________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૨
૧૬૫
શંકાના ઉત્થાનમાં કારણ વિપ્રતિપત્તિઓ.
આવી રીતે તન્ત્રાન્તરીયો–બીજા દર્શનકારોએ જીવને પુદ્ગલ કહ્યો છે અને તમે શરીરાદિના ઉપકાર કરનારને પુદ્ગલ કહો છો તો તમારું આ કથન વિપ્રતિષિદ્ધ એટલે વિવાદગ્રસ્ત—વિવાદવાળું હોવાથી કેવી રીતે યોગ્ય ગણાય ? અમારે કેવી રીતે સમજવું ? અહીં વિપ્રતિપત્તિ હોઈ શકતી જ નથી.
આ પ્રશ્ન ઊઠી શકતો નથી. કેમ કે પહેલાં પુદ્ગલરૂપી છે એમ કહેવાઈ ગયું છે. મતલબ કે જો જીવ પુદ્ગલ હોય તો “fપણ: પુતા:” આવું લક્ષણ બનાવાય નહીં.
વળી આત્મા તો રૂપી પ્રસિદ્ધ જ નથી માટે આત્મા રૂપી છે એમ કહેવાય નહીં. કેમ કે રૂપ શબ્દથી “fપણ: પુત્રિા :' આ સૂત્રમાં “મૂર્તિ કહી છે. અને આ મૂર્તિને બીજા દર્શનકારો સસર્વગતદ્રવ્યસાવચ્છિન્ન દ્રવ્યનો પરિણામ કહે છે. અર્થાત્ જે સર્વવ્યાપક દ્રવ્ય નથી તેનો એ પરિણામ-ધર્મ છે એમ માને છે. જેમ મન એ સર્વવ્યાપક નથી અને સ્પર્શાદિથી રહિત છે. અર્થાત્ મન એ દ્રવ્ય છે અને તેમાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ નથી એવું માને છે.
તેના નિરાસ–દૂર કરવા માટે સ્પર્શ, રસ, ગંધ અને રૂપ યુક્ત હોય તે મૂર્તિ એમ અવશ્ય કહેવું જોઈએ. વૈશેષિકોએ પૃથ્વી આદિમાં ચાર આદિ ગુણ કહ્યા છે તે અયુક્ત છે.
વળી વૈશેષિકોએ પૃથ્વી આદિ દ્રવ્ય માન્યા છે. તેમાં પૃથ્વીમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, પાણીમાં રસ, રૂપ અને સ્પર્શ, અગ્નિમાં રૂપ અને સ્પર્શ, વાયુમાં સ્પર્શ આમ પૃથ્વી આદિમાં અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક ગુણ કહ્યા છે. તે અયુક્ત છે.
તેથી તેનો નિષેધ બતાવવા માટે આમ કહેવું જ જોઈએ કે પૃથ્વી આદિ બધાં પુદ્ગલ દ્રવ્યો છે. આથી તે બધા ચાર ગુણ એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શયુક્ત છે.
આ બધી વિપ્રતિપત્તિઓ–વિવાદોનો ખ્યાલ કરીને જ ભાષ્યકાર કહે છે કે
ભાષ્ય :- આ આદિ વિપ્રતિપત્તિઓના નિષેધ માટે અને વિશેષ વચનની વિવક્ષાથી આ (સૂત્ર-૨૩) કહેવાય છે. વિપ્રતિપત્તિનો અર્થ અને વિવેચન.
ટીકા :- આ (વિપ્રતિપત્તિ) જેઓ(વિપ્રતિપત્તિઓ)ની આદિમાં હોય તે તાદ્રિ કહેવાય.
“પુદ્ગલ શબ્દથી આત્મ કહેવાય છે” આ પહેલી વિપ્રતિપત્તિ છે. વિપ્રતિપત્તિનો વિગ્રહ આ પ્રમાણે છેકુત્સિતા પ્રતિપત્તિ: વિપ્રતિપત્તિઃ
“નિન્દનીય જે સ્વીકાર તે વિપ્રતિપત્તિ કહેવાય.” તથા “સર્વવ્યાપક દ્રવ્ય સ્પર્ધાદિ રહિત છે”. આ બીજી વિપ્રતિપત્તિ છે. તેના નિષેધ માટે આ સૂત્રનો આરંભ છે. અને વળી, પૃથિવી આદિ દ્રવ્યો વિશેષ વચનોથી કહેવાને ઇષ્ટ છે કે–પૃથિવી આદિ એક એક દ્રવ્ય રૂપાદિ ચારથી યુક્ત છે.”