________________
૧૩૨
તત્ત્વાર્થ સૂત્ર કરીને શરીરરૂપે એટલે દીપકરૂપે પરિણાવે છે તેમ રાગાદિગુણવાળો અર્થાત કષાયવાળો આત્મારૂપી દીપક પોતાના યોગરૂપી દીવેટથી સ્કંધોને લે છે અને તે સ્કંધોને કર્મરૂપે પરિણમાવે છે.
આથી પ્રાણીઓનો શરીરાદિ આકારથી પુદ્ગલો જ ઉપકાર કરે છે, પણ પ્રધાન, વિજ્ઞાન, સ્વભાવ, ઈશ્વર, નિયતિ, હઠ, પુરુષ અને કાળ આદિ શરીર આદિ આકારની પરિણતિને ધારણ કરનારા નથી. કારણ કે એમાં યુક્તિ નથી. (આ બધા યુક્તિવિહીન છે.)
અવતરણિકા પૂર્વ સૂત્રમાં આપણે જીવોને શરીર આદિ રૂપે પુદ્ગલોએ કરેલો ઉપકાર છે તે જોયું. હવે તો પુદ્ગલોની ઉપકારમાં નિમિત્તમાત્રતા છે તે બતાવવું છે માટે પૂ. ભાષ્યકાર મ. છેલ્લા ભાષ્યમાં “ઉં મચત્' “વળી બીજું કંઈક' કહ્યું છે તે ભાષ્ય દ્વારા આ નવા સૂત્રની સાથે આ પ્રમાણે સંબંધ કરે છે કે–પૂર્વ સૂત્રમાં તો શરીરાદિ રૂપે પુદ્ગલનો ઉપકાર અપેક્ષાએ કહ્યો છે. હવે બીજા આકારે—બીજી રીતે પણ પુદ્ગલોમાત્ર નિમિત્ત કારણરૂપે ઉપકારક છે તે બતાવવું છે માટે આ સૂત્રરચનાનો પ્રારંભ છે.
सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥५-२०॥
સૂત્રાર્થ - સુખ, દુઃખ, જીવન અને મરણમાં પુદ્ગલો નિમિત્તરૂપે ઉપકાર કરે છે.
ટીકા :- સૂત્રમાં વકર છે તે “પુદ્ગલોનો ઉપકાર' આ વાતના અનુકર્ષણ માટે છે. જુદું સૂત્ર શા માટે?
પૂર્વમાં શરીરાદિ સૂત્રનો વિન્યાસ કરીને કહ્યું અને હવે વિભાગ પાડીને શા માટે કહો છો ? અર્થાત્ પૂર્વ સૂત્રમાં પુગલોનો ઉપકાર બતાવ્યો એની સાથે જ આ “સુખાદિ લઈ લેવાના હતા. આ જુદું સૂત્ર શા માટે બનાવ્યું ? પૃથ સૂત્રરચનાનો હેતુ
આ સૂત્રમાં કહેલાં જે સુખાદિ કાર્યો છે તે કર્મના ઉદયની અપેક્ષા રાખે છે જ્યારે પૂર્વ સૂત્રમાં કહેલાં જે શરીરાદિ કાર્યો હતો તે ગ્રહણ માત્રનો જ વિષય હતો માટે વિભાગ પાડીને પૃથનું સૂત્રરચના કરી છે. ૧. સાતવેદનીયના ઉદય આદિમાં અપેક્ષા કારણ હોવાથી. તત્ત્વામુદ્રિત થિથાન પૃ૦ રૂ૪રૂ ૨. શરીર આદિમાં તો પરિણામી કારણ પુદ્ગલો છે માટે ગ્રહણમાત્ર વગેરે કહ્યું છે. તે મુ. સી. પૃ૦
૨૪રૂ. पुद्गलसम्बन्धि प्रयोजनमात्मसमवायि, चशब्दाच्छरीरादि च, तस्मिन् सत्येतदिति, भेदेन सूत्राभिधानं पुद्गलात्मोभयाधीनत्वेऽप्यधिकृतफलस्य पुद्गलानामसाधारणतया व्युद्धटिष्यत् इत्युक्तं,... हारिभ० तत्त्वा० पृ० २२३