________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૪
૧૭૧
દ્રવ્યના સંપૂર્ણ ધર્મનો નિર્દેશ ન હોવાથી અર્થાત્ આ ચાલુ (૨૩મા) સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના બધા ધર્મો બતાવ્યા નથી. માટે વિશ્વ અન્યત્ આ પદ વડે બીજા પણ ધર્મો છે એ બતાવવું છે. અર્થાત્ પુદ્ગલોના કેવલ સ્પર્માદિ જ ધર્મો નથી, શબ્દાદિ બીજા પણ ધર્મો છે એ બતાવવા માટે આ નવા ૨૪મા સૂત્રની રચના કરે છે.
શબ્દ-વન્ય- -સૌમ્ય-શ્રૌત્ય-સંસ્થાન-ભેટ્तमश्छायातपोद्योतवन्तश्च ॥ ५-२४ ॥
સૂત્રાર્થ :- પુદ્ગલો શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત ધર્મવાળા છે.
ટીકા :- સૂત્રમાં દ્વન્દ્વ સમાસવાળા શબ્દાદિ પુદ્ગલના પરિણામ છે. એ બતાવવા માટે મતુમ્ પ્રત્યયથી નિર્દેશ કરાયો છે.
વળી સૂત્રમાં જે હૈં મૂકવામાં આવ્યો છે તે પુદ્ગલના અનુકર્ષણ માટે છે. એટલે પૂર્વસૂત્રમાં સ્પર્શરસ, ગંધ અને વર્ણવાળાં પુદ્ગલો છે એમ કહ્યું તે પુદ્ગલો શબ્દાદિ ધર્મવાળા પણ છે આવો અર્થ થાય માટે અહીં પણ ‘પુદ્ગલ’ શબ્દને ગ્રહણ કરવા માટે ૬ મૂક્યો છે.
ભાષ્ય :- તેમાં શબ્દના છ પ્રકાર છે.
(૧) તત, (૨) વિતત, (૩) ધન, (૪) શુશિષર, (૫) સંઘર્ષ, (૬) ભાષા.
ટીકા :- ર્ એટલે તે શબ્દાદિ પુદ્ગલ પરિણામો છે તેમાં શબ્દ નીચે બતાવાશે તેવા સ્વરૂપવાળો છે.
શબ્દનું લક્ષણ...
વિવક્ષાના કારણે અન્વય અને વ્યતિરેકથી, પ્રધાન-ગૌણ ભાવે સામાન્ય અને વિશેષ આ ઉભય સ્વરૂપવાળા અર્થને કહેનાર, પ્રત્યેક અર્થમાં નિયત અને સંગત એવો વર્ણાદિ વિભાગવાળો જે ધ્વનિ છે તે જ શબ્દ છે.
‘જ' કારથી સ્ફોટનો નિષેધ કરે છે. અર્થાત્ સ્ફોટ એ શબ્દ નથી.
(મતલબ, શબ્દોના ચોક્કસ અર્થ હોય છે. શબ્દ અનેક અર્થવાળો હોવા છતાં ઉપયોગ કરનારની વિવક્ષાથી અમુક અર્થ મુખ્ય કરવામાં આવે છે. આમ સામાન્ય-વિશેષ ઉભયરૂપ જે
૧.
अष्टविधासु वर्गणासु भाषायोग्या या वर्गणा तदात्मकपरमाणुभिरारब्धो यो मूर्तिमानकारादिस्स वर्ण इत्यर्थः । ..... ननु स्वार्थप्रत्यायनशक्तिमानेव शब्दोऽत्र विवक्षितेन तादृक् शब्दत्वं वर्णे निरर्थकत्वादित्याशङ्कायामाह .... घटादिसमुदायघटका वर्णाः प्रत्येकमर्थवन्तः तद्व्यत्ययेऽर्थान्तरगमनात् तस्य व्यत्यये हि राक्षसाः साक्षरा इत्यादावर्थान्तरगमनं दृश्यते तस्मादवश्यं वर्णा अर्थवन्तः, उपलक्षणोऽयं हेतुस्तेन वर्णत्वाद्धातुप्रत्ययनिपातवत् वर्णविशेषानुपलब्धौ पूर्वदृष्टार्था सम्प्रत्ययात् यथा प्रतिष्ठत इत्यत्र प्रशब्दानुपलब्धौ प्रस्थानरूपस्यार्थस्यासम्प्रत्ययादित्यादयो हेतवोऽत्र संगृह्यन्ते । तत्त्वन्याय० पृ० ४१०