________________
૧૫૪
તત્ત્વાર્થ સૂત્ર
છે આવો અર્થ થાય. તે પરિણામ આ અધ્યાયની સમાપ્તિમાં “તભાવઃ પરિણામ અ. ૫ | સૂર ૪૧ એ સૂત્રથી અમે કહીશું; અને વસ્તુઓનો તે પરિણામ ઋતુવિભાગ અને વેલાના નિયમથી કરાયેલો છે.
તેમાં (૧) હેમંત (૨) શિશિર (૩) વસંત (૪) ગ્રીષ્મ, (૫) વર્ષા, (૬) શરદ નામની છ ઋતુઓ છે. તે ઋતુઓ એક કાળની જુદી જુદી શક્તિઓ છે. આવી કાળની શક્તિઓના ભેદરૂપ દરેક ઋતુઓ પોતાના વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિથી અનુમાન કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે
હેમંત ઋતુમાં વૃત્તાક (રીંગણાં) અને કપાસનાં વનો મોટા હિમના પડવાથી કરમાઈ ગયેલા હોય છે... સંકોચાઈ ગયેલ હાથવાળા, વાગતી દાંતની વીણાવાળા, કંપતી કાયવાળા મુસાફરો પતંગિયાની જેમ આગ તરફ જતા દેખાય છે અર્થાત્ ઠંડીની ઋતુમાં પ્રવાસીઓનાં શરીર અને દાંત કંપે છે અને હાથ ઠરી જાય છે. તેથી તાપણી તરફ ધસતા હોય છે...વળી હિમના લેશ સંગથી અત્યંત ઠંડો પવન પ્રાણીઓનાં શરીરોને આવાસવાળા કરતો થાય છે... પ્રિયતમાના આલિંગનથી દુર્લાલિત યુવાનોમાં સ્થાન નહીં પામતાં કંકુ જેવા લાલ સૂર્યનાં કિરણો જીવલોકમાં પ્રિય બની જાય છે. અર્થાત યુવાનો પોતાની સ્ત્રીઓમાં અતિ આસક્ત બનેલા છે જેથી તેઓને સૂર્યનો ઉદય અળખામણો લાગે છે તેથી તેઓમાં પ્રસર નહીં પામતા એવા સૂર્યનાં કિરણો જીવલોકને પ્રિય લાગે છે...વળી માગસર અને પોષ મહિનામાં અટક્યા વગર ઠંડીથી પીડાતા છોકરાઓ લાકડાના ટુકડાઓને એકઠા કરી એક બાજુ આગ સળગાવીને બે હાથ પહોળા કરેલા એવા તાપણી તપે છે, અર્થાત્ તાપણી ઉપર પોતાના બે હાથના પંજાને પસારીને અગ્નિને સેવે છે.
આ રીતે માગસર અને પોષ મહિનામાં અતિશય ઠંડી હોવાથી આવી પરિસ્થિતિ હોય છે તે હેમંતઋતુથી થાય છે. આ ઋતુ એ કાલની એક પ્રકારની શક્તિ છે જે તે ઋતુમાં થતા આ બધાં કાર્યોથી અનુમાન કરી શકાય છે. શિશિર ઋતુ -
અતિ દુર્ભાગી એવા ચંદ્રનાં કિરણવાળી શિશિરઋતુમાં ફળના અર્થી એવાં બાળકોથી પ્રાપ્ત થયેલા નીચેના ભૂમિભાગવાળા, પાકી ગયેલાં અને સુગંધીદાર ફળની સંપત્તિથી નમી ગયેલી શાખાના ભારવાળાં બોરડીનાં ઝાડો હોય છે....બરફની શિલાના ટુકડાઓ જેવો નિર્મળ, મોગરા અને માલતીના ફૂલની વાસને વહન કરનાર પવન હોય છે. અર્થાત્ પવન સુગંધવાળો હોય છે...દિશાનાં મુખો પ્રિયંગુ અને સેધવના પ્રસવથી સનાથ હોય છે...કમલની ખાણો નષ્ટ થયેલ હોય છે. રાત્રિઓ લાંબી હોય છે...કેસર અને અગરતગરની ગંધથી યુક્ત એવા ગર્ભગૃહઘરના મધ્યભાગમાં સૂઈ જનારા સુખીઓ હોય છે. આ ઋતુ મહા અને ફાગણ મહિનામાં હોય છે. આ પ્રમાણે શિશિર ઋતુમાં જ થાય છે તે કાળની જ એક શક્તિ છે. તે ઋતુમાં થતા કાર્યથી આ અનુમાન કરી શકાય છે.