________________
૧૬૨
તત્ત્વાર્થ સૂત્ર પ્રશ્ન :- એક દિશા અને કાળમાં રહેલાઓનું પરવાપરત્વ કહ્યું તે ઠીક છે પણ જે બેનું ક્ષેત્રકૃત પરત્વાપરત્વ બતાવવું છે ત્યાં કાળને વચમાં લો છો તેથી એક કાળમાં બને છે તો ક્ષેત્રકૃત પરવાપરત્વ કેવી રીતે બનશે ? શું કાળ અને દિશા એક છે ? અને જો કાળ સમાન છે તો પરવાપરત્વ કેવી રીતે ? ભિન્ન કાળ હોય તો પરત્વાપરત્વ બની શકે.
ઉત્તર :- કાળ એક હોવા છતાં પણ એક દિશામાં રહેલાઓમાં “આ પર છે', અંગે “આ અપર છે' આવો વ્યવહાર થઈ શકે છે. માટે એક કાળમાં પણ દિકૃત-ક્ષેત્રકૃત પરત્વાપરત્વ થઈ શકે છે. આથી આ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કહેવાય છે. આમાં ભિન્નકાળની જરૂર નથી. સમાનકાળ હોવા છતાં ક્ષેત્રકૃત પરત્વાપરત્વ ઘટી શકે છે. કેમ કે તમારા પ્રશ્નની પહેલા જ અમે બતાવી દીધું છે કે દિશાનું પ્રાધાન્ય કાળ સાથે અવિનાભાવી છે, તેથી ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કાળ સાથે જ બતાવાય. કાલકૃત પરત્વાપરત્વ
આ બધા વર્ણનથી અપરમાં પર અને પરમાં અપર આવો પ્રત્યય અને અભિધાન(કથન)રૂપ વ્યવહાર જેના નિમિત્તે થાય છે તે કાળ છે અર્થાતુ જેના નિમિત્તે આ પર છે અને આ અપર છે એવું જ્ઞાન અને અભિધાન થાય છે તે કાળ છે.
તે આ પ્રમાણે–સોળ વર્ષવાળાથી સો વર્ષવાળો પર છે અને સો વર્ષના આયુષ્યવાળા કરતાં સોળ વર્ષના આયુષ્યવાળો અપર છે. આ વ્યવહારમાં કાળ કારણ છે.
આ પરવાપરત્વ ઉંમરને લઈને છે તેથી પ્રશંસાકૃત કે ક્ષેત્રકૃત નથી. કારણ કે આવો પરવાપરત્વનો વ્યવહાર આ “પર” અને “અપર’ એ તો હલકાં કુળોમાં પણ દેખાય છે.
દાત. લુબ્ધક એટલે શિકારી, હિંસાળુ જે દેશ, કુળ, જાતિ અને વિદ્યાથી હીન છે તેમાં પણ પ્રવાપરત્વના પ્રત્યય અને અભિધાનનો સંભવ છે. અર્થાત્ તેવાઓમાં પણ આ પર છે અને આ અપર છે આવું જ્ઞાન થાય છે અને આવો શબ્દપ્રયોગ થાય છે તેથી ત્યાં પ્રશંસાકૃત પરવાપરત્વ તો નથી.
૧. પ્રશ્ન - કાળની સિદ્ધિ ક્ષેત્રકૂત પરત્વાપરત્વથી પણ થઈ જાય તેમ છે, કેમ કે ક્ષેત્રકૂત પરત્વાપરત્વ કાળ
સિવાય બની શકતું નથી. આમ કહેવામાં આવ્યું છે તો કાળકૃત પરત્વાપરત્વની શી જરૂર છે? ઉત્તર :- હા, તેનાથી સિદ્ધ થઈ શકે છે પણ ત્યાં દિશાની પ્રધાનતા છે તેથી કાળની પ્રધાનતા સિદ્ધ ન થાય. એ તો ત્યારે જ થાય કે કાળકૃતપરવાપરત્વની પ્રધાનતા બતાવાય. માટે કાળકૃત પરવાપરત્વ બતાવી રહ્યા છે. એક જ સ્થાન, એક જ કુળ, એક જ જાતિ કે જે વિદ્યાથી હીન છે છતાં ત્યાં પરત્વાપરત્વનો વ્યવહાર થાય છે તે ક્ષેત્રકૃત ન મનાય. કેમ કે એક જ સ્થાન છે. કુળ ઊંચું, નીચું હોય તો પ્રશંસાકૃત પરવાપરત્વ કહેવાય તે કુળ પણ એક જ છે, જાતિને લઈને ઊંચી, નીચી જાતિ હોય તો પ્રશંસાકૃત પરત્વાપરત્વ બની શકે પણ જાતિ એક જ છે, વિદ્યામાં પણ હીન છે, કોઈનાથી કોઈમાં વિદ્યા ઓછી વધારે નથી કે જેથી પ્રશંસાકત પરત્વાપરત્વ બને એટલે કહેવું જ પડે કે આ બંને પરવાપરત્વથી ભિન્ન પરત્વાપરત્વ છે જે કાળકત પરત્વાપરત્વ છે. આ ભાવ છે.