________________
૧૯૨
તત્ત્વાર્થ સૂત્ર (૧) સત્ત્વ સૌમ્ય, (૨) આપેશિક સૌમ્ય સત્ય સૌમ્ય પરમાણુઓમાં જ હોય છે.
આપેશિક સૌમ્ય ચણુક વગેરેમાં સંઘાતના પરિણામની અપેક્ષાએ હોય છે. અર્થાત્ ચણકાદિમાં આપેક્ષિક સૌમ્ય છે.
તે આપેક્ષિક સૌમ્ય આ પ્રમાણે છે-“આમળા કરતાં બોર નાનું છે'... આ આગળની અપેક્ષાએ બોર નાનું છે. આવું જે સૌમ્ય છે તે કોઈની અપેક્ષાએ હોય છે.
ટીકા - સૌમ્ય એટલે સૂક્ષ્મતા. આ સૂક્ષ્મતા પુદ્ગલના પરિણામરૂપ છે. તેના બે પ્રકાર છે. (૧) અન્ય સૂક્ષ્મતા, (૨) આપેક્ષિક સૂક્ષ્મતા. (૧) અન્ય સૂક્ષ્મતા :
અંત એટલે વિભાગ. અહીં વિભાગથી પરમાણુઓ આવે છે. આ પરમાણુઓમાં રહેલ જે સૂક્ષ્મતા તે અંત્ય સૂક્ષ્મતા કહેવાય છે. આ અંત્ય સૂક્ષ્મતાનો બીજે ઠેકાણે સંભવ નથી માટે અંત્ય સૂક્ષ્મતા પરમાણુઓમાં જ હોય છે.
ભાષ્યમાં રહેલ વ કારનું ફળ આ છે કે અંત્ય સૂક્ષ્મતા પરમાણુઓમાં જ છે પણ બીજે નથી. • (૨) આપેક્ષિક સૂક્ષ્મતા :
અપેક્ષા એટલે પ્રતીત્યબુદ્ધિ. (કોઈને લઈને જે બુદ્ધિ થાય તે) આ અપેક્ષાબુદ્ધિ પ્રયોજન જેનું હોય તે આપેક્ષિક કહેવાય. એટલે કે જે સૂક્ષ્મમાં અપેક્ષા પ્રયોજન-કારણ હોય તે આપેક્ષિક સૂક્ષ્મતા કહેવાય.
દા. ત. વ્યક આદિ સ્કંધની અપેક્ષાએ ચણક સ્કંધ સૂક્ષ્મ છે. ચતુરણુક સ્કંધની અપેક્ષાએ ચણક સ્કંધ સૂક્ષ્મ છે. આવી રીતે ઘણા ભેદવાળું આપેશિક સૌમ્ય છે.
ભાષ્યમાં રહેલ સંઘાત પરિણામનો અર્થ સ્કંધ પરિણામ છે. સંઘાત પરિણામ કહો કે સ્કંધ પરિણામ બંને એક જ છે. સ્કંધની સૂક્ષ્મતા બીજા સ્કંધની અપેક્ષાએ હોય છે. એટલે કચણુક આદિમાં સ્કંધના પરિણામની અપેક્ષાએ સૂક્ષ્મતા હોય છે.
૧. ‘મારાવિષે તેણનામમૂર્તત્વા'તત્વા પિ૦ પૃ૦ રરર
કોઈ એક અંધ લો. તેના વિભાગ કરતા જઈએ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ જ આવે. આ પરમાણુથી કોઈ સૂક્ષ્મ નથી. માટે પરમાણુમાં જે સૂક્ષ્મતા છે તે અંત્ય છે. અહીં પુદ્ગલની વિચારણા ચાલે છે તેથી પરમાણુ બતાવ્યો છે. (અહીં કોઈ પ્રશ્ન કરે કે પરમાણુ બતાવ્યો તેમ પ્રદેશ બતાવ્યો હોત તો તેમાં પણ અંત્ય સૂક્ષ્મતા છે જ પછી એ કેમ ન બતાવ્યો ? તો તેના સમાધાનમાં સમજવું કે અહીં પુદ્ગલનું પ્રકરણ છે અને પરમાણુ આ ભેદ પુદગલમાં જ છે. પ્રદેશ બતાવાય તો સ્કંધમાં લાગેલા અંત્ય સૂક્ષ્મતા છે આવું ભાન થાત પણ છૂટા પડેલા પરમાણુમાં કેવી સૂક્ષ્મતા છે. આનું ભાન થાય નહીં. માટે પરમાણુ બતાવ્યો છે.