________________
૨૦૮
તત્ત્વાર્થ સૂત્ર જુદાં સૂત્રોની રચનામાં તે એક યોગ પ્રતિબંધક બને છે. આમ જુદું સૂત્ર બનાવવામાં ગૌરવ આવે છે અને એકયોગ પ્રતિબંધક છે. માટે એક સૂત્રની રચનાથી ઇષ્ટ અર્થની સિદ્ધિ થઈ જાય છે. છતાં બીજું જુદું સૂત્ર બનાવ્યું માટે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે.
જ્યારે પૂ. આચાર્ય મ(ભાષ્યકાર) વિવક્ષિત અર્થનો બોધ નથી થતો માટે એક સૂત્રથી સ્પર્ધાદિ અને શબ્દાદિનો સંગ્રહ થઈ શકતો નથી, આથી એકયોગના અર્થાત્ “એક સૂત્ર બનાવ્યું હોત તો ? આ પ્રશ્નને હટાવવા માટે જવાબ આપે છે કે –
પૂર્વ સૂત્રમાં કહેલા સ્પર્ધાદિ, પરમાણુઓ તથા ચણકાદિ સ્કંધોમાં અનેક પ્રકારના પરિણામની ઉત્પત્તિથી પ્રગટ થાય છે. જ્યારે શબ્દાદિ તો સ્કંધોમાં જ થાય છે. પરમાણુઓમાં થતા નથી. આમ સ્પર્શાદિ પરમાણુથી લઈને પુદ્ગલ માત્રામાં હોય છે જ્યારે શબ્દાદિ સ્કંધોમાં જ હોય છે. આટલો તફાવત છે તે જણાવવા માટે બે સૂત્રોની રચના જુદી છે.
શંકા - પૂ. ભાષ્યકાર મા જ્યારે શબ્દની ઉત્પત્તિનો પરમાણુમાં નિષેધ કર્યો તો ચણકાદિ સ્કંધોમાં શબ્દાદિની ઉત્પત્તિનો નિષેધ પ્રાપ્ત થતો નથી.
વળી વ કારથી તો “સ્કંધોમાં જ થાય એવો નિયમ થાય છે. તો શું યણુકાદિ સ્કંધમાં શબ્દની ઉત્પત્તિ થાય ? જો પરમાણુમાં શબ્દાદિ ન સંભવે તો કચણુકમાં પણ કેવી રીતે થાય ? આવી સહજ શંકા થાય છે.
આ શંકાનું નિવારણ કરવા માટે પૂ. ભાષ્યકાર મ ર શબ્દથી વિકલ્પ કરે છે અને શબ્દાદિ અનેક નિમિત્તવાળા છે' અર્થાત્ શબ્દાદિ સ્કંધોમાં જ થાય છે અને તે અનેક નિમિત્તવાળા છે. અહીં અનેક નિમિત્ત એટલે અનેક–અનંત પરમાણુઓના સ્કંધથી થાય છે. અનંત પરમાણુઓના બનેલા સ્કંધમાં શબ્દાદિ ઉત્પન્ન થાય છે પરંતુ તેથી ઓછા પરમાણુઓના બનેલા સ્કંધમાં ઉત્પન્ન થતા નથી માટે શબ્દાદિ અનંત પરમાણુવાળા સ્કંધનો વિષય છે પણ કયણુક આદિનો વિષય નથી. આથી કયણકાદિમાં પણ શબ્દાદિ સંભવે નહિ.
આ રીતે બીજું પણ જોડવા યોગ્ય લાગતું હોય, સંભવતું હોય તે જોડી દેવું જોઈએ.
આ રીતે બંનેમાં તફાવત છે તેથી જુદું સૂત્ર કરવામાં આવે તો જ વિવક્ષિત અર્થની પુષ્ટિ થાય પણ એક સૂત્ર કરવામાં આવે તો ન થાય. માટે પર્ણસાધવfવન્તઃ પુદ્રતા અને શબ્દ.આદિ બે સૂત્ર જુદાં બનાવ્યાં છે.
નવીન સૂત્રની સાથે પૂર્વ સૂત્રનો સંબંધ કરતાં પૂ. ભાષ્યકાર મા ફરમાવે છે કે– ભાષ્ય :- તે આ પુદ્ગલો સંક્ષેપથી બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે
ટીકા - આ ભાષ્ય સંબંધને બતાવનાર છે. પરમાણુથી લઈને સ્કંધ સુધી બધી પુદ્ગલની જાતિ જ છે. તેમાં નિરવયવ, સાવયવ ભેદથી અનંત પ્રકારનાં પુદગલો હોવા છતાં (આવી રીતે પૂર્વ સૂત્ર સાથે સંબંધ કરીને) બે પ્રકારનાં પુદ્ગલો જાણવા આવો ભાષ્યકાર મનો અભિપ્રાય છે.
१. अनेकनिमित्ताश्च शब्दादयः संघातभेदादिभ्यो भावादित्यतः पृथक्करणं सूत्रयोरिति । हारिभ० तत्त्वा० पृ० २३१.