________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૩
૧૬૭
અથવા અહીં મામ્ પ્રત્યય નિત્યયોગમાં છે. એમ કહીએ તો પુદ્ગલો હંમેશા સ્પર્શાદિ ગુણોથી યુક્ત હોય છે કેમ કે ઇન્દ્રિયો સાથે સંબંધ થયા પહેલા પણ પુદ્ગલો સ્પશદિ આકાર-પર્યાયને ભજનારાં હતાં.
ભાષ્ય - જેથી આ પ્રમાણે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ લક્ષણવાળાં પુદ્ગલો હોય છે. સ્પશદિ શબ્દોની વ્યુત્પત્તિ
ટીકા :- સ્પર્શાદિ સર્વે કર્મસાધન છે.
પૃશ્યતે ય ર :, જે સ્પર્શાય તે સ્પર્શ કહેવાય. આ કર્મસાધન કહેવાય. આ રીતે “ રતે', “પ્રાયતે', “વતિ : : : ૫, વ: આ પ્રમાણે વ્યુત્પત્તિ કરવી. એટલે જે સ્પર્શાય, સ્વાદ કરાય, સૂંઘાય, જોવાય અર્થાત્ જે સ્પર્શનો વિષય બને, રસનો વિષય બને, ગંધનો વિષય બને, રૂપનો વિષય બને તે પુદ્ગલો છે આવો અર્થ થાય છે.
ભાષ્યમાં રહેલ રૂતિ શબ્દનો અર્થ..
ભાષ્યમાં ટૂંતિ શબ્દ “જે કારણથી' એ અર્થમાં છે એટલે “જે કારણથી આ પ્રમાણેના લક્ષણવાળાં પુદ્ગલો છે. આ પ્રમાણે અર્થ કરાય છે.
તેથી જીવો એ પુદ્ગલ શબ્દથી વાચ્ય નથી. અર્થાત્ જીવોને પુદ્ગલ કહેવાય નહીં. સ્પશદિ પુદ્ગલ દ્રવ્યથી ભિનાભિન છે.
વળી પરમાણુ આદિમાં રહેલા આ સ્પર્ધાદિ ગુણો પરમાણુ આદિથી જે રીતે ભિન્ન છે અને અભિન્ન છે તે રીતે “પપર્યાયવદ્ દ્રવ્યમ્' (૩૭) આ સૂત્રમાં પ્રતિપાદન કરાશે. વિજ્ઞાનવાદી તરફથી પૂર્વપક્ષ.
પૂર્વપક્ષ - વિજ્ઞાનથી ભિન્ન કોઈ સ્પર્શાદિ ગુણવાળાં પુદ્ગલો નથી. જેમ સ્વપ્નમાં બાહ્ય પદાર્થની અપેક્ષા રહેતી નથી, અર્થાત્ પદાર્થ રહે કે ન રહે પણ સ્વપ્નમાં જેમ અવભાસ થાય છે તેમ બાહ્ય પદાર્થની અપેક્ષા રાખ્યા વિના વિજ્ઞાન જ તે પ્રમાણે ભાસે છે. વિજ્ઞાનવાદીનું વક્તવ્ય અનુભવવિરુદ્ધ છે.
ઉત્તરપક્ષ - હે વાદી ! અનુભવથી વિરુદ્ધ હોવાથી અર્થાત્ અનુભવનો વિરોધ આવતો હોવાથી તારી આ યુક્તિ યુક્તિથી રિક્ત (રહિત) છે.
કારણ કે દેશનો-વિભાગનો વિચ્છેદ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા અનુભવના કારણે નીલ, પીતાદિરૂપ પદાર્થ બહાર આવભાસમાન થતો દેખાય છે. બુદ્ધિમાં રહેલો બાહ્યાર્થ આકાર ભાયમાન થાય છે એ સ્વાનુભાવ સિદ્ધ છે. તેનો અપલાપ કરી શકાય નહીં, અને જ્યારે જ્ઞાનથી જાણી શકાય એવું અર્થનું સ્વરૂપ ભાસમાન થાય છે તો તે પદાર્થ નથી એમ કેવી રીતે કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. આ રીતે વિજ્ઞાનવાદીનું વક્તવ્ય અનુભવ વિરુદ્ધ છે.