________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૪
૧૮૫
વિરુદ્ધાવ્યભિચારી કયારે કહેવાય તે સમજાવ્યું છે. અહીં શબ્દમાં મીમાંસક નિત્યત્વ અને વૈશેષિક અનિયત્વ સિદ્ધ કરે છે તેથી શબ્દ નિત્ય છે કે અનિત્ય છે આવો સંશય થાય છે. માટે પ્રથમ અનુમાનથી બીજું અનુમાન વિરુદ્ધ છે, અને બીજું અનુમાન પ્રથમ અનુમાનથી વિરુદ્ધ છે. આ વિરુદ્ધને છોડતા ન હોવાથી બંને અનુમાનના હેતુઓ ભેગા મળીને વિરુદ્ધાવ્યભિચારી કહેવાય છે.
સ્યાદ્વાદી :- આ બંનેની સામે જવાબ આપતા સ્યાદ્વાદી કહે છે કે–અમારે ત્યાં બધા પદાર્થોનો નિત્યાનિત્ય સ્વભાવ છે એટલે અમને કશું બાધ કરનાર નથી. કેમ કે અનેકાંતવાદીને ત્યાં નિત્યત્વ અને અનિત્યત્વનો વિરોધ માનવામાં આવ્યો નથી. કારણ કે વિરોધનું જે લક્ષણ છે તે એમાં ઘટતું નથી. વિરોધના પ્રકાર..
| વિરોધ ત્રણ પ્રકારે છે.
(૧) વધ્યઘાતકલક્ષણ વિરોધ, (૨) અસહાવસ્થાનલક્ષણ વિરોધ (૩) પ્રતિબધ્યપ્રતિબંધકભાવ લક્ષણ વિરોધ. વધ્યઘાતકલક્ષણવિરોધ..
સાપ અને નોળિયો, અગ્નિ અને પાણી વગેરેનો એક કાળમાં સંયોગ થાય તો જેમ દ્વિત્ત્વ બેમાં રહે છે તેમ સંયોગ પણ બેમાં રહે છે. આમ “એક નહીં તે અનેક' આ અર્થમાં અનેક શબ્દ સમજવો તેથી જે એક આશ્રયવાળો ન હોય તે અનેક આશ્રય છે. એટલે સંયોગ અનેકમાં રહે છે, એકમાં હોતો નથી, તેથી બે હોય તો સંયોગ થાય.
આ સંયોગ થાય ત્યારે વધ્યઘાતકલક્ષણવિરોધ થાય.
સાપ વધ્ય છે અને નોળિયો ઘાતક છે, આગ વધ્ય છે અને પાણી ઘાતક છે. નોળિયાનો અને સાપનો સંયોગ ન થાય તો નોળિયો સાપનો ઘાતક ન બને. આગની સાથે પાણીનો સંયોગ ન થાય તો પાણી આગનું ઘાતક ન બને.
જો સંયોગ થયા વગર જ નોળિયો સાપનો ઘાતક બને તો ત્રણે લોકમાં સાપનો અભાવ થાય ! સંયોગ થયા વગર જ પાણી આગનું ઘાતક બને તો ત્રણે લોકમાં આગનો અભાવ પ્રાપ્ત થવો જોઈએ પણ એ બન્યું નથી.
જો હવે પાણી અને આગનો ક્ષણવાર પણ સંયોગ થયો તે તેટલો સમય તો બંને સાથે રહ્યા ને ? પછીથી એકનું બળવાનપણું અને બીજાનું અબળપણું કહેવાય.
આવી રીતે નિયત્વ અને અનિયત્વનું ક્ષણવાર પણ એકત્ર રહેવાપણું એકાંતવાદી સ્વીકારતા નથી. માટે નિયત્વ અને અનિત્યત્વનો વધ્યઘાતક વિરોધ નથી. જો બંને સાથે રહે તો રહ્યા પછી એક વધ્ય બને બીજો ઘાતક બને તો વિરોધ સંભવે પણ એવું તો તે સ્વીકારતા નથી એટલે આ વિરોધ આવતો નથી. અસહઅવસ્થાનલક્ષણવિરોધ.
અસહઅવસ્થાનલક્ષણવિરોધ પણ નિત્યત્વ અને અનિત્યત્વમાં ઘટતો નથી.