________________
૧૮૬
તત્ત્વાર્થ સૂત્ર સહ અવસ્થાન એટલે સાથે રહેવું, અસહ અવસ્થાન એટલે સાથે ન રહેવું. સાથે ન રહેવારૂપ જે વિરોધ તે અસહ અવસ્થાન લક્ષણ વિરોધ.
દા. ત. શીતળતા અને ઉષ્ણતા, ફળમાં ડીંટાનો સંયોગ અને વિભાગ, કેરીમાં શ્યામતા અને પીતતા.
એક વસ્તુમાં એક કાળે આ બંને રહેતા નથી, પરંતુ એકની પહેલા વિદ્યમાનતા હોય છે અને બીજાની ઉત્પદ્યમાનતા હોય છે. અર્થાત એક રહેલ હોય છે, બીજું ઉત્પન્ન થતું હોય છે.
દા. ત. પકાવવા નાંખેલ કેરીમાં અત્યારે શ્યામતા રહેલી છે અને પીળાશ ઉત્પન્ન થઈ રહી છે.
વળી જે ઉત્પન્ન થાય છે તે પૂર્વનો વિરોધ કરે છે. જેમ કેરીમાં પીળાશ ઉત્પન્ન થઈ રહી છે તે પૂર્વમાં રહેલી શ્યામતાને રોકે છે.
એવી રીતે પહેલા નિત્યત્વ વિદ્યમાન હોય અને ઉત્પન્ન થઈ રહેલ અનિત્યત્વ તેનો નાશ કરે તો આ અસહ અવસ્થાનલક્ષણવિરોધ બની શકે. પણ જો ઉત્પન્ન થતું અનિત્યત્વ નિત્યત્વનો નાશ કરે તો તે નિત્ય જ ન કહેવાય. કારણ કે અધુવ છે. અધુવ હોવાથી નિત્ય જ ન બની શકે. જે નાશ પામે તે નિત્ય હોય નહિ.
આથી આવું તો બની શકતું નથી કે પહેલા નિત્યત્વ હોય અને ઉત્પન્ન થતું અનિત્યત્વ તેનો નાશ કરે માટે નિત્યત્વ અને અનિત્યત્વનો અસહઅવસ્થાનલક્ષણવિરોધ પણ બની શકતો નથી. પ્રતિબધ્ધપ્રતિબંધકલક્ષણવિરોધ..
એક સ્થળે રહેતા એકને બીજો અટકાવે ત્યારે પ્રતિબધ્યપ્રતિબંધકરૂપ વિરોધ બને છે.
કોઈ કહે કે નિત્યત્વ અનિત્યત્વનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ તો બની શકે ને ? કેમ કે નિત્યત્વ અનિત્યત્વનો પ્રતિબંધક છે. જેમાં નિત્યત્વ છે તેમાં અનિત્યત્વ રહી શકતું નથી. એટલે અનિત્યત્વનો નિત્યત્વ પ્રતિબંધક છે અને નિત્યત્વનો અનિત્યત્વ પ્રતિબંધક છે. અર્થાત્ નિત્યત્વ અનિત્યત્વને રોકે છે અને અનિત્યત્વ નિત્યત્વને રોકે છે. આમ નિત્યત્વ અને અનિત્યત્વનો પ્રતિબધ્યપ્રતિબંધક ભાવ છે. એટલે પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ ઘટી શકશે. આથી નિયત્વ અને અનિત્યત્વ એક વસ્તુમાં રહી શકશે નહિ તે સિદ્ધ થાય છે. સ્યાદ્વાદીનું સમાધાન...
સ્યાદ્વાદીના મતમાં પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ બની શકતો નથી, ઘટી શકતો નથી. કેમ કે એક જ આત્મામાં એકીસાથે ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ બંને રહે છે. ધર્મ, અધર્મનો પ્રતિબંધક છે અને અધર્મ, ધર્મનો પ્રતિબંધક છે. આમ બંને પરસ્પર પ્રતિબધ્ધ-પ્રતિબંધક હોવા છતાં એક ઠેકાણે રહી શકે છે. એટલે પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ ઘટી શકતો નથી.
આ રીતે જેમ ધર્મ-અધર્મ પરસ્પર પ્રતિબધ્ધ-પ્રતિબંધક હોવા છતાં એક આત્મામાં એકીસાથે રહી શકે છે તેમ નિત્યત્વ અને અનિત્યત્વનો પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ મનાય તો પણ