________________
૧૯૩
અધ્યાય-૫ સૂત્ર-૨૪
ભાષ્યમાં રહેલ “તથા’ ‘તે આ પ્રમાણે” આ વાક્ય દ્વારા દષ્ટાંત બતાવે છે કેઆમળાને લઈને (આમળાની અપેક્ષાએ) બોર નાનું છે.
ભાષ્યમાં છેલ્લે જે રૂતિ શબ્દ છે તેનો અર્થ “આદિ કરવો. એટલે આમળા અને બોર આદિ દષ્ટાંત છે. “આદિ'થી કહી શકાય કે “બોર કરતાં ચણો નાનો છે.” “ચણા કરતાં રાઈ નાની છે' વગેરે...
હવે ક્રમથી પ્રાપ્ત થતા પુદ્ગલનો જે સ્થૌલ્ય તેની વિચારણા આરંભાય છે. (૪) સ્થૌલ્ય :
ભાષ્ય - સ્થૌલ્ય પણ બે પ્રકારે છે. (૧) અંત્ય સ્થૌલ્ય, (૨) આપલિક સ્થૌલ્ય.
આ સ્થૌલ્ય સંઘાત-સ્કંધના પરિણામની અપેક્ષાએ જ હોય છે. તેમાં અંત્ય સ્થૌલ્ય છે તે સર્વલોકવ્યાપી મહાત્કંધમાં હોય છે અને આપબ્લિક સ્થૌલ્ય બોર આદિથી આમળા વગેરેમાં હોય છે.
ટીકા :- સ્થૌલ્ય એટલે સ્થૂલભાવ-ભૂલતા (અવયવોનો વિકાસ). આ સ્થૂલતા પરમાણુઓના પ્રચય-સમુદાયના પરિણામરૂપે છે. તેમાં (૧) અંત્ય સ્થૌલ્ય :
આ અંત્ય સ્થૌલ્ય સંપૂર્મ લોકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં હોય છે. અહીં અવયવના વિકાસરૂપ સ્થૂલતાની વિવક્ષા કરી છે. પ્રવચનમાં તો આ અચિત્ત મહાસ્કન્ધ સૂક્ષ્મ પરિણામવાળો જ કહ્યો છે.
આથી અહીં સ્થૂલતાના વિભાગ કરતાં કરતાં અંત્ય છેલ્લી જેનાથી વિશાળ સ્થૂલતા કોઈ નથી એવી અવયવના વિકાસરૂપ અંત્ય પૂલતા સચિત્ત મહાસ્કન્ધમાં છે એમ સમજવું, પરંતુ તે સૂક્ષમ પરિણામવાળો છે, બાદર પરિણામવાળો નથી.
જો આ પુદ્ગલનો સ્થૂલ પરિણામ બાદર હોય તો મોટા પર્વતોની જેમ સમસ્ત લોકનો નાશ થઈ જાય. માટે અહીં જે અચિત્ત મહાત્કંધમાં સ્થૌલ્ય કહ્યું છે અર્થાત્ અંત્ય સ્થૌલ્ય છે તે વિકાશવાળા અવયવોનું ચક્ષુથી અગમ્ય સમજવું અર્થાત્ કોઈ પણ ઇન્દ્રિયથી આ સચિત્ત મહાત્કંધનો પ્રત્યક્ષ થતો નથી. -- (૨) આપેક્ષિક સ્થૌલ્ય :
--- બોરથી મોટું આમળું છે અને આમળાથી મોટું દાડમ છે. આ બધું આપેક્ષિક સ્થૌલ્ય છે.
૧. અચિત્ત મહાત્કંધ સ્થૂલતાનો અભાવ હોવાથી ઉત્કૃષ્ટપ્રદેશવાળો બીજો ગ્રહણ કરવો જેથી તે આઠ
સ્પર્શવાળો છે પણ અચિત્ત મહાત્કંધ આઠ સ્પર્શવાળો નથી. પ્રચય વિશેષથી સ્થૂલરૂપે ધૂમાદિની માફક વ્યાપક હોવા છતાં પણ નાશ થતો નથી. તેવા મુ0 ટિપ્પ૦ पृ० ३६१