________________
૨૦૨
તત્ત્વાર્થ સૂત્ર નથી અર્થાત્ અનુષ્કાશીત છે. આ બધો પુદ્ગલનો પરિણામ છે.
આથી અંધકાર અને છાયા આદિ મૂર્ત દ્રવ્યનો વિકાર છે. આપણે અંધકાર એ પુદ્ગલ દ્રવ્ય છે આ પ્રમાણે નિરૂપણ કર્યું પણ વૈશેષિકો તેને અભાવરૂપે સ્વીકારે છે. “અંધકાર એ પુદ્ગલ દ્રવ્ય નથી પણ અભાવરૂપ છે.” આવું નિરૂપણ કરે છે તે માટે અંધકારમાં દ્રવ્ય, ગુણ અને કર્મરૂપ કાર્યનું વૈધર્મ બતાવી અંધકાર અભાવરૂપ છે તે સિદ્ધ કરે છે. અંધકાર અભાવરૂપ છે.
પૂર્વપક્ષ :- અંધકાર એ ભાવનો અભાવ છે–પદાર્થનો અભાવ છે. કેમ કે દ્રવ્ય, ગુણ અને કર્મની નિષ્પત્તિનું તેમાં વૈધર્મ છે. અર્થાત્ દ્રવ્યની ઉત્પત્તિ, ગુણની ઉત્પત્તિ અને કર્મની ઉત્પત્તિના જેવી અંધકારની ઉત્પત્તિ નથી. અંધકારરૂપ કાર્ય એ ઘટાદિ દ્રવ્યના જેવું કાર્ય નથી, રૂપાદિ ગુણ જેવું નથી અને ક્રિયા જેવું નથી. તેથી દ્રવ્ય, ગુણ અને કર્મરૂપ કાર્યથી અંધકારરૂપ કાર્ય જુદા પ્રકારનું છે. આ પ્રમાણે અંધકારમાં દ્રવ્ય, ગુણ અને કર્મરૂપ કાર્યનું સાધર્મ નથી અર્થાત અંધકારમાં દ્રવ્ય, ગુણ અને કર્મનું વૈધર્મે છે માટે અંધકાર એ ભાવ નથી પણ અભાવ છે. અંધકાર દ્રવ્ય નથી..
જો અંધકાર દ્રવ્ય હોય તો અનિત્ય હોવાથી ઘટાદિની જેમ ઉત્પત્તિ થવી જોઈએ ! પરંતુ દ્રવ્યની જેમ એની ઉત્પત્તિ નથી કેમ કે અંધકાર એ અમૂર્ત છે, સ્પર્શ રહિત છે, પ્રકાશનો વિરોધી છે, પરમાણુઓથી બનેલ નથી.
આમ (૧) અમૂર્ત હોવાથી, (૨) સ્પર્શરહિત હોવાથી, (૩) પ્રકાશનો વિરોધી હોવાથી, (૪) પરમાણુઓથી નહિ બનેલ હોવાથી આ ચાર હેતુ દ્વારા સિદ્ધ થાય છે. અંધકાર એ દ્રવ્ય નથી, અંધકારરૂપ કાર્યમાં દ્રવ્યરૂપ કાર્યનું વૈધર્મ છે. અંધકાર ગુણ નથી..
જો અંધકાર એ ગુણ હોય તો તેનો કોઈ આધાર હોવો જોઈએ ! કેમ કે ગુણનો કોઈ ને કોઈ આધાર હોય છે. જયારે અંધકારના આધારની ઉપલબ્ધિ નથી.
આમ (૧) આધારની અનુપલબ્ધિ હોવાથી તથા અંધકાર પ્રકાશનો વિરોધી છે. પ્રકાશ એ દ્રવ્ય છે અને દ્રવ્યનો વિરોધી ગુણ હોઈ શકતો નથી. આથી (૨) પ્રકાશનો વિરોધી હોવાથી અંધકાર એ ગુણ નથી, અંધકારમાં ગુણનું વૈધર્મે છે એ સિદ્ધ થાય છે.
૧. ઉદ્યોતનો સ્પર્શ ઉષ્ણ નથી તેમ શીત નથી પણ અનુષ્કાશીત છે. આવા સ્પર્શવાળો ઉદ્યોત આવ્હાદક
છે અને પ્રકાશક છે એ વાત ઉપમા આપીને સમજાવી છે. અર્થાતુ ઉદ્યોત એ પાણી જેવો આલ્હાદક છે અને અગ્નિ જેવો પ્રકાશક છે છતાં પાણી જેવો ઠંડો નથી અને અગ્નિ જેવો ઉષ્ણ નથી, પણ
અનુષ્માશીત છે. २. ...प्रभा च सूर्याचन्द्रमसोस्तेजस्विपुद्गलानाञ्च प्रकाशरश्मिभ्यो निर्यदुपप्रकाशः सोऽपि विरलप्रकाशरूपत्वात्
पुद्गलपरिणाम एव । तत्त्वन्यायविभाकरे तृतीयकिरणे प० ५३.