________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૪
૧૮૯
થતો હોવાથી એકાંત ક્ષણિકતા દુર્લભ થઈ જશે. શબ્દ પુદ્ગલનો પરિણામ છે એ ઉપસંહાર
માટે આ સિદ્ધ થયું કે પ્રતિવિશિષ્ટ એટલે અમુક પ્રકારના પરિણામથી અનુગ્રહવાળું પુદ્ગલદ્રવ્ય જ શબ્દ છે. અર્થાત્ શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે.
શબ્દના પ્રકારો ... શબ્દના બે પ્રકાર છે. (૧) વૈગ્નસિક (૨) પ્રાયોગિક (૧) વૈગ્નગિક શબ્દ :- મેઘનો ગર્જારવ આદિ. (૨) પ્રાયોગિક શબ્દ :- જીવના પ્રયોગથી થયેલો તે પ્રાયોગિક શબ્દ તેના છ પ્રકાર છે. (૧) તત :- મૃદંગ અને પટહ-ઢોલ વગેરેથી થતા શબ્દને તત કહેવાય છે.
(૨) વિતત - વીણા અને ત્રિસારિકા, સારંગી આદિ તંત્રીથી થયેલ શબ્દને વિતત કહેવાય છે.
(૩) ઘન :- કાંસાના પાત્રનો, કાઢઠ, શળી આદિથી પેદા થયેલો શબ્દ ઘન કહેવાય છે. (દા. ત. ઘંટ, ઝાલર વગેરેનો શબ્દ.)
(૪) શુષિર :- (ફૂંક મારીને વગાડાતા) વાંસળી, શંખ અને વાંસ(બંસી)ના વિવર આદિથી થતા શબ્દને શુષિર કહેવાય છે.
(૫) સંઘર્ષ :- ક્રકચ-કરવત અને કાષ્ઠાદિના સંઘર્ષથી થતા શબ્દને સંઘર્ષ કહેવાય છે.
(૬) ભાષા :- સ્પષ્ટ વાણી વડે વર્ણ, પદ અને વાક્યરૂપે જે શબ્દ બોલાય તે ભાષા કહેવાય છે.
અમુક ચોક્કસ આકારવાળા જે અક્ષરો છે તે વર્ણ કહેવાય છે. વર્ણનો સમુદાય તે પદ કહેવાય છે.
અર્થ વિશેષના જ્ઞાનમાં હેતુરૂપ પદનો સમુદાય તે વાક્ય કહેવાય છે. શબ્દવિષયક વિચારણાની સમાપ્તિ...
ભાષ્યમાં જે “તિ' શબ્દ છે તે શબ્દના આટલા જ ભેદ છે એને બતાવવા સાથે સમાપ્તિ
૧. પૂર્વમાં શબ્દ બે પ્રકારે બતાવ્યો છે : (૧) આધ્યાત્મિક, (૨) બાહ્ય. અહીં શબ્દના જે ભેદ બતાવે
છે તેમાં આ બેય ભેદ આવી જાય છે તેથી પ્રકારાન્તર નથી. ૨. પાછળ આધ્યાત્મિક શબ્દ કહ્યો છે. આનાથી એમ સમજાય છે કે ભાષાત્મક શબ્દ એ પ્રાયોગિક છે.
શું કારણ હશે કે અહીં આધ્યાત્મિક ભાષાના ભેદ ન બતાવ્યા ? ૩. આ પાંચ ભેદ પૂર્વમાં બતાવેલ બાહ્ય શબ્દના છે. ૪. પૂર્વમાં બતાવેલ આધ્યાત્મિક શબ્દ છે.