________________
૧૮૦
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે (૧) ભેરી આદિના સંયોગથી, (૨) બંસરીના પર્વના વિભાગથી, (૩) શબ્દથી આ ત્રણ પ્રકારે શબ્દની ઉત્પત્તિ થાય છે. આવો વૈશેષિકોનો મત છે..
હવે શબ્દ એ આકાશનો ગુણ છે તે બતાવતાં કહે છે કે સ્પર્શવાળાં દ્રવ્યો જે પૃથ્વી, પાણી, આગ, વાયુ છે તેઓનો શબ્દ એ ગુણ નથી. કેમ કે શબ્દ એ કારણગુણપૂર્વક નથી.
નૈયાયિકો કહે છે કે–ઘટનું કારણ કપાલ છે અને ઘટના રૂપ પ્રતિ કપાલનું રૂપ કારણ છે. આમાં ઘટનું કારણ કપાલ છે અને આ કારણમાં રહેલું રૂપ ઘટના રૂપનું કારણ બને છે તેથી ઘટનું રૂપ કારણગુણપૂર્વક કહેવાય. તેવી રીતે શબ્દને ગુણ માને છે તે તે શબ્દનું કારણ આકાશ માને છે અને આકાશ એ નિત્ય દ્રવ્ય છે તેથી આકાશનું કોઈ કારણ નથી માટે શબ્દ એ કારણગુણપૂર્વક બની શકે નહિ.
જેમ સફેદ શંખના કારણ(શંખના અવયવો)ની ધવલિમા-ધોળાશ કારણ છે તેવી રીતે શબ્દ કારણગુણપૂર્વક નથી. આથી શબ્દ પૃથ્વી આદિનો ગુણ બની શકતો નથી. કેમ કે પૃથ્વી આદિમાં રહેલા ગુણો કારણગુણપૂર્વક છે.
જેમ શંખનો નાશ થવા છતાં શંખના ટુકડાઓમાં તેવી ને તેવી ધવલિમા દેખાય છે તેવી રીતે ભેરી આદિના શબ્દો ભેરી આદિ નાશ પામે છતે ભેરી આદિના અવયવોમાં પ્રાપ્ત થવા જોઈએ પણ પ્રાપ્ત થતા નથી. અથવા શરીર નષ્ટ થયે છતે શરીરમાં શરીરના અવયવોમાં સામગ્લોક આદિ શબ્દો પ્રાપ્ત થવા જોઈએ—સંભળાવવા જોઈએ પણ પ્રાપ્ત થતા નથી.
માટે શબ્દ એ કારણગુણપૂર્વક નથી. અને આથી એ પૃથ્વી આદિ દ્રવ્યનો ગુણ બની શકે નહિ.
વળી પણ શબ્દ એ પૃથ્વી આદિનો ગુણ નથી તેમાં બીજો તર્ક છે.
જો શબ્દ એ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ હોય તો જેટલાં સ્પર્શવાળાં દ્રવ્યો છે તેટલા શબ્દો થવા જોઈએ. જેમ રૂપાદિ જેટલાં દ્રવ્યો છે તેટલા ભેદવાળા છે. અર્થાત જેટલાં દ્રવ્યો છે તેટલાં દ્રવ્યોમાં રૂપ જુદું જુદું છે તેવી રીતે શબ્દો પણ જેટલાં સ્પર્શવાળાં દ્રવ્યો છે તે બધાંમાં જુદાં જુદાં થવા જોઈએ.
પણ એમ છે નહીં. મતબલ જેટલાં દ્રવ્યો છે તેટલાં દ્રવ્યોમાં શબ્દ થતો નથી.
આમ રૂપાદિ યાવદ્રવ્યભાવિ છે જયારે શબ્દ એ અયાવદ્ દ્રવ્યભાવિ છે. માટે શબ્દ એ પૃથ્વી આદિનો ગુણ નથી.
વળી આશ્રયથી અન્યત્ર-આશ્રય સિવાય શબ્દની ઉપલબ્ધિ થાય છે માટે શબ્દ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ નથી. કારણ કે શંખ અને મુખનો સંયોગ અન્યત્ર છે. અર્થાત્ શંખ વાગી રહ્યો છે