________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪
(૫) અનુતટ :
છોલવાથી જે જુદું પડે તે, છોતરા ઊખડે તે અનુતટ ભેદ કહેવાય છે. દા. ત. વાંસની ચીપ ઉતારવી, શેરડીની છાલ ઉખાડવી અનુતટ ભેદ છે.
૨૦૧
ભાષ્યમાં જે રૂતિ શબ્દ છે તે ભેદની ઇયત્તા બતાવવા માટે છે. એટલે ભેદના આટલા જ—પાંચ જ પ્રકાર છે. આવો અર્થ થાય છે. હવે ક્રમથી આવતા પુદ્ગલના પરિણામ અંધકાર, છાયા, આતપ, અને ઉદ્યોતનો વિચાર શરૂ કરાય છે.
(૭) તમ (૮) છાયા (૯) આતપ (૧૦) ઉદ્યોત.
ભાષ્ય :- અંધકાર, છાયા, તડકો અને ઉદ્યોત પરિણામથી થનારા છે. અર્થાત્ પુદ્ગલના પરિણામ છે. આ બધા જ સ્પર્શાદિ બધાં પુદ્ગલોમાં જ હોય છે માટે પુદ્ગલો સ્પર્શોદિવાળાં છે. શેષ પરિણામો એક જ ભાષ્યથી બતાવવાનું કારણ...
અંધકાર આદિ ચારેનો વિચાર સમાન હોવાથી એક જ પ્રઘટ્ટ એટલે એક જ ભાષ્યરચનાથી નિર્દેશ કર્યો છે. અંધકાર આદિ આ ચારે પુદ્ગલ દ્રવ્યના પરિણામથી થનારા છે. અર્થાત્ આ બધા પૌદ્ગલિક છે. આવું ભાષ્યકાર મ૰ પ્રતિપાદન કરે છે.
(૭) અંધકાર ઃ
અંધકાર એ પદ્ગલનો પરિણામ છે. કેમ કે દીવાલની જેમ જોવામાં અવરોધ કરે છે, દૃષ્ટિને રોકે છે, વસ્ત્રની જેમ દૃષ્ટિને ઢાંકી દે છે. જોવામાં આડું આવે છે તેમ અંધકાર પણ દૃષ્ટિને અવરોધક અને આવારક છે. આથી પુદ્ગલનો પરિણામ છે.
(૮) છાયા :
પાણી અને વાયુની જેમ શીતલ હોવાથી અને વૃદ્ધિ પામતી હોવાથી છાયા એ પુદ્ગલનો પરિણામ છે. (મંદ વાયુ વૃદ્ધિ પામતા મહાવાયુ બની છાપરાના છાપરા ઉડાડી દે છે. વાયુ જેમ અલ્પ અને મહા બને છે. તેમ છાયા પણ નાની, મોટી બને છે તેથી વાયુની જેમ વૃદ્ધિ પામતી ક્યું છે.).
(૯) આતપ :
અગ્નિની જેમ તડકો પણ તપાવે છે, પરસેવાનું કારણ છે અને ઉષ્ણ છે માટે આતપ પણ પુદ્ગલનો પરિણામ છે.
(૧૦) ઉદ્યોત :
પાણીની જેમ આહ્લાદક હોવાથી અને અગ્નિની જેમ પ્રકાશક હોવાથી ચંદ્રનાં કિરણો આદિ પુદ્ગલનો પરિણામ છે, તથા પદ્મરાગમણિ આદિનો ઉદ્યોત ઉષ્ણ પણ નથી, શીત પણ
चशब्दात् वृष्टिदीपोद्योताविरोधादिपरिणामपरिग्रहः.... हारिभ० तत्त्वा० पृ० २३१.
K.