________________
૧૯૮
ઓજ-અયુગ્મ પ્રતર' ચતુરસ ઃ
આ સંસ્થાન જઘન્યથી નવ પ્રદેશોથી બનેલું આકાશના નવ પ્રદેશોને રોકીને રહે છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલ હોય છે.
ઓજ-અયુગ્મ ઘન ચતુરસ :
ઓજ પ્રતર ચતુરસ્રમાં ઉપર અને નીચે નવ નવ પ્રદેશના-પ્રક્ષેપથી આ સંસ્થાન ૨૭ પ્રદેશોથી બનેલું હોય છે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ હોય છે.
હવે અજીવેગ્રહણ કરેલ આકૃતિ (૪) આયતનો વિચાર કરાય છે.
(૪) આયત ઃ- આયત એટલે લંબચોરસ.
આયતના બે પ્રકાર છે : (૧) યુગ્મ આયત, (૨) અયુગ્મ આયત. યુગ્મ આયતના બે ભેદ છે. (૧) યુગ્મ શ્રેણી આયત, (૨) યુગ્મ પ્રતર આયત. અયુગ્મ આયતના બે પ્રકાર છે : (૧) અયુગ્મ શ્રેણી આયત, (૩) અયુગ્મ પ્રતર આયત.
યુગ્મ શ્રેણી આયત :
૫.
જઘન્યથી બે પ્રદેશથી અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ હોય છે.
તત્ત્વાર્થ સૂત્ર
યુગ્મ પ્રતર૪ આયત :
જઘન્યથી છ અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ સંસ્થાન હોય છે. આ જ જેવી રીતે રચિત છે તેમાં ઉપર છ પ્રદેશના પ્રક્ષેપથી જઘન્યથી બાર પ્રદેશવાળું યુગ્મઘનાયત થાય છે અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું થાય છે.
૨.
૩.
૪.