________________
અધ્યાય-૫: સૂત્ર-૨૪
૧૮૩ વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે. તે વખતે શબ્દપર્યાય ભલે ન રહ્યો પણ દ્રવ્ય તો છે જ એ જ એનું લિંગ છે.
હવે શબ્દને નિત્ય માનવામાં આવે તો અભિવ્યક્તિ થવી જોઈએ.
વૈશેષિકે આવાં આવાં જે દૂષણો આપ્યાં છે તે એકાંતનિત્યના સ્વીકારનારના મતમાં આવવાને ઉત્સાહિત થઈ શકે છે પણ જેઓ શબ્દને કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય માને છે તેમના મતમાં અભિવ્યક્તિ આદિ દૂષણો આવી શકતાં નથી.
શંકા :- શબ્દ પુદ્ગલ છે અને પુદ્ગલ રૂપાદિવાળાં છે તો શબ્દમાં રૂપાદિ કેમ દેખાતા
નથી ?
સમાધાન - કારણગુણપૂર્વક હોવા છતાં દંડાદિના તાડનથી ઉત્પન્ન થયેલા, શબ્દના પરિણામને પામેલા ભેરી આદિનાં પુદ્ગલો રૂપાદિવાળાં છે છતાં સૂક્ષ્મ હોવાથી જણાતાં નથી.
શબ્દનું કારણ પુદ્ગલ છે. એ પુદગલમાં રહેલા રૂપાદિ શબ્દમાં રહેલા રૂપાદિનું કારણ છે માટે શબ્દમાં જે રૂપાદિ છે તે કારણગુણપૂર્વક છે.
જેમ બુઝાઈ ગયેલા દીપકની શિખાનું રૂપ દેખાતું નથી અથવા ગંધવાળા પરમાણુ (પૃથ્વી પરમાણુ)માં રૂપાદિ છે છતાં ગંધનું ગ્રહણ થાય છે અને રૂપનું ગ્રહણ થતું નથી. તેમ શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે. એમાં રૂપાદિ છે પણ એ શબ્દપરિણામ સૂક્ષ્મ છે તેથી તેમાં રહેલા રૂપાદિનું ગ્રહણ થતું નથી.
શંકા :- જેમ રૂપાદિ એ પુદ્ગલનો પર્યાય છે તો હંમેશા પુદ્ગલમાં હોય જ છે તેમ શબ્દ એ પુદ્ગલનો પર્યાય પરિણામ છે તો હંમેશા હોવો જોઈએ !
સમાધાન :- આ તમારી શંકા યોગ્ય નથી. કેમ કે એવું તો છે જ નહીં કે હંમેશા તે શબ્દપર્યાય પ્રગટ ન થતો હોય. કેમ કે પર્યાય એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાવાળા છે. શબ્દ પરિણામને યોગ્ય દ્રવ્ય મળે, ક્ષેત્ર ગળે, કાળ મળે અને ભાવ મળે ત્યારે થાય છે.
જેમ પિત્તનો પ્રકોપ તેને યોગ્ય દ્રવ્યાદિ મળે ત્યારે થાય છે પણ હંમેશા નથી થતો તેમ શબ્દપર્યાય પણ તેને યોગ્ય દ્રવ્યાદિ મળ ત્યાર પ્રગટ થાય છે.
હવે શબ્દ એ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ નથી કારણ કે આશ્રયથી અન્યત્ર પ્રાપ્ત થાય છે આવું જે વૈશેષિકોએ કહ્યું છે તે બરાબર નથી.
કારણ કે શબ્દ જે સ્કંધોનો પરિણામ છે તેને છોડીને પ્રાપ્ત થતો નથી. પરંતુ શબ્દનો આશ્રય જે પુદ્ગલસ્કંધ છે તે અન્યત્ર પ્રાપ્ત થાય છે.
આથી જ ભેરી આદિના આશ્રયને પામીને ગતિ કરતા પુદ્ગલ સ્કંધો શબ્દપર્યાયને નહીં છોડતા બીજી દિશાઓમાં રહેલાઓ વડે પણ ગ્રહણ થાય છે એમાં કોઈ આશ્ચર્ય નથી.
શબ્દપરિણામ તો પોતાના આશ્રય વગર અન્યત્ર ઉપલબ્ધ થતો નથી. એ તો તેવા પ્રકારના આકારવાળા (વ્યાવહારિક) પરમાણુઓમાં જ રહે છે. તેથી એ સિદ્ધ થાય છે કે શબ્દપરિણામનો આશ્રય જે પુગલ છે તેને છોડીને શબ્દપરિણામ રહેતો નથી.