________________
તત્ત્વાર્થ સૂત્ર
૧૭૨
અર્થ છે તેને કહેનાર છે. પણ આ અર્થનો બોધ ત્યારે થાય કે વર્ણાદિનો પરસ્પરનો બરાબર સંબંધ રખાતો હોય. આવો જે ધ્વનિ છે તે જ શબ્દ છે.)
શબ્દનું લક્ષણ બતાવતાં જે ત્રણ વિશેષણ બતાવ્યાં કે—(૧) પ્રત્યેક અર્થમાં નિયત, (૨) સંગત (૩) વદિ વિભાગવાળો ધ્વનિ તે શબ્દ કહેવાય છે તો તે ત્રણ વિશેષણોને સ્પષ્ટ રીતે સમજી લઈએ.
પ્રત્યેક અર્થની સાથે શબ્દનું નિયતપણું...
અનાદિ કાળથી ચાલી આવેલી વૃદ્ધોથી પરંપરાથી જે સંકેતની પ્રસિદ્ધિ છે તેનાથી શબ્દનું દરેક અર્થની સાથે નિયતપણું છે.
દા. ત. કંબુગ્રીવાદિમાનને ‘ઘટ' શબ્દથી કહેવો. આ ઘટ શબ્દનો કંબુગ્રીવાદિમાનમાં સંકેત કહેવો. તે આ સંકેત અનાદિ વૃદ્ધ પરંપરાથી ચાલ્યો આવે છે. એટલે કંબુગ્રીવાદિમાન અર્થની સાથે ઘટ શબ્દનું નિયતપણું છે. આવી રીતે બધા શબ્દો અને અર્થનું નિયતપણું સમજી લેવું.
શબ્દમાં સંગતત્વનું નિરૂપણ...
જેમ શિબિકાને ઉઠાવનારા પુરુષોનું કાર્ય એક છે અને પરસ્પર અપેક્ષા રાખતા તેઓ શિબિકાને વહન કરે છે. આમ શિબિકાને વહન કરવારૂપ એક કાર્ય કરવાપણા વડે એકબીજાની એકબીજા અપેક્ષા રાખતા હોવાથી શિબિકા વહન સંગત રીતે થાય છે. તેવી રીતે પરસ્પરની અપેક્ષાથી જે શબ્દનો જે અભિધેય અર્થ હોય તેની સાથે એક કાર્ય કરવા વડે સંગતપણું છે.
દા. ત. ઘટ શબ્દમાં ‘ઘ' અને ‘ટ’ આ બે અક્ષરો છે. આ બંને પરસ્પર અપેક્ષા રાખતા હોવાથી કંબુગ્રીવાદિમાન એક પદાર્થના અભિધાયક બને છે.
શબ્દના વિભાગ...
વર્ણ, પદ અને વાક્યો આ વિભાગ છે. આ ત્રણ વિશેષણવાળો ધ્વનિ જ શબ્દ છે અને આ શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય બને છે.
આવા સ્વરૂપવાળો જ શબ્દ છે પણ શાલાતુરીય-પાણિનિ મતને અનુસરનારાઓએ કલ્પેલો સ્ફોટ નથી.
તેઓનો મત આ પ્રમાણે છે કે—
ઉચ્ચરેલ ધ્વનિ સ્ફોટને અભિવ્યક્ત કરે છે, અને તેની અભિવ્યક્તિથી અર્થનો બોધ થાય છે. મતલબ શબ્દનું ઉચ્ચારણ કરીએ એટલે સ્ફોટ સ્પષ્ટ થાય છે અને તે સ્ફોટથી અર્થનું જ્ઞાન થાય છે.
૧. વૈયાકરણોએ સ્ફોટ એટલા માટે માન્યો છે કે બધા વર્ણ ભેગા થઈને વાચક બને છે કે પ્રત્યેક વર્ણ વાચક છે ? જો પ્રત્યેક વર્ણ વાચક છે તો બીજા વર્ણો નિરર્થક થશે, અને જો બધા વર્ણો ભેગા થઈને વાચક બને છે એમ માનીએ તો પણ ઠીક નથી. કેમ કે બધા વર્ણોની ઉત્પત્તિ સાથે થતી નથી, માટે વર્ણથી જુદો સ્ફોટ છે અને તે વાચક છે. આ સ્ફોટ વર્ણથી અભિવ્યગ્ય છે.
-
मुक्तावली