________________
૧૭૮
તત્ત્વાર્થ સૂત્ર વળી જેમ મકાનમાં બારી, બારણાં કે છિદ્ર હોય તો તડકો આવી શકે તેમ શબ્દ પણ દ્વારની અપેક્ષા રાખે છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે.
વળી અગુરૂધૂપની જેમ શબ્દમાં સંહારનું સામર્થ્ય છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે.
વળી ઘાસ અને પાંદડાં જેમ વાયુની પ્રેરણાવાળાં છે અર્થાત જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં ઘાસ અને પાંદડાં વગેરે જાય છે તેમ શબ્દ પણ જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં જાય છે. માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે.
વળી દીપકનો પ્રકાશ જેમ બધી દિશામાં ગૃહીત થાય છે તેમ શબ્દ પણ સર્વ દિશાથી ગ્રહણ થાય છે–સર્વ દિશામાં સંભળાય છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે.
વળી તારાનો સમૂહ જેમ સૂર્યના તેજથી અભિભૂત થાય છે તેમ શબ્દ પણ બીજા જોરદાર અવાજથી પરાજિત થાય છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે.
વળી સૂર્યમંડળનો પ્રકાશ જેમ બીજાનો અભિભાવક છે એટલે બીજાના પ્રકાશને દબાવનાર છે તેમ એક શબ્દ (અવાજ) બીજા શબ્દને દબાવે છે કારણ કે આ વાત અનુભવસિદ્ધ છે કે મોટા શબ્દ(અવાજ)થી નાનો શબ્દ (અવાજ) દબાઈ જાય છે. આ પ્રતીત જ છે. તેથી શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે.
આમ અનેક હેતુ દ્વારા શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે અર્થાત્ પુદ્ગલદ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. વૈશેષિકોની માન્યતાનું નિરૂપણ અને નિરાકરણ.
શબ્દ, સંખ્યા, પરિમાણ પૃથક્વ, સંયોગ, વિભાગ આ આકાશના ગુણો છે. એટલે શબ્દ એ આકાશનો ગુણ છે આવો વૈશેષિકનો મત છે.
શબ્દ એ દ્રવ્ય નથી બની શકતો તેમાં યુક્તિ આપે છેशब्दः, न द्रव्यम्, एकद्रव्यवत्त्वात् શબ્દ, એક દ્રવ્યવાળો હોવાથી દ્રવ્ય નથી. ‘પદ્રવ્યવર્ત'નો વિગ્રહ આ પ્રમાણે છેએક આશ્રય દ્રવ્ય વડે જે દ્રવ્યવાનું હોય તે “એક દ્રવ્યવાનું કહેવાય.
અથવા એક દ્રવ્ય જેનો આશ્રય હોય તે “એક દ્રવ્યવાનું છે. અને એનો જે ભાવ તે “એક દ્રવ્યવસ્વ' છે.
જે એક દ્રવ્યમાં રહેલું હોય, જેનો આશ્રય એક દ્રવ્ય હોય તે એકદ્રવ્યવાનું છે તો શબ્દ એ એકદ્રવ્યવાળો છે. કેમ કે શબ્દ જે આકાશમાં રહે છે તે આકાશ એક દ્રવ્ય છે. આ શબ્દનો એકદ્રવ્ય આશ્રય થયો. બીજો કોઈ શબ્દનો આશ્રય નથી. તેથી શબ્દ એક દ્રવ્યઆશ્રય વડે દ્રવ્યવાળો કહેવાય. માટે શબ્દ એ દ્રવ્ય નથી. મતલબ દ્રવ્યનો આશ્રય તે બને જે બે હોય છે.