________________
૧૭૪
તત્ત્વાર્થ સૂત્ર
અપોહ–દૂર કરવો. અન્યાપોહ એટલે બીજાને દૂર કરવો.
આ કેવલ નિષેધ બને છે. કેવલ અન્યાપોહ શબ્દનો અર્થ બની શકે નહિ.
વિધિની અપેક્ષા રાખ્યા વગરના વ્યતિરેક એટલે નિષેધ અપ્રસિદ્ધ છે. મતલબ કે વિધિ સિવાય નિષેધ બની શકતો નથી, તેમ નિષેધ નિરપેક્ષ વિધિ હોતો નથી. આ બંને પરસ્પર અપેક્ષિત છે. પરસ્પર અપેક્ષાવાળા અન્વય-વિધિ, અને વ્યતિરેક-નિષેધથી સર્વત્ર અર્થનો અવબોધ થાય છે. માટે વ્યતિરેક-નિષેધનું જ પ્રાધાન્ય કહેવું એ અયુક્ત છે.
આમાં દત્તક ભિક્ષુનું પ્રમાણ છે કે –
અર્થાન્તરને દૂર કરવા પૂર્વક સ્વાર્થને કહેનારને શબ્દ કહેવાય છે.” અર્થાત શબ્દ બીજા અર્થને દૂર કરવા પૂર્વક પોતાના અર્થનો બોધ કરાવે છે. એટલે વિધિ સાપેક્ષ નિષેધ છે.
આ દત્તક ભિક્ષુકે આપેલ પ્રમાણની પંક્તિમાં રહેલા “દિ શબ્દનો અર્થ “યસ્માતું' છે. “જે કારણથી શબ્દ બીજા અર્થને દૂર કરતો પોતાના અર્થનો બોધ કરાવે છે.” આ પ્રમાણે અર્થ થાય. જેમ “વૃક્ષ' શબ્દ છે તે વૃક્ષથી જુદા બીજા અર્થોનો અપોહ કરતો અર્થાત્ અવૃક્ષની નિવૃત્તિ અને સ્વાર્થે પુર્વનું એટલે સ્વાર્થ-વૃક્ષ છે તેનો બોધ કરાવતો–વૃક્ષરૂપ સ્વાર્થને જણાવે છે.
તાત્પર્ય એ છે કે નિવૃત્તિ વિશિષ્ટ વસ્તુ એ શબ્દાર્થ છે પણ અપોહમાત્ર–નિવૃત્તિમાત્ર શબ્દાર્થ નથી. શબ્દનો અર્થ નિવૃત્તિ માત્ર કરાય તો તે અવસુ બની જશે.
મતલબ કે નિષેધપૂર્વકનું વિધાન એ શબ્દાર્થ છે પણ નિવૃત્તિમાત્ર તો અર્થ બની શકે જ નહીં. કેમ કે નિવૃત્તિમાત્રનો તો પરિચય થાય તેમ જ નથી. જેમ ખરવિષાણનો અભાવ છે. અર્થાત્ ગધેડાનું શીંગડું એ કોઈ વસ્તુ જ નથી તો તેનું કોઈ વર્ણન કરે કે ગધેડાનું શીંગડું કુષ્ઠ છે, તીક્ષ્ણ છે. એ કેવી રીતે બને ? અવસ્તુ હોવાથી તેનો આવો પરિચય આપી શકાતો નથી. તેવી જ રીતે નિવૃત્તિમાત્ર જો શબ્દાર્થ હોય તો તે અવસ્તુ બની જાય છે અને તેથી તે લક્ષ્ય બની શકતો નથી. માટે અન્યાપોહમાત્ર શબ્દાર્થ નથી.
છતાં પણ જે દેખાય છે તે તેની સાથે બંધાયેલ નથી તેમ અર્થ ન હોવા છતાં પણ શબ્દો દેખાય છે માટે શબ્દો અર્થના પ્રતિપાદક નથી. અન્યાપોહ માત્રને કહેનારા શબ્દો છે. किन्त्वन्यापोहमात्राभिधायका इति चेन्नार्थवतश्शब्दात्तद्रहितस्य शब्दस्यान्यत्वात्, न चान्यस्य व्यभिचारेऽन्यस्यापि व्यभिचारो भवितुमर्हति, गोपालघटिकादिधूमस्याग्निव्यभिचारोपलम्भेन पर्वतादिप्रदेशवर्तिनोऽपि वन्यगमकत्वापत्तेस्तथा च कार्यहेतवे जलाञ्जलिर्दत्ता स्यात् किञ्च प्रतीतिविरोधोऽपि स्याच्छब्दस्यान्यापोहाभिधायकत्वे गवादिशब्देभ्यो विधिरूपतयाऽर्थप्रतीतेः, अन्यनिषेधमात्राभिधायकत्वे च तेन सानादिमतोऽर्थस्य प्रतीत्यनापत्त्या ततस्तद्बोधो न स्यात्, न चैकस्य गोशब्दस्य बुद्धिद्वयजनकत्वान्न दोष इति वाच्यम्, एकस्य शब्दस्य युगपद्बुद्धिद्वयजनकत्वस्यादर्शनात् । तत्त्वन्यायविभाकरे पृ० ४०६