________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪
૧૭૫
અહીંયાં શબ્દનો અર્થ અન્યાપોહ કહેનાર બૌદ્ધને કહેવામાં આવે છે કે નિવૃત્તિવિશિષ્ટવસ્તુ એ શબ્દનો અર્થ છે તે પણ તારા મતમાં ઘટી શકતો નથી કેમ કે પહેલા વિધિથી ઘટનું જ્ઞાન થાય છે પછી અન્યાપોહ થાય છે તેમ નથી અને અન્યાપોહ કરીને પછી જુદા કાળમાં ઘટનું જ્ઞાન થાય છે તેમ પણ નથી. કેમ કે સર્વ ભાવો—પદાર્થો અત્યંત હ્રસ્વ અને ક્ષણિક છે અને તેથી જ જ્ઞાનનો વ્યાપાર અને ધ્વનિનો વ્યાપાર આમ બે વ્યાપારયુક્ત નથી. કેમ કે જ્યારે ધ્વનિનો વ્યાપાર છે ત્યારે જ્ઞાનનો વ્યાપાર નથી અને જ્ઞાનનો વ્યાપાર છે ત્યારે ધ્વનિનો વ્યાપાર નથી. આથી નિવૃત્તિવિશિષ્ટવસ્તુ એ અર્થ પણ ઘટી શકતો નથી.
બૌદ્ધ :- સંતાનથી થશે.
તે કહેવું અયુક્ત છે. કેમ કે સંતાન કોઈ પદાર્થ નથી.
આમ તમારી માન્યતા ટકી શકતી નથી અને વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે—
જો આ પ્રમાણે ઘટ અને અઘટનો બોધ એકસાથે થાય છે એમ સિદ્ધ થાય. કેમ કે ‘નિવૃત્તિવિશિષ્ટવસ્તુ’ આવો અર્થ કરવો હોય તો અન્ય વસ્તુનો અપોહ અને સ્વાર્થને બતાવવું બંને ક્રમથી તો બની શકતું નથી કારણ કે પદાર્થો ક્ષણિક છે. તેથી બંને એકસાથે થાય છે એ જ સિદ્ધ થાય છે. દા. ત. સ્વભાવ હોવાથી જેમ સૂર્યના ઉદયમાં અંધકારનો નાશ અને પોતાના સ્વરૂપનું પ્રકાશન બંને એકીસાથે થાય છે. એવી રીતે આ બંને વિધિ અને નિષેધ પણ એકસાથે થાય છે. એટલે ઘટ અને અઘટ બંનેનો બોધ એકસાથે થયો. તેમાં ઘટનો બોધ એ (સામાન્ય) અને અન્યાપોહ(વિશેષ) આ બંને એકીસાથે છે આવું તમારે માનવું પડશે.
આમ સંતાનથી ઘટગ્રહણ અને અન્યાપોહ એકસાથે સિદ્ધ થયા એટલે વસ્તુ સામાન્ય અને વિશેષ ઉભયાત્મક છે એવું તમારે વગર ઇચ્છાએ પણ માનવું પડશે. અન્વય (વિધિ) અને વ્યતિરેક (નિષેધ) બંને એક કક્ષાવાળા છે માટે વિધેય પણ પ્રધાન છે એમ માનવું પડશે.
ધવ અને દિર આ બંને એકસાથે ગ્રહણ કરાયેલા હોવાથી પ્રધાન છે તેવી રીતે એકસાથે ગ્રહણ કરાયેલા અન્વય અને વ્યતિરેકમાં એક પ્રધાન છે અને એક ગૌણ છે આવી કલ્પના કરવી એ શ્રેયસ-કલ્યાણકારી નથી. અર્થાત્ ધવ અને દિર બંને જેમ પ્રધાન છે તેમ શબ્દનો સામાન્ય અર્થ પણ પ્રધાન છે અને વિશેષ અર્થ પણ પ્રધાન છે એમાં કોઈને ગૌણ કહેવો એ યુક્ત નથી.
માટે જ ધવ અને ખદિરનું ઉદાહરણ આપ્યું છે. આ બેમાંથી એકને પણ ગૌણ કહી શકાય નહીં. નહીં તો દ્વન્દ્વ સમાસ બને નહિ.
શંકા :- જો અન્વય-વિધિની પ્રધાનતા સ્વીકારવામાં આવે તો પ્રયત્નાનન્તરીયકત્વરૂપ હેતુ સપક્ષમાં વ્યાપ્ત નહીં થતો થકો જ અનિત્યત્વનો બોધ કરાવશે.
શબ્દ (પક્ષ)
અનિત્યત્વ (સાધ્ય)
પ્રયત્નાનન્તરીયકત્વ (હેતુ)
(દૃષ્ટાંત)