________________
૧૮૪
તત્ત્વાર્થ સૂત્ર વળી વૈશેષિકોએ ત્રણ પ્રકારે શબ્દની ઉત્પત્તિ માની છે પણ બીજી રીતે બે પ્રકારે પણ શબ્દની ઉત્પત્તિ છે. (૧) આધ્યાત્મિક શબ્દ, (૨) બાહ્ય શબ્દ. આધ્યાત્મિક શબ્દ :
કાયયોગથી ગ્રહણ કરેલા શબ્દ (ભાષા) વર્ગણાને યોગ્ય જે સ્કંધ તેનો પરિણામ વાગ્યોગ છે, જે પ્રયોગથી ફેકેલો રૂપાદિવાળો પુદ્ગલના સ્કંધરૂપ છે તે જ આધ્યાત્મિક શબ્દ છે. અર્થાત્ કાયયોગથી ભાષા વર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણાવીને છોડાતા (છૂટતા) ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે તે જ આધ્યાત્મિક શબ્દ છે. આ આધ્યાત્મિક શબ્દ જીવનપ્રયોગથી બને છે. બાહ્ય શબ્દ :
બાહ્ય-ધ્વન્યાત્મક શબ્દ સંઘર્ષથી ઉત્પન્ન થતો આદિ અનેક પ્રકારે છે.
શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે એ તો ઠીક છે પણ અમને પ્રશ્ન થાય છે કે શબ્દ નિત્ય છે કે અનિત્ય ? કારણ કે શબ્દમાં કોઈ નિત્યતા બતાવે છે અને કોઈ અનિત્યતા બતાવે છે. આ બે નિરૂપણોથી એકેય નિશ્ચિત થતું નથી, ઊલટો સંશય થાય છે કે શબ્દ નિત્ય છે અનિત્ય ?
તે બે નિરૂપણ કેવી રીતે છે તે બતાવવા માટે કણાદ અને મીમાંસક તરફથી થતાં અનુમાનો રજૂ કરાય છે.
કણાદ શબ્દને અનિત્ય માને છે. તેની સામે મીમાંસક કહે છે શબ્દ નિત્ય છે. જેમ શબ્દત્વ એ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય છે અને નિત્ય છે તેમ શબ્દ પણ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય છે માટે નિત્ય છે.
ત્યારે કણાદ કહે છે કે–શબ્દ એ કૃતક-કાર્ય છે માટે અનિત્ય છે. કેમ કે કૃતત્વની વ્યાપ્તિ અનિત્યત્વની સાથે છે. અર્થાત “યત્ કાર્ય તત્ નિત્યમ્ ઘટ એ કૃતક છે તો અનિત્ય છે. આમ કણાદ (વૈશેષિક) વૃક્તત્વ હેતુ શબ્દની અનિત્યતા સિદ્ધ કરતા આપે છે.
એની સામે મીમાંસક શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવા શ્રાવણત્વ હેતુ આપે છે.
આ રીતે બંનેનાં અનુમાનો છે માટે અમને સંશય થાય છે કે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે ?
આ રીતે કણાદ અનિત્યત્વનું અનુમાન કરે છે અને મીમાંસક નિત્યત્વનું અનુમાન કરે છે તે બંનેના હેતુઓ વિરુદ્ધાવ્યભિચારી છે.
પ્રાચીન ગ્રંથોમાં અનેકાન્તિકના છ પ્રકાર બતાવે છે. તેમાં છેલ્લો પ્રકાર વિરુદ્ધાવ્યભિચારી છે અને તેના દૃષ્ટાંતમાં તત્ત્વાર્થ ટીકાકાર મ, જે અનુમાનો આપ્યાં છે તે જ આપ્યાં છે અને
૧. સમજવા માટે ટેપ, રેડિયો આદિમાં જે શબ્દો છે તે ધ્વનિરૂપ છે તેથી તે ભાષા ન કહેવાય–બોલેલાનો
ધ્વનિ છે. ૨. તત વગેરે શબ્દના પ્રકારોથી બતાવેલ છે.