________________
૧૮૨
તત્ત્વાર્થ સૂત્ર વાદી - જો તમે (સ્યાદ્વાદી) એમ માનો છો તો પછી કોઈ આકારે શબ્દ આકાશનો ગુણ જ છે એમ મનાય તો વાંધો શું છે? અર્થાત્ કોઈ આકારથી શબ્દને આકાશનો ગુણ કહો ને !
સ્યાદ્વાદી :- અમારે ત્યાં આકાશના પણ નામ આકાશ વગેરે ઘણા ભેદ છે. તો શબ્દ જેનાથી થાય છે તેનું નામ આકાશ પાડીએ તો ભેરી વગેરે નામ આકાશ છે. આ ભેરી કે જે નામ આકાશ છે તેનો ગુણ શબ્દ છે. આ રીતે અમારે ત્યાં તો આ અપેક્ષાએ શબ્દ આકાશનો ગુણ પણ છે એમ કહી શકાશે. અમને એમાં કોઈ દોષ આવતો નથી.
હવે પહેલાં વૈશેષિકે શબ્દ એ ક્રિયા નથી તેની સિદ્ધિ માટે ‘ગવાક્ષુષપ્રત્યક્ષત્વતિ' હેતુ આપ્યો હતો તે પણ અસિદ્ધ છે.
કર્મમાં ચાક્ષુષ પ્રત્યક્ષતા અસિદ્ધ છે. કેમ કે કર્મ-ક્રિયા એ દ્રવ્યનો પરિણામ છે. અને ક્રિયા તો અમે દરેક દ્રવ્યમાં માનીએ છીએ. તેમાં કેટલાંક દ્રવ્યો અપ્રત્યક્ષ છે. આવાં અપ્રત્યક્ષ દ્રવ્યોમાં પણ કિયા છે. તે ક્રિયાનો ચાક્ષુષ પ્રત્યક્ષ નથી. માટે ક્રિયામાં ચાક્ષુષ પ્રત્યક્ષતા અસિદ્ધ છે.
આથી તમે શબ્દ એ ક્રિયા નથી તેમાં “વાયુપપ્રત્યક્ષદ્વા' આ હેતુ આપ્યો છે તે જ અસિદ્ધ છે.
હવે વૈશેષિકે શબ્દમાં ક્ષણિકત કહ્યું હતું અર્થાત્ શબ્દ એ ક્ષણિક છે, કેમ કે ઉચ્ચારણની પહેલા અને પછી તે છે એવું સિદ્ધ કરનાર કોઈ લિંગ નથી.
તે જો એકાંતમાંથી ક્ષણિકત્વ સિદ્ધ કરતા જાય તો શબ્દનો પ્રત્યક્ષ જ ન થાય અને કથંચિત ક્ષણિકત્વ સિદ્ધ કરવા જાય તો સ્યાદ્વાદીના મતે સિદ્ધસાધ્યતા છે. મતલબ સાદી તો શબ્દનું કથંચિત ક્ષણિકત્વ માને જ છે.
જો સર્વાત્મના ક્ષણિકત્વ એટલે સર્વથા ક્ષણિકત્વ કહે તો દષ્ટાંત જ નહીં મળે.
વળી શબ્દને સિદ્ધ કરનાર કોઈ લિંગ નથી એમ જે કહ્યું તે પણ બરાબર નથી. કેમ કે શબ્દનું કોઈ પુદ્ગલરૂપાદિ આકારથી સત્ત્વ છે. અર્થાત્ કોઈ ને કોઈ પુદ્ગલ આકારે શબ્દ છે જ. માટે શબ્દના અસ્તિત્વમાં કોઈ લિંગ નથી એ વાત ખોટી છે. શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલ તો રહે જ છે. આ પુદ્ગલ એ જ શબ્દના અસ્તિત્વમાં લિંગ છે.
જેમ કારણરૂપ સામગ્રીથી આકારાન્તર અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થાત્ વસ્તુની અવસ્થા બદલાય છે પણ વસ્તુ તો કાયમ રહે છે દા. ત. ઊડતો, બેસતો, સૂતેલો, પુરુષ છે. આમાં આ સૂવા બેસવાદિ ક્રિયામાં પુરુષની અવસ્થાઓ બદલાઈ છે પણ પુરુષ તો એ બધી અવસ્થાઓમાં છે જ. એવી રીતે શબ્દરૂપ પુદ્ગલ અવસ્થાન્તરોને પ્રાપ્ત કરે છે પણ પુદ્ગલ કાયમનું કાયમ રહે છે. માટે ઉચ્ચારણની પહેલા કે પછી શબ્દના અસ્તિત્વમાં કોઈ લિંગ નથી આ વાત અસંબદ્ધ છે.
વાદી - શબ્દપર્યાયથી તો શબ્દ નથી જ ને? એટલે શબ્દના સત્ત્વમાં લિંગ નથી એમ કહી શકાય જ ને ?
સ્યાદ્વાદી :- અમે અનેક વખત કહી ગયા છીએ કે વસ્તુ-પદાર્થ પર્યાય જ નથી. તો શું છે ?