________________
અધ્યાય-૫: સૂત્ર-૨૪
૧૯૧ (૩) મિશ્ર બંધ :
પ્રયોગ અને વિગ્નસા ઉભયથી એટલે જીવના વ્યાપારના સહકારથી અને અચેતન દ્રવ્યના પરિણામરૂપ જે થાંભલા, કુંભ વગેરેનો બંધ થાય છે તે મિશ્રબંધ કહેવાય છે. અર્થાત્ થાંભલા વગેરે જે બને છે તેમાં જીવનો વ્યાપાર છે તે પ્રયોગ છે અને અચેતન દ્રવ્યનો સ્વભાવ છે કે એ રૂપે પરિણમે છે તે વિગ્નસા છે. આમ પ્રયોગ અને વિગ્નસા બંનેથી થતો હોવાથી આ મિશ્રબંધ કહેવાય છે. બંનેની પ્રધાનતાથી મિશ્રબંધ છે.
થાંભલા વગેરેમાં જીવનો વ્યાપાર પણ પ્રધાન છે અને અચેતન દ્રવ્યોનો પરિણામસ્વભાવ છે તે પણ પ્રધાન છે. આ મિશ્રબંધમાં પ્રયોગ અને સ્વભાવ બંનેની પ્રધાનપણે વિવક્ષા છે અર્થાત બંને પ્રધાન છે.
આ તો બંધવિશેષનો પરિચય આપ્યો છે.
વળી ‘સ્નિગ્ધ અને રૂક્ષત્વથી બંધ થાય છે. આ પ્રમાણે બંધનું સામાન્ય લક્ષણ આગળ કહેવાશે.
આ સામાન્ય લક્ષણ અનાદિ વૈગ્નસિક બંધમાં સંભવતું નથી પણ બીજા પ્રકારના બંધોમાં તો ઘટી શકે છે. કારણ કે “સામાન્ય વિધિવિશેષેડવસ્થાનું નક' એ ન્યાય છે. “સામાન્યથી કહેલ વિધિ, વિશેષમાં જાય છે આ ન્યાયથી સામાન્યથી બંધનું લક્ષણ બતાવ્યું તે આદિ વિગ્નસા બંધમાં ઘટી જાય છે. માત્ર અનાદિવિગ્નસાબંધમાં આ લક્ષણ ઘટતું નથી એટલા માત્રથી વાંધો આવતો નથી (અહીં એમ સમજાય છે કે સ્નિગ્ધ અને રૂક્ષનો બંધ થાય છે. આ લક્ષણ આદિવિગ્નસાબંધ માટે જ છે. અનાદિવિગ્નસાબંધ માટે નથી.)
હવે ક્રમથી પ્રાપ્ત થતા પુગલદ્રવ્યનો પરિણામ જે સૂક્ષ્મતા છે તેનો વિચાર કરાય છે. (૩) સૌમ્ય :
ભાષ્ય - સૂક્ષ્મતા બે પ્રકારે છે.
૧. કેમ કે અનાદિ વિગ્નસાબંધ ધર્મ, અધર્મ અને આકાશનો છે. પુદ્ગલમાં અનાદિ વિગ્નસા બંધ હોઈ
શક્તો નથી પુદ્ગલોનો જે વિગ્નસા બંધ થાય છે તે બંધની આદિ છે. અનાદિનો કોઈ પણ પુદ્ગલ સ્કંધ હોઈ શકતો નથી. કેમ કે અસંખ્યાત વર્ષે એ સ્કંધ છૂટો થઈ જાય છે. માટે અહીં સ્નિગ્ધ અને રૂક્ષથી બંધ થાય છે તે પુદ્ગલમાં જ થાય છે. અને પુદ્ગલોનો બંધ વૈગ્નસિક હોય કે પ્રાયોગિક હોય પણ અનાદિનો હોઈ શકે જ નહીં માટે અહીં જે કહ્યું છે કે સામાન્યલક્ષણબંધ વૈઋસિક બંધમાં સંભવી શકતો નથી એ બરાબર જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્માને કર્મનો બંધ અનાદિનો છે. તો તમે ના કેમ કહો છો ? તો તેના સમાધાનમાં સમજવું કે આ મિશ્રબંધ છે. આત્માનો પ્રયોગ પણ છે અને પુગલોનો પરિણમન સ્વભાવ છે. આ બંને પ્રધાન છે તેથી મિશ્રબંધ છે પણ વૈગ્નસિક બંધ નથી.