર છે. તેવી રીતે અંધકાર પણ પુદ્ગલનો પરિણામ છે અને પરિણામનો આધાર દ્રવ્ય જ હોય છે. અંધકારરૂપ પરિણામનો આધાર પુદ્ગલ દ્રવ્ય જ છે. માટે આધારની અનુપલબ્ધિ હોવાથી' તમારો આ હેતુ પણ અસિદ્ધ છે.
આથી સિદ્ધ થાય છે કે અંધકાર એ પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે (એટલે કે પુદ્ગલ દ્રવ્ય છે.) અને અંધકારને પુદ્ગલ દ્રવ્યનો પરિણામ સિદ્ધ કરવાથી ‘છાયા આદિ પણ પુદ્ગલનો
૧. પ્રદીપનાં કિરણોનો પુષ્કરાવર્તના મેઘની ધારાથી પણ નાશ થતો નથી. સર્વથા જળ અને અનલનો વિરોધ છે એમ કહેવું ઉત્પત્તિસ્થાનમાં જ વિરોધ છે. તત્ત્વા॰ મુદ્રિત ટિપ્પળ પૃ૦ ૩૬૨
छायाऽपि द्रव्यम्, क्रियावत्त्वात्, घटवत्, तत्त्व० तृतीयकिरणे पृ० ५३.
૨.