________________
૨૦૦
તત્ત્વાર્થ સૂત્ર અનિત્ય :
વૃત્ત આદિ જે પ્રકારો બતાવ્યા તે પ્રકારથી જેનું નિરૂપણ થઈ શકે નહીં તે અનિત્થ (અનિયત આકારવાળું) સંસ્થાન કહેવાય છે. “અનિત્થ'નો જે ભાવ તે અનિયંત્વ.
આ અનિત્યં સુધી સંસ્થાન(આકાર)ને અનેક પ્રકાર છે.
હવે ક્રમથી પ્રાપ્ત થતા પુદ્ગલના પરિણામભેદના પ્રકાર વિચારાય છે. (૬) ભેદ -
ભાષ્ય :- ભેદના પાંચ પ્રકાર છે : (૧) ઔત્કારિક (૨) ચૌર્ણિક, (૩) ખ૭, (૪). પ્રતર, (૫) અનુતટ,
ટીકા - એકત્વરૂપ દ્રવ્યના પરિણામને જુદો પાડવો તે ભેદ કહેવાય છે, અર્થાત્ એકને અનેક કરવું તે ભેદ કહેવાય.
આ ભેદ, પુદ્ગલનો પરિણામ છે. કેમ કે જે વસ્તુ ભૂદાઈ રહી છે. તે વસ્તુનો વિષય છે. અર્થાતુ વસ્તુનો ભેદ થાય છે માટે તે ભેદ, વસ્તુનો પરિણામ છે. વસ્તુ ન હોય તો ભેદ કોનો ? વસ્તુ હોય તો જ તેનો ભેદ થાય. માટે બે ભિન્ન વસ્તુ છે તે જ ભેદ છે. એટલે ભેદતી વસ્તુનો વિષય હોવાથી ભેદ એ પુદ્ગલનો પરિણામ છે તે સિદ્ધ થાય છે. (ભેદ એ અભાવરૂપ નથી.)
આ ભેદના પાંચ પ્રકાર છે. તેમાં (૧) ઔત્કારિક :
છોલાઈ રહેલ લાકડું, પાલી, ભેરી અને બુન્દાદિના ઘર્ષણ આદિના વિષયરૂપ ઔત્કારિક ભેદ છે. અર્થાત્ ઘસારાથી જે છૂટા પડે દા. ત. ચંદન ઘસવાથી તેના ઘસારા જુદા પડે તે અથવા લાકડા આદિને ફાડવા, વહેરવા, પથ્થર ચીરવા વગેરે ઔત્કારિક ભેદ કહેવાય. (૨) ચૌર્ણિક :
અવયવ સુધી ચૂરવાથી અર્થાત્ દાણે દાણાને ચૂરવાથી જે ભૂકો થાય તે ચૌર્ણિક ભેદ કહેવાય છે. દા. ત. આટો ચૂર્ણ થાય તે, દળવાથી જેનું ચૂર્ણ થાય તે, મુઠ્ઠીમાં રહેલા લોટની જેમ ચૂર્ણ થાય તે ચૌર્ણિક ભેદ કહેવાય છે. (૩) ખંડ :
ખંડ ખંડ કરીને નાશ કરવો અર્થાત્ મોટા મોટા કટકા થવા, ઘડા, આદિને ફોડવાથી થાય તે ખંડ કહેવાય છે. દા. ત. નાંખેલા માટીનો પિંડ જેમ ટુકડેટુકડા થઈ જાય છે તેમ ટુકડેટુકડા થવા તે ખંડભેદ છે. (૪) પ્રતર :
અબરખ અને ભોજપત્ર આદિના પડને છૂટા પાડવાથી જે ભેદ થાય તે પ્રતર ભેદ છે. આ રીતે ઘણા પ્રકારના પડવાળી વસ્તુના પડ પડ છૂટા કરવા તે પ્રતરભેદ કહેવાય છે.