________________
તત્ત્વાર્થ સૂત્ર
વળી અંધકાર એ દ્રવ્ય નથી તેની સિદ્ધિમાં અમે ત્રીજો હેતુ ‘પ્રકાશનો વિરોધી હોવાથી' આપ્યો છે. કેમ કે અમે તેજ અને પ્રકાશ બંને અલગ માનીએ છીએ. હવે જે કાર્યદ્રવ્ય હોય છે તેનો તેજ સંબંધી પ્રકાશ સાથે વિરોધ હોતો નથી. જ્યારે અંધકાર તો પ્રકાશનો વિરોધી છે. તેથી અંધકાર એ પૃથ્વી આદિનું કાર્ય નથી. અંધકાર કાર્યરૂપ દ્રવ્ય નથી.
આમ અમે આપેલા ત્રીજા હેતુથી અંધકાર દ્રવ્ય નથી એ સિદ્ધ થાય છે. વાદીના હેતુનું અસામર્થ્ય...
તમારું આ પ્રતિપાદન પણ યુક્ત નથી. કારણ કે અમે તેજ અને પ્રકાશ બંનેને એક જ માનીએ છીએ. એટલે તેજ કહો કે પ્રકાશ કહો એક જ છે. હવે અંધકાર એ પ્રકાશનો વિરોધી છે માટે દ્રવ્ય નથી આવું તમે કહ્યું હતું તે બરાબર નથી, અસિદ્ધ હેતુ છે, કારણ કે પ્રકાશનો વિરોધક તો જળદ્રવ્ય છે. જળદ્રવ્ય પ્રકાશનું વિરોધી છે છતાં એ કાર્યદ્રવ્ય છે જ તો જેમ જળ પ્રકાશનું વિરોધી છે છતાં એ કાર્યદ્રવ્ય છે તેમ હે વાદી ! અંધકારમાં પણ ‘પ્રકાશનો વિરોધી’ આ હેતુ રહી જાય છે તેથી તે અંધકારમાં દ્રવ્યનો અભાવ સિદ્ધ કરી શકતો નથી. આમ તમારો હેતુ તમારા સાધ્યને સિદ્ધ કરવા સમર્થ નથી. એટલે તમારો હેતુ અસિદ્ધ જ છે.
આની સામે વાદીએ ઉઠાવેલ શંકા :
૨૦૪
નિરંતર ધારથી વરસાદ વરસતો હોવા છતાં ટોડલા ઉપર રાખેલો દીપક બહાર પ્રકાશ આપે જ છે. જો જળ અને પ્રકાશનો વિરોધ હોય તો તો દીપકનો પ્રકાશ બહાર જાય નહિ. કેમ કે દીપકના એ પ્રકાશ પર પાણી પડવાથી તેનો નાશ થઈ જાય ! પણ એવું તો થતું નથી. માટે જળદ્રવ્ય અને પ્રકાશનો વિરોધ નથી. આથી જળદ્રવ્ય પ્રકાશનું વિરોધી છે આ તમારું કથન પણ બરાબર કેવી રીતે ?
જળ એ પ્રકાશનો વિરોધી છે. અમારું આ કથન બરાબર જ છે. કેમ કે તેવા પ્રકારના સ્વરૂપને છોડ્યા સિવાય બહાર' નીકળેલા દીપકનાં પુદ્ગલો જળબિંદુઓનો સંબંધ થવાથી તેવા પ્રકારના સ્વરૂપનો ત્યાગ કરે છે. અર્થાત્ પાણી પડે છે તે સમયે તો તે પ્રકાશનાં પુદ્ગલો નાશ પામે છે પરંતુ તે જ કાળમાં, તે જ વખતે દીપકની શિખાથી છૂટા પડેલા બીજા અગ્નિકાયનાં પુદ્ગલો જે જગાને મેળવે છે. અર્થાત્ ત્યાં જ અગ્નિનાં બીજાં પુદ્ગલો આવી જાય છે. એટલે પહેલાના પ્રકાશનાં પુદ્ગલોનું જવું ને નવાં પુદ્ગલોનું આવવું બંને એક જ સાથે થાય છે તેથી જણાતું નથી કે જળપ્રકાશનું વિરોધી બન્યું. અને નવા આવેલા પ્રકાશનાં તે પુદ્ગલોને જળપાત બુઝાવી શકતો નથી.
દા.ત. વડવાનલના અવયવોને પાણી જેમ બુઝાવી શકતું નથી તેમ પરિણામની વિચિત્રતા હોવાથી વરસતો વરસાદ પણ તે પ્રકાશનાં પુદ્ગલોને ઓલવી શક્તો નથી.
૧.
उत्पत्तिस्थानस्थानामेव प्रदीपपुद्गलानां जलेन विरोधो, न ततो बहिर्निस्सृतानामिति स्याद् विरोधस्स्यादविरोधश्चेति भावः । तत्त्वन्यायविभाकरे पृ० ५३ टिप्पण्याम् ।