________________
૧૯૬
તત્ત્વાર્થ સૂત્ર નીચે ચાર ચાર પરમાણુઓનો પ્રક્ષેપ કરવાથી, અર્થાત્ ૧૨+૧૨+૮=૩૨ પ્રદેશ(પરમાણુ)થી બનેલું આ ઘનયુગ્મવૃત્ત હોય છે.
અયુગ્મના પણ બે ભેદ છે : (૧) પ્રતર અયુગ્મ (૨) ઘન અયુગ્મ. (૧) વિષમ-અયુગ્મ પ્રતરવૃત્ત :
આ સંસ્થાન જઘન્યથી પાંચ પરમાણુઓથી બનેલું હોય છે અને તે આકાશના પાંચ પ્રદેશોને રોકીને રહેલું હોય છે. (૨) વિષમ-અયુગ્મ ઘનવૃત્ત :
અયુગ્મ પ્રતરવૃત્ત સંસ્થાનમાં જ પાંચ પરમાણુના મધ્ય ઘરમાં ઉપર અને નીચે એક એક પ્રદેશના પ્રક્ષેપથી સાત પ્રદેશવાળું અર્થાત્ સાત પરમાણુથી બનેલું સાત આકાશ પ્રદેશોને રોકીને રહેલું આ વિષમ ઘનવૃત્ત બને છે. (જઘન્યથી) ઉત્કર્ષ (ઉત્કૃષ્ટ)થી અનંત પ્રદેશથી બનેલ સંસ્થાન આકાશના અસંખ્યાત પ્રદેશોને રોકે છે.
આ રીતે યુગ્મ, અયુગ્મ અને પ્રતર ઘનના ભેદ-પ્રભેદવાળું વૃત્ત સંસ્થાન છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિના (૨) વ્યગ્ન સંસ્થાનની વિચારણા કરીએ છીએ. (૨) ચગ્ન - ચગ્ન એટલે ત્રિકોણ.
આ વ્યગ્નના બે પ્રકાર છે : (૧) યુગ્મ વ્યગ્ન (૨) અયુગ્મ વ્યગ્ન. યુગ્મ વ્યગ્નના બે પ્રકાર છે. (૧) યુગ્મ પ્રતર વ્યગ્ન (૨) યુગ્મ ઘન વ્યગ્ન. અયુગ્મ ચગ્નના બે પ્રકાર છે. (૧) અયુગ્મ પ્રતર વ્યગ્ન (૨) અયુગ્મ ઘન વ્યગ્ન. યુગ્મ પ્રતર વ્યસ્ર :
જઘન્યથી છ પ્રદેશથી બનેલું આ સંસ્થાન આકાશના છ પ્રદેશોને રોકીને રહે છે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું હોય છે. યુગ્મ ઘન વ્યગ્ન:
જઘન્યથી ચાર પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું હોય છે.