________________
અધ્યાય-૫ સૂત્ર-૨૪
૧૭૭ હવે તમે કહેશો કે આ તો અર્થથી આક્ષિપ્ત છે. અહીં વિશેષનો બોધ અર્થથી થાય છે કેમ કે વિષાણી શબ્દથી ઇંગવાળાનો બોધ થાય છે પણ અશ્વનો તો બોધ અર્થથી છે. આમ અહીં વિશેષ અર્થથી આક્ષિપ્ત-ગમ્ય છે.
- તમારી આ વાત બરાબર નથી. વિશેષનો બોધ અર્થીક્ષિપ્ત નથી. કેમ કે “વિષmત્વાત્ નશ્વ:'. આમાં અનશ્વ–અશ્વ નિવૃત્તિનો બોધ કરાવનાર ‘અશ્વ' શબ્દનો પ્રયોગ છે. શબ્દપ્રયોગ વગર જે અર્થથી બોધ થાય તે અર્થગમ્ય કહેવાય. અર્થાત્ અનશ્વનો બોધ સાક્ષાત્ છે.
શબ્દથી જેમ સામાન્ય કહેવાય છે તેવી રીતે વિશેષ પણ કહેવાય છે. માટે અહીંયાં બંને મુખ્ય છે. આથી સામાન્ય અને વિશેષ બંને અભિધેય છે. સામાન્ય (અન્વય) એ પણ મુખ્ય છે અને વિશેષ (વ્યતિરેક) એ પણ મુખ્ય છે. માટે શબ્દનો અર્થ સામાન્ય-વિશેષ ઉભય છે.
તેથી શબ્દ સ્ફોટ નથી કે શબ્દનો અર્થ અન્યાપોહ માત્ર નથી પણ શબ્દનો અર્થ સામાન્યવિશેષ ઉભય છે.
શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. કારણ કે એ મૂર્ત છે માટે પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે એમ સમજાય છે. હવે શબ્દમાં મૂર્તતા છે એ કેવી રીતે તે જોઈએ. શબ્દમાં મૂર્તતાની સિદ્ધિ
બીજાં દ્રવ્યોમાં વિકાર પેદા કરવાનું સામર્થ્ય છે. અર્થાત્ શબ્દ બીજાં દ્રવ્યોમાં વિકાર પેદા કરે છે. પિપ્પલપાણી જેમ બીજા દ્રવ્યમાં વિકાર પેદા કરે છે તો તે મૂર્ત છે એની જેમ શબ્દ પણ મૂર્ત છે. આમ શબ્દમાં બીજા દ્રવ્યમાં વિકાર કરવાનું સામર્થ્ય છે. આથી શબ્દમાં મૂર્તતા છે.
શબ્દમાં મૂર્તતા છે એ તો સિદ્ધ થયું પણ તેમાં દ્રવ્યાન્તરમાં વિકાર કરવાનું સામર્થ્ય છે એ કેવી રીતે સમજાય ? તેને દષ્ટાંતથી વિચારીએ. દ્રવ્યાન્તરવરત્વાન્ હેતુની સિદ્ધિ માટે દષ્ટાંત
તાડન કરાતા ઢોલના તળિયે રહેલી કલિમ્બામાં પ્રકંપ થતો દેખાય છે, તથા શંખાદિનો અતિમાત્રામાં વધેલો અવાજ બહેરા કરે છે.
આમ દ્રવ્યાન્તરમાં વિકાર કરવાનું સામર્થ્ય શબ્દમાં છે પણ અમૂર્ત એવા આકાશાદિમાં નથી. અર્થાત્ અમૂર્તમાં આ સામર્થ્ય નથી.
માટે શબ્દ એ મૂર્તિ છે, અને મૂર્ત હોવાથી શબ્દ પુદ્ગલનો પરિણામ છે. એટલે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે.
આ રીતે આપણે શબ્દ એ પુદગલદ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે એ મૂર્તવાતુ હેતુથી સિદ્ધ કર્યું. હજી પણ તેને સિદ્ધ કરતા બીજા હેતુઓ વિચારી લઈએ.
પર્વતથી અથડાયેલો પથ્થર ઊલટી દિશામાં જાય છે. જે દિશામાં ફેંક્યો તે દિશામાં જતો નથી. પૂર્વમાં પર્વત હોય અને એની સામે પથ્થર અથડાય તો તે પશ્ચિમમાં જાય છે આથી પર્વતથી અથડાયેલા પથ્થરની જેમ શબ્દ વિરુદ્ધ–ઊલટી દિશામાં જતો હોવાથી પુગલદ્રવ્યનો પરિણામ છે.