________________
અધ્યાય-૫ સૂત્ર-૨૪
૧૮૭ બંને એકસ્થાનમાં એકીસાથે રહી શકે છે.
આથી નિત્યત્વ અને અનિત્યત્વમાં આ પ્રતિબધ્ધ-પ્રતિબંધકલક્ષણ વિરોધ ઘટી શકતો
નથી.
આ રીતે સ્યાદ્વાદીના જવાબથી વિરોધના ત્રણ પ્રકારો વિચાર્યા એક પણ પ્રકારે નિત્યત્વ, અનિત્યત્વનો વિરોધ ઘટી શક્તો નથી. તેથી વાદી આ વિરોધમાં ફાવી શકતો નથી ત્યારે નવી વાત કરે છે કે
વાદી - એકનું ગૌણપણું રાખો અને એકનું પ્રધાનપણું રાખો. બંને ગૌણ કે પ્રધાન તો મનાય નહીં. બંને ગૌણ છે કે બંને પ્રધાન છે આવો તો વ્યવહાર જ બની શકે નહિ. કેમ કે ગૌણ એ મુખ્યની અપેક્ષાએ છે અને મુખ્ય એ ગૌણની અપેક્ષાએ છે. એટલે ગોણ-મુખ્ય-ભાવ એ આપેશિક છે. માટે એક ગૌણ અને એક મુખ્ય મનાય.
આથી તમે આત્મામાં ધર્મ અને અધર્મ બંને રહેલા છે તેમાંથી ધર્મને ગૌણ માનો અને અધર્મને મુખ્ય માનો અથવા એક અધર્મને ગૌણ માનો અને બીજા ધર્મને મુખ્ય માનો. બંનેને મુખ્ય માનો તો વિરોધ આવે. ગૌણ-મુખ્યભાવ મનાય તો વિરોધ આવે નહીં. એ જ પ્રમાણે નિત્યત્વ અને અનિત્યત્વમાં ગૌણ-મુખ્ય-ભાવ સ્વીકારવો જોઈએ. આથી એકને ગૌણ અને એકને મુખ્ય માનો.
સ્યાદ્વાદી - અમને સાદ્વાદીઓને આ ગૌણ-મુખ્યભાવ ઇષ્ટ જ છે. દ્રવ્ય અને પર્યાયમાં એકનો ગૌણ ભાવ અને બીજાનો પ્રધાનભાવ અમે ઇચ્છીએ જ છીએ.
હે વાદી ! તારે પણ એક કાળમાં અને એક દ્રવ્ય(આત્મા)માં ધર્માધર્મ સ્વીકારવા જ પડે.
જો એક કાળમાં અને એક દ્રવ્યમાં ધર્મ અને અધર્મ ન સ્વીકારે તો ધર્મ અને અધર્મનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવ બને જ નહીં
આ જ રીતે એક કાળમાં અને એક દ્રવ્યમાં જો નિત્યત્વ અને અનિત્યત્વ બને ન સ્વીકારે તે નિત્યત્વ અને અનિયત્વનો વિરોધ છે. આ તો કેવલ બોલવાનું જ છે. અર્થાતુ વિરોધ શબ્દનો પ્રયોગ જ કરે છે પણ વિરોધ ઘટી શકતો નથી. નાદવૃદ્ધિ પરા છે આ કથન યોગ્ય નથી.
જૈન સિદ્ધાન્ત સામાન્યથી વ્યક્તિ (વિશેષ) અત્યંત ભિન્ન માનતો નથી. માટે જે કોઈ નાદની વૃદ્ધિ પરા છે આવું કહે છે તે બરાબર નથી. કેમ કે ઉત્કૃષ્ટ શબ્દ વ્યક્તિ-વિશેષ અને સામાન્ય શબ્દ આ બંને એક છે. એટલે સામાન્ય શબ્દથી “પરા' શબ્દ વ્યક્તિ-વિશેષ ભિન્ન નથી.
નાદ એ શબ્દથી ભિન્ન નથી...
હવે શબરે શાબર ભાષ્યમાં “મહાન, મધ્ય અને અલ્પ નાદ છે પણ શબ્દ એ મહાન, મધ્ય અને અલ્પ નથી.” આવી જે વાત કહી છે તે ખોટી છે.
કેમ કે શબ્દ જ તે પ્રકારે થાય છે.