________________
૨૦૩
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૪ અંધકાર એ કર્મ નથી..
જો અંધકાર એ કર્મ હોય તો તેના આશ્રયની ઉપલબ્ધિ થવી જોઈએ ! કેમ કે કર્મનો કોઈ ને કોઈ આશ્રય હોય છે. જ્યારે અંધકારનો આશ્રય નથી. અંધકારના આશ્રયની અનુપલબ્ધિ છે.
વળી અંધકાર કર્મ હોય તો સંયોગ, વિભાગ અને સંસ્કારનો હેતુ બનવો જોઈએ ! અંધકાર સંયોગમાં, વિભાગમાં કે સંસ્કારમાં કારણ બનતો નથી માટે અંધકાર એ કર્મ-ક્રિયા નથી.
આમ (૧) આશ્રયની અનુપલબ્ધિ હોવાથી (૨) સંયોગ, વિભાગ અને સંસ્કારનો કારણ નહીં બનતો હોવાથી અંધકાર કર્મ(ક્રિયા) નથી. અંધકારમાં કર્મનું વૈધર્મે છે તે સિદ્ધ થાય છે.
આમ અંધકાર દ્રવ્ય નથી, ગુણ નથી, કર્મ નથી એટલે અંધકારમાં દ્રવ્ય, ગુણ, કર્મનું વૈધર્મે છે માટે એ સિદ્ધ થાય છે કે તેજનો જ્યાં અભાવ છે ત્યાં અંધકાર છે. તથા તેજનો દ્રવ્યાન્તરના આવરણથી અંધકાર થાય છે. અર્થાત્ જયાં તેજનો અભાવ છે અથવા અન્ય દ્રવ્યથી તેજનું ઢંકાઈ જવું તે અંધકાર છે. એટલે અંધકાર એ અભાવ પદાર્થ છે.
આ પ્રમાણે વાદીએ પોતાના પૂર્વપક્ષનું સ્થાપન કર્યું. હવે આપણે તેનો ઉત્તર આપીએ છીએ.
ઉત્તરપક્ષ :- દીવાલ આદિની જેમ વ્યવધાન ક્રિયાનું સામર્થ્ય હોવાથી અંધકાર એ પુદ્ગલનો પરિણામ છે.
વળી અંધકાર દ્રવ્ય નથી એની સિદ્ધિ માટે તમે આપેલા અમૂર્તત્વ, અસ્પર્શત્વ, પરમાણ્વકૃતત્વ આ હેતુઓ અસિદ્ધ છે. કેમ કે અંધકારમાં મૂર્તિત્વ છે, સ્પર્શવત્ત્વ છે અને પરમાણુક્તત્વ છે. વાદીનો પ્રતિપ્રશ્ન....
પ્રશ્ન - જો મૂર્તવાદિ છે તો અમને અંધકારમાં સ્પર્ધાદિ દેખાતા કેમ નથી ? પ્રતિપ્રશ્નનો પ્રત્યુત્તર.
ઉત્તર :- અંધકારમાં મૂર્તિવાદિ હોવા છતાં આપણને સ્પર્શીદિ દેખાતા નથી કારણ કે અંધકારનો પરિણામ જ તેવા પ્રકારનો છે. આથી અંધકારમાં સ્પર્ધાદિ છે તો પણ આપણા લક્ષ્યમાં આવતા નથી.
દા. ત. જેમ બારીમાં દેખાય એવા રેણુઓ છે. સૂર્યનાં કિરણોને લીધે બારીમાં રહેલા ઝીણા ઝીણા રજકણો આપણને દેખાય છે પણ તેમનો સ્પર્શ માલૂમ પડતો નથી. એવી રીતે અંધકારમાં મૂર્તિત્વ હોવા છતાં સ્પર્ધાદિ માલૂમ પડતા નથી.
આ રીતે તમે અમૂર્તિત્વ અને અસ્પર્શત્વ હેતુ આપ્યા છે તે અસિદ્ધ છે. અંધકાર મૂર્ત છે અને તેથી સ્પર્શદિવાળો છે. માટે દ્રવ્ય છે.
૧. વૈશેષિકો સંયોગ અને વિભાગ એ દ્રવ્યના ગુણ માને છે. એ ત્યારે જ બને કે બે દ્રવ્યોમાં અથવા
બેમાંથી કોઈ એકમાં ક્રિયા થાય માટે કહે છે કે અંધકાર એ સંયોગ-વિભાગનું કારણ બનતો નથી.