________________
૧૮૧
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪
કોઈ બીજે સ્થળે અને શબ્દની ઉપલબ્ધિ બીજી દિશામાં રહેલા શ્રોતાઓને પણ થાય છે.
જ્યારે સ્પર્શવાળા દ્રવ્યના રૂપાદિ ગુણો આશ્રયથી બીજે ઠેકાણે ગ્રહણ થતા નથી. માટે શબ્દ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ નથી.
હવે રહ્યા આત્મા, મન, દિશા અને કાળ. શબ્દ આ દ્રવ્યોનો પણ ગુણ બની શકતો નથી. કેમ કે શબ્દ બાહ્મેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું ગ્રહણ થાય છે. જ્યારે આ આત્માદિ દ્રવ્યોના ગુણ બાહ્ય ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતા નથી. એટલે જો શબ્દને આત્માદિનો ગુણ મનાય તો બાહ્મેન્દ્રિયથી એનો પ્રત્યક્ષ થાય નહીં.
આથી શબ્દ એ બાહ્મેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે માટે શબ્દ એ આત્મા, મન, દિશા અને કાલનો ગુણ બની શકે નહીં.
હવે બાકી એક દ્રવ્ય રહ્યું તે આકાશ છે. શબ્દ દ્રવ્યાશ્રિત છે અને આઠ દ્રવ્યમાં આશ્રિત નથી તેથી બાકી રહ્યું આકાશ. આથી આકાશનો ગુણ સિદ્ધ થાય છે. આ રીતે પારિશેષ્ય અનુમાનથી શબ્દ આકાશનો ગુણ છે અને અપ્રત્યક્ષ એવા આકાશનું લિંગ છે.
આ પ્રમાણે વૈશેષિકે પોતાના મતનું નિરૂપણ કર્યું.
વૈશેષિકની માન્યતાનું નિરાકરણ...
ગગનના મહાન શિખરના વર્ણનની જેમ આ બધું વૈશેષિકોએ વાચાલપણાથી અઘટમાન સ્વમતિથી કલ્પેલ શિલ્પરચના માત્ર છે. ગગનને શિખર જ હોતું નથી તો તેનું વર્ણન ક્યાંથી થાય ? તેમ શબ્દ એ ગુણ નથી તો એની સિદ્ધિ માટેનું વિવેચન પણ ક્યાંથી ? અર્થાત્ એની સિદ્ધિ માટેનું વિવેચન પણ અયુક્ત છે.
શબ્દ એ મૂર્ત છે. આ વાત આની પહેલાં જ અમે યુક્તિથી સિદ્ધ કરી દીધેલ છે. માટે કોઈ પણ રીતે મૂર્ત એવો શબ્દ આકાશનો પણ છે તેને સિદ્ધ કરનારી કોઈ યુક્તિસંગત થઈ શકતી જ નથી. જેમ રૂપાદિ એ આકાશનો ગુણ છે એમ કહેવું અશોભનિક તેમ શબ્દ આકાશનો ગુણ છે એમ કહેવું તે પણ બરાબર નથી.
પુદ્ગલોનો જ તેવા પ્રકારનો પરિણામ છે એ શબ્દના વ્યવહારને પામે છે.
માટે એ શબ્દમાં એક દ્રવ્યવત્ત્વનો અભાવ છે અને તેથી શબ્દ એ કથંચિત્ દ્રવ્ય છે અને કથંચિત્ ગુણ છે. પરિણામ અને પરિણામી કચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. આવું અમે સ્વીકારીએ છીએ.
આ કહેવાથી શબ્દનું એકાંતથી અનિત્યપણું પણ ખંડિત સમજવું. અર્થાત્ શબ્દ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે, કેમ કે બધા પદાર્થો દ્રવ્ય-પર્યાયરૂપ છે. અર્થાત્ દ્રવ્યાત્મકપણે નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે એટલે શબ્દમાં નિત્યાનિત્યપણું છે.
शब्द आकाशाधिष्ठितः अष्टद्रव्यानाश्रितत्वे सति द्रव्याश्रितत्वादिति ।
૧.