________________
૧૯૦
તત્ત્વાર્થ સૂત્ર
બતાવે છે.
આ રીતે પુદ્ગલનો પરિણામ જે શબ્દ છે તેની વિચારણા સમાપ્ત થઈ છે. હવે ક્રમથી આવેલ બીજો જે પુદ્ગલનો બંધપરિણામ છે તેની વિચારણા શરૂ થાય છે.
(ર) વન્ય ભાષ્ય :- બંધના ત્રણ પ્રકાર છે.
(૧) પ્રયોગ બંધ, (૨) વિગ્નસા બંધ, (૩) મિશ્ર બંધ. આ બંધ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓથી થાય છે એમ આગળ (અ. ૫ | સૂ. ૩૨) કહેવાશે.
ટીકા - બંધ એટલે બંધાવું. પરસ્પર આશ્લેષરૂપ તે બંધ. અર્થાતુ એકબીજા સાથે લાગી જવારૂપ, ચોંટી જવારૂપ સંબંધ થવો તે બંધ કહેવાય છે.
પ્રયોગ એટલે જીવનો વ્યાપાર
(૧) પ્રયોગ બંધ - જીવના વ્યાપારથી થયેલો બંધ તે પ્રાયોગિક બંધ કહેવાય છે. દા. ત, જીવ અને ઔદારિક આદિ શરીરનો જે બંધ થાય છે તે તથા લાખ અને લાકડા આદિનો જે બંધ થાય છે તે પ્રાયોગિક બંધ છે.
અહીં એ સમજાય છે કે ઔદારિક આદિ શરીરનો કર્તા આત્મા છે અને એ આત્મા કર્મને આધીન થઈ શરીર બનાવે છે. એટલે શરીર સાથે સંબંધ થવામાં જીવનો વ્યાપાર રહેલો છે, વળી લાકડાને જોડવા હોય તો એમાં જીવનો વ્યાપાર હોય તો જોડી શકાય છે માટે એમાંય જીવનો વ્યાપાર કારણ છે, “લાખ' તો સાધન છે.
આ રીતે થતો બંધ તે પ્રાયોગિક બંધ છે. (૨) વિસસા બંધ :
વિગ્નસા એટલે સ્વભાવ. જીવના વ્યાપારની અપેક્ષા વગર સ્વાભાવિક જે બંધ થાય તે વિગ્નસા બંધ કહેવાય છે.
આ વિન્નસા બંધન બે પ્રકાર છે. (૧) આદિમાન વિગ્નસા બંધ, (૨) અનાદિમાન વિગ્નસા બંધ
આદિમાન વિસસાબંધ - વીજળી, ઉલ્કા, વાદળ, અગ્નિ, ઈન્દ્રધનુષ વગેરે કે જે વિષમગુણ વિશેષમાં પરિણત પરમાણુઓના થયેલ સ્કંધરૂપ પરિણામ છે. અર્થાત્ એક ગુણ સ્નિગ્ધ પરમાણુનો ત્રણ ગુણ સ્નિગ્ધ અથવા દ્વિગુણ રૂક્ષ પરમાણુઓની સાથે બંધ થાય છે એટલે સ્કંધરૂપ પરિણામ થાય છે અર્થાત્ સ્કંધ બને છે.
આ બંધની શરૂઆત થાય છે માટે આવો જે બંધ તે આદિવાળો વિગ્નસાબંધ કહેવાય છે. અનાદિ વિસસાબંધ :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના પ્રદેશોનો પરસ્પર જે બંધ અર્થાત્ પરસ્પર આશ્લેષરૂપ જે સંબંધ છે તે અનાદિ વિગ્નસાબંધ કહેવાય છે.