________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૨
૧૬૩
વળી આ પરત્વાપરત્વ બંધુજનની અપેક્ષાએ છે એમ પણ ન કહેવાય, કારણ કે એકમાં પણ પરત્વાપરત્વનો સંભવ છે. એક વ્યક્તિમાં પણ ‘પર' અને ‘અપર’નો વ્યવહાર થાય છે. વળી આ પરત્વાપરત્વ તપ અને ચારિત્રની અપેક્ષાએ છે એમ પણ નથી કેમ કે જે તપસ્વી નથી તેનામાં પણ પરત્વાપરત્વનો વ્યવહાર છે.
વળી આ પરત્વાપરત્વ કર્મ-ક્રિયા અને સંસ્કારની અપેક્ષાએ છે એમ પણ કહી શકાય તેમ નથી કેમ કે કર્મ અને સંસ્કારનો પરત્વાપરત્વમાં અધિકાર નથી.
વળી આ પરત્વાપરત્વ સૂર્યના નિમિત્તે છે એમ પણ નહીં માની શકાય કેમ કે સૂર્યમાં પણ પરત્વાપરત્વ દેખાય છે. સૂર્યની અપેક્ષાએ અભિયોગ્ય (ક્ષેત્રથી) ૫૨ છે અને સૂર્ય અ૫૨ છે તથા (પ્રશંસાથી) સૂર્ય ૫૨ છે અને અભિયોગ્ય અપર છે.
આ રીતે આપણે વિચારી ગયા કે ઉંમરને લઈને જે પરત્વાપરત્વ છે તે પ્રશંસાકૃત નથી, ક્ષેત્રકૃત નથી, બંધુજનની અપેક્ષાએ નથી, તપ અને ચારિત્રની અપેક્ષાએ નથી, કર્મ અને સંસ્કારની અપેક્ષાએ નથી, સૂર્યના નિમિત્તે પણ નથી તો કઈ અપેક્ષાએ આ પરત્વાપરત્વ કહેવાય છે ?
આથી સામર્થ્યથી કહેવું જ પડશે કે આ ઉંમરને લઈને કહેવાતું સોળ વર્ષની અપેક્ષાએ સો વર્ષવાળામાં અને સો વર્ષની અપેક્ષાએ સોળ વર્ષવાળામાં જે પરત્વાપરત્વ છે તે કાલકૃત જ છે.
આથી જ ભાષ્યકારે ‘પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત છોડીને' એમ જે કહ્યું છે તે પરત્વાપરત્વ વિશેષ લેવા માટે કહ્યું છે. મતલબ કાલકૃત પરત્વાપરત્વ બતાવવા માટે કહ્યું છે.
આ સૂત્રનો ટૂંકમાં અર્થ એ છે કે વર્તના આદિ કાલકૃત છે. આ બધાનું અપેક્ષાકારણ જે કાળ છે તેનો અનુગ્રહ ઉપકાર છે. અર્થાત્ વર્તના આદિ કાળનો ઉપકાર છે.
વળી સૂત્રમાં જે આ પ્રમાણે ભેદથી પરત્વાપરત્વે સમાસ કરીને સૂરિજીએ મૂક્યું છે અર્થાત્ વર્તના પરિણામ: ક્રિયા આ ત્રણ છૂટાં પદો છે જ્યારે ‘પરત્નાપરત્વે' એ સમાસ કર્યો છે તે એમ બતાવે છે કે અહીં પ્રશંસામૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ લેવાનું નથી.
વર્તના, પરિણામ અને ક્રિયા એ કાળની અપેક્ષાવાળો દ્રવ્યનો સ્વભાવ પરત્વાપરત્વ એ અવધિપણે-મર્યાદાને લઈને કાળનું લિંગ છે.
અવતરણિકા
અને
પહેલા શરીરાદિ જે બને છે તેમાં પુદ્ગલનો ઉપકાર છે. આ પ્રમાણે કહ્યું હતું તે વિષયમાં પૂ. ભાષ્યકાર મ૰ કોઈના તરફથી શંકા કરતાં કહે છે કે—
૧. જેને કોઈ બંધુ હોતો નથી તેવા પુરુષમાં પણ આ ઉંમરથી નાનો છે કે મોટો છે આવી પ્રતીતિ થાય છે—આવો ભાવ છે.
કાળમાં પરત્વાપરત્વ નથી પણ પરત્વાપરત્વનું નિમિત્ત છે. સૂર્યમાં તો પરત્વાપરત્વ છે માટે મુખ્યતયા પરત્વાપરત્વનું સૂર્ય નિમિત્ત નથી.
૨.