________________
તત્ત્વાર્થ સૂત્ર
વળી આ આપેક્ષિક સ્થૌલ્યમાં અવયવોનો વિકાસ થવા છતાં પણ બાદર પરિણામ છે અને તેથી જ આમળા વગેરે નયનથી અર્થાત્ ઇન્દ્રિયથી ગમ્ય બને છે.
૧૯૪
હવે ક્રમથી પ્રાપ્ત થતા પુદ્ગલના પરિણામ સંસ્થાનને વિચારીએ છીએ. (૫) સંસ્થાન :
ભાષ્ય :- સંસ્થાનના અનેક પ્રકાર છે. દીર્ઘ, હ્રસ્વ વગેરેથી લઈને અનિત્યત્વ સુધીના
સમજવા.
ટીકા :- સંસ્થાન એટલે આકાર, રચના સંનિવેશ.
આ આકૃતિ બે પ્રકારે છે. (૧) જીવે ગ્રહણ કરેલ, (૨) અજીવે ગ્રહણ કરેલ. (૧) જીવે ગ્રહણ કરેલ આકૃતિ :
પૃથ્વીકાય જીવોની મસૂર જેવી, અપ્લાય જીવોની પરપોટા જેવી, તેઉકાય જીવોની સોયોના સમૂહ જેવી, વાઉકાય જીવોની ધ્વજા જેવી, વનસ્પતિકાય જીવોની અનિત્ય (અનિયત આકાર) જેવી.
આ રીતે પૃથ્વીકાયાદિ જીવોના ક્રમથી મસૂર આદિ આકારો છે. અર્થાત્ તેમનાં જે શરીરો છે તે પુદ્ગલથી કરેલાં છે. વિકલેન્દ્રિયનું સંસ્થાન ત્રણેનું શરી૨-સંસ્થાન હુંડક છે.
વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય આ
પંચેન્દ્રિયોના સંસ્થાન :- પંચેન્દ્રિયોની શરીરરચના છ પ્રકારે છે. યથાસંભવ જે રીતે સંભવી શકે તે નામકર્મના ઉદયથી છ પ્રકારે છે.
(૧) સમચતુરર્સ (૨) ન્યગ્રોધ પરિમંડલ, (૩) સાદિ (૪) કુખ્ત, (૫) વામન, (૬) હુંડક. આ પ્રકારે એનાં નામ છે.
છયે સંસ્થાનનો પરિચય
આ બધાનો પરિચય નીચેની ગાથાથી જાણવો.
૧.
આ ઉપ૨થી ફલિત થાય છે કે જે સૂક્ષ્મતા અને સ્થૂલતા બંને એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર પણ ઘટી શકે નહીં તે ‘અંત્ય' છે અને જે અપેક્ષાભેદને લઈને ઘટી શકે તે આપેક્ષિક' છે. વળી જેમાં આપેક્ષિક સૂક્ષ્મતા રહેલી છે તેમાં આપેક્ષિક સ્થૂલતા પણ રહેલી છે. અપેક્ષાજન્ય હોવાથી એકમાં સ્થૂલતા અને સૂક્ષ્મતા બેનો કોઈ વિરોધ નથી. દીર્ઘતા ને હ્રસ્વતાની જેમ. જેમકે બોર આમળાની અપેક્ષાએ સૂક્ષ્મ છે. પરંતુ ચણાની અપેક્ષાએ તે સ્થૂલ છે. આમ બોરમાં સૂક્ષ્મતા અને સ્થૂલતા બંને અનુભવસિદ્ધ છે.
૨.
न चातात्त्विकमेतत् सौक्ष्म्यं स्थौल्यं वा, सन्मूर्ताचेतनत्वादिवदनन्तधर्मात्मके वस्तुनि तद्वाचिशब्देन प्रतीते:, सर्वार्थे न, निमित्तत्वाद् धियो भेदायोगात्, न हि नीलं कृष्णपीताद्यपेक्षयापि नीलानीलधीजनकमिति भावनीयं... तत्त्वा० हारिभ० पृ० २३०.
3. समचतुरस्रं संस्थानं तुल्यं सर्वासु दिक्षु शास्त्रोक्तेन प्रकारेण समप्रमाणं । न्यग्रोधमण्डलं नाभेरुपरि विस्तृतबहुलं